November 4, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: સ્નેહિતની અરુણા કાદરી વિરુદ્ધ શાનદાર જીતે અમદાવાદ એસજી પાઈપર્સને કોલાકાતા થંડરબ્લેડ્સથી આગળ નીકળવાની તાકાત આપી

અમદાવાદ ૧૦ જૂન ૨૦૨૫: ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી સ્નેહિત સુરવજ્જુલા એ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં સૌથી મોટો અપસેટ સર્જ્તા વર્લ્ડ નંબર-26 અરુણા કાદરીને સીધા સેટમાં હરાવ્યો હતો, તેની આ જીતે અમદાવાદ એસજી પાઈપર્સને કોલકાતા થંડરબ્લેડ્સ વિરુદ્ધ 8-7થી જીત મેળવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

નજીવા અંતરથી શાનદાર જીત મેળવવા છતાં અમદાવાદ એસજી પાઈપર્સના પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ ઓછી છે અને તેઓ યુટીટી 6માં પોતાના અભિયાનના અંત તરફ વધી રહ્યાં છે. જ્યારે કોલકાતા ટીમે પ્લેઓફની શક્યતાઓ જાણવા માટે અંતિમ-2 ટાઈ સુધી રાહ જોવી પડશે. અમદાવાદ અને કોલકાતાની ટાઈના પરિણામ બાદ ડેમ્પો ગોવા ચેલેન્જર્સ અને દબંગ દિલ્હી ટીટીસીના પ્લેઓફમાં ક્વોલિફાઈ થવાની પૃષ્ટિ થઈ હતી.

આ મેચમાં રિકાર્ડો વોલ્થર એ અંકુર ભટ્ટાચાર્યને તેની સિઝનની પ્રથમ હાર આપી શરૂઆત કરી હતી. રિકાર્ડો એ 2-1 (11-10, 11-5, 10-11)થી જીત મેળવી. જોકે, તે પછી અહિકા મુખર્જી એડ્રિયાના ડિયાઝ સામે 1-2 (11-10, 8-11, 1-11)થી હારી હતી. રિકાર્ડો/અહિકા એ પછી અંકુર/એડ્રિયાનાની જોડી સામે 1-2 (10-11, 11-8, 7-11)થી હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી સ્નેહિતે અરુણા સામે 3-0 (11-10, 11-9, 11-8)થી જીત બાદ ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. યાશિની એ સેલેના સામે 1-2 (10-11, 11-4, 10-11)થી હારનો સામનો કરવો પડ્યો, પરંતુ અમદાવાદ ટીમ જીત મેળવવામાં સફળ રહી.

Related posts

સેમસંગની ‘Super Big Celebrations’ વિઝન AIથી સજ્જ મોટા સ્ક્રીનવાળા ટીવી પર જંગી તહેવારની ઓફર લાવી રહ્યુ છે

amdavadlive_editor

સ્વચ્છતા, પવિત્રતા, પ્રસન્નતા, સ્વતંત્રતા અને અસંગતા એ સાધુપંચક છે. મોરારિબાપુ

amdavadlive_editor

નમિત મલ્હોત્રાની રામાયણ — દુનિયાની સૌથી મહાન મહાકાવ્ય રચના ની દિશામાં — ‘The Introduction’થી થયો ખુલાસો: એક અનોખી દૃષ્ટિ, પૂર્વ અને પશ્ચિમના યુગાંતકારી સહકાર સાથે

amdavadlive_editor

Leave a Comment