39.4 C
Gujarat
April 16, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ આયોજિત RBL 3.0 ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન

ગુજરાત, અમદાવાદ ૧૫ એપ્રિલ ૨૦૨૫: રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “RBL 3.0” (રોટરી બોક્સ ક્રિકેટ લીગ )નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજની આગેવાની હેઠળ આ ત્રીજી આવૃત્તિ વધુ વિશાળ, વધુ રસપ્રદ અને વધુ સંવાદસભર બની હતી.

ટુર્નામેન્ટમાં અમદાવાદની અંદરથી 100 થી વધુ રોટરી અને રોટરેક્ટ ક્લબ્સ અને 100 થી વધુ સેવાભાવી સંગઠનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ “રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ” દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો , જેમના ડીસ્ટ્રીકટ ઇવેન્ટ ચેરમેન રોટેરિયન નૈમિષ ઓઝા હતા. આ કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ ગવર્નર 2025-26 ના રોટેરીયન નિગમ ચૌધરી, વર્ષ 2026-27 ના ડીસ્ટ્રીકટ ગવર્નર નૈમિષ રવાણી અને વર્ષ 2027-28 ના ડીસ્ટ્રીકટ ગવર્નર શ્યામ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

ટુર્નામેન્ટના વિશેષ આકર્ષણો:
• પુરુષ ટીમ વિજેતા: ₹40,000 + ટ્રોફી
• પુરુષ ટીમ રનર્સ અપ: ₹25,000 + મેડલ
• મહિલા ટીમ વિજેતા: ₹25,000 + ટ્રોફી
• મહિલા ટીમ રનર્સ અપ: ₹15,000 + મેડલ
• સિનિયર ટીમ વિજેતા: ₹20,000 + ટ્રોફી
• સિનિયર ટીમ રનર્સ અપ: ₹15,000 + મેડલ

આ ટુર્નામેન્ટ ના વિવિધ કેટેગરીના વિજેતા આ મુજબ રહ્યા હતા.
મેન્સ ટીમ વિનર – પંકજ સ્કાયલાઈન્સ સ્ટ્રાઈકર્સ
વિમેન ટીમ વિનર – ડાઉનટાઉન હેરિટેજ હેરિકેન
સિનિયર્સ ટીમ વિનર – સ્કાયલાઇન ક્રેડિટબીઝ ઇન્ડિયન્સ

Related posts

સ્પોટ્સ ઇન્સ્પિરેશન ૧૩૫ વર્ષ: U.S. Polo Assn. એ દિલ્હીમાં સેલિબ્રેશન કપ એક્ઝિબિશન એન્ડ સ્પ્રિંગ-સમર-25 ફેશન શોકેસનું આયોજન કર્યું

amdavadlive_editor

ઓર્કિડ ફાર્મા એ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સના વધતા જોખમનો સામનો કરવા માટે ઓર્કિડ એએમએસ ડિવિઝનના નેશનલ લોન્ચની જાહેરાત કરી

amdavadlive_editor

ફ્લાઇટ બાય રિલેક્સો ફૂટવેર લી. એ 2024 માટે તેના સ્પ્રિંગ સમર કલેક્શનનું અનાવરણ કર્યું

amdavadlive_editor

Leave a Comment