અમદાવાદ ૨૩ એપ્રિલ ૨૦૨૫: ઈન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદે બાળકો અને યુવાનો માટે ઉદ્યોગસાહસિક સાહસ પર આધારીત રાષ્ટ્રીય સમર કેમ્પોની જાહેરાત કરી છે. 12થી 16 વર્ષની વયના બાળકો માટે ખાસ ડિઝાઇન કરાયેલા કાર્યક્રમ હેઠળ 44મો અને 45મો નેશનલ સમર કેમ્પ ઑન એન્ટરપ્રિન્યોરિયલ સિમ્યુલેશન ફૉર ચિલ્ડ્રન અનુક્રમે 4થી 9 મે અને 24થી 29 મે 2025 દરમિયાન ઈડીઆઈઆઈ, અમદાવાદ કેમ્પસ ખાતે આયોજિત કરવામાં આવશે.
તેમજ, 16થી 22 વર્ષની વયના યુવાનો માટે 47મો અને 48મો સમર કેમ્પ ઑફ એન્ટરપ્રિન્યોરિયલ એડવેન્ચર્સ અનુક્રમે 12થી 21 મે અને 1થી 10 જૂન 2025 દરમિયાન ઈડીઆઈઆઈ કેમ્પસ, અમદાવાદ ખાતે યોજાશે.
ગયા અનેક વર્ષોથી, ઈડીઆઈઆઈના સમર કેમ્પોએ અનેક યુવાનોએ તેમના સપનાને પાંખો આપવાનું મંચ પૂરું પાડ્યું છે. આ માત્ર સીઝનલ કાર્યક્રમ નથી, પણ પ્રતિભાશાળી, આત્મવિશ્વાસ ધરાવતા અને ભવિષ્ય માટે તૈયાર વ્યક્તિગત વિકાસની દિશામાં એક પહેલ છે. આ કેમ્પો દ્વારા ઇનોવેશનની વિચારધારા, આલોચનાત્મક વિચારો અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઉપરાંત, સહભાગીઓમાં ભાવનાત્મક બુદ્ધિમત્તા, ટીમવર્ક અને નેતૃત્વ જેવી જીવનમાં જરૂરી ક્ષમતાઓનો પણ વિકાસ થાય છે. બાળક ઉદ્યોગસાહસિક બનવા માંગે કે વ્યાવસાયિક કે પરિવર્તનકારી, આ કેમ્પો તેમને સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને ઉદ્દેશ્ય સાથે આગળ વધવા માટે તૈયાર કરે છે.
છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી, દેશભરના 4500થી વધુ બાળકો અને યુવાનોને તૈયાર કરવામાં ટ્રેક રિકોર્ડ સાથે, ઈડીઆઈઆઈએ ભવિષ્યના પાયાઓમાં ઉદ્યોગસાહસિકતા અને સિદ્ધિની ભાવનાને વિકસિત કરવાનો પોતાની મિશન સતત ચાલુ રાખ્યો છે.
અરજી પ્રક્રિયા અને છેલ્લી તારીખો:
ઇચ્છુક સહભાગીઓને તેમનો સંક્ષિપ્ત બાયોડેટા મોકલવો રહેશે જેમાં નામ, લાયકાત, સહ-પાઠ્યક્રમ પ્રવૃત્તિઓ, શૈક્ષણિક પૃષ્ઠભૂમિ, હોબીઝ અને માતા-પિતાનું નામ તથા વ્યવસાય, સંપર્ક વિગતો સહિત ઇમેઇલ તથા ફોન/ફેક્સ નંબર સમાવિષ્ટ હોવો જોઈએ. ફોર્મની સાથે પાસપોર્ટ સાઈઝના ફોટો એટેચ કરીને ડો. પંકજ ભારતી (pbhatir@ediindia.org)ને મોકલવાના રહેશે. વિદ્યાર્થીઓને બે પાસપોર્ટ સાઈઝની ફોટો જોડીને તેમજ પોતાના પસંદના કેમ્પ માટે ચુકવણી કરવાની રહેશે. આ ફીમાં મુસાફરી, વ્યક્તિગત ખર્ચ અને તબીબી વીમો શામેલ નથી.
યુવાનો માટે:
નોંધણી દરમિયાન, રૂ.31,860/- (GST સહિત) ની રકમ EDII, અમદાવાદને DD/NEFT/RTGS/ઓનલાઈન દ્વારા ચૂકવવાની રહેશે. સંસ્થાઓ પાસે તેમના અધિકારીઓના બાળકોને નોંધણી કરવાનો વિકલ્પ પણ છે. પ્રથમ શિબિર માટે નોંધણીની છેલ્લી તારીખ 8 મે, 2025 છે અને બીજા શિબિર માટે 28 મે, 2025 છે.
બાળકો માટે:
નોંધણી દરમિયાન પ્રતિભાગીદારો માટે ફી રૂ. 16,000/- (પ્લસ 18% GST) છે, જેમાં ટ્યુશન ફી, કેમ્પ મટિરિયલ અને ટ્વિન-શેરિંગ એર કન્ડિશનિંગ સાથે નિવાસ શામેલ છે. નોંધણી દરમિયાન EDII, અમદાવાદના નામે રૂ. 18,880/- (GST સહિત) ચૂકવવાના રહેશે. પ્રથમ શિબિર માટે નોંધણીની છેલ્લી તારીખ 30 એપ્રિલ, 2025 છે અને બીજા શિબિર માટે 20 મે, 2025 છે.
“અમારા રાષ્ટ્રીય સમર કેમ્પમાં ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા, મનોવિજ્ઞાન, વર્તન વૈજ્ઞાનિક અને સંચાર ક્ષેત્રના નિષ્ણાતો જોડાય છે, જે આજના ડાયનામિક વિશ્વમાં સફળતા માટે જરૂરી કૌશલ્ય વિકસાવવા માટે પ્રવૃત્તિઓ કરાવે છે. ઉદ્યોગસાહસિક પ્રેરણા, ક્લાસરૂમ સેશન, ફીલ્ડ વિઝિટ્સ, સફળ વ્યક્તિઓ સાથે મુલાકાતો, રોલ પ્લે, રમતગમત અને સિમ્યુલેશન એક્સરસાઈઝ દ્વારા પ્રતિભાગીદારોએ એક પરિવર્તનશીલ સફરનો અનુભવ થાય છે,” ડો. પંકજ ભારતી, કેમ્પ ડિરેક્ટર, ઈડીઆઈઆઈએ જણાવ્યું.