April 2, 2025
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હેવમોર એ પ્લેફુલ કેમ્પેઇન ‘સો ટેસ્ટી, યુ વોન્ના હેવમોર!’ લોંચ કર્યું

બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હાર્દિક પંડ્યાની સાથે હવે તમન્ના ભાટિયા પણ જોવા મળશે  

રાષ્ટ્રીય ૨૭ માર્ચ ૨૦૨૫: લોટ્ટે વેલફૂડ કંપની લિમિટેડનો હિસ્સો અને ભારતની સૌથી પસંદગીની આઇસક્રીમ બ્રાન્ડ્સ પૈકીની એક હેવમોર આઇસક્રીમ એ તેનું નવું કેમ્પેઇન ‘સો ટેસ્ટી, યુ વોન્ના હેવમોર!’ રજૂ કર્યું છે, જે લોકોની આકાંક્ષાઓમાં વધારો કરતાં અનોખા ક્રીમી સ્વાદને સેલિબ્રેટ કરે છે. આ મજેદાર કેમ્પેઇન બ્રાન્ડના સિગ્નેચર રોમાંચને હાઇલાઇટ કરવાની સાથે-સાથે હેવમોરની સ્ટ્રોંગ બ્રાન્ડ પ્રેસન્સ રજૂ કરે છે, તમે આ અનુભવથી એટલા સંતુષ્ટ થશો કે તમે હંમેશા હેવ-મોર જ માંગશો.

હેવમોર બોલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાનું તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્વાગત કરીનેસ્ટાર-સ્ટડેડ કેમ્પેઇન નેક્સ્ટ લેવલ ઉપર લઇ ગયું છે, જેઓ ક્રિકેટરઆઇકોન હાર્દિક પંડ્યા સાથે જોડાશે. હાર્દિકની ડાયનેમિક એનર્જી અને વ્યાપક અપીલે પહેલેથી જ તેમને બ્રાન્ડ માટે પરફેક્ટ ફીટ બનાવ્યાં છે અને હવે તમન્ના ઓન-બોર્ડ થવાથી ભારતના બે લોકપ્રિય ક્ષેત્રો ક્રિકેટ અને બોલીવુડ એકસાથે આવી રહ્યાં છીએ. તેની સાથે હેવમોર ગ્રાહકો સાથેનું કનેક્શન સતત મજબૂત કરી રહ્યું છે તેમજ દરેક બાઇટને વધુ આનંદસભર બનાવીરહ્યું છે.

તમન્ના ભાટિયા અને હાર્દિક પંડ્યા અભિનીત આ કેમ્પેઇન મજેદાર પરિસ્થિતિઓ સાથે હ્યુમરરજૂ કરે છે, જેમાં બંન્ને છેલ્લાં બાઇટ માટે રસપ્રદ પ્રયાસ કરતાં જોવા મળે છે – કારણકે હેવમોર એટલું સ્વાદિષ્ટ છે કે તમે પોતાની જાતને રોકી શકતાં નથી. ‘સો ટેસ્ટી, યુ વોન્નાહેવમોર!’ ટેગલાઇન આ ફીલિંગને સુંદર રીતે પ્રસ્તુત કરે છે તથા બ્રાન્ડની સાથે આનંદને પર્યાય બનાવે છે. આ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય ભારતની સૌથી પસંદગીની આઇસક્રીમ બ્રાન્ડ તરીકે હેવમોરની પોઝિશનને મજબૂત કરવાનો છે.

આ કેમ્પેઇન અંગે પ્રતિક્રિયા આપતાં હેવમોર આઇસક્રીમના મેનેજિંગ ડિરેક્ટર કોમલ આનંદ એ કહ્યું હતું કે, હેવમોર હંમેશા ટેસ્ટ નો આનંદ લેવા માટે જ છે અને અમે અમારી બ્રાન્ડ ફેમિલીમાં હાર્દિક પંડ્યાની સાથે હવે તમન્ના ભાટિયાનું સ્વાગત કરતાં ઉત્સાહિત છીએ. આ બંન્નેમાં એનર્જી, ફન અને એક અનોખું આકર્ષણ છે, જે અમારી બ્રાન્ડના સિદ્ધાંતો સાથે એકદમ સુસંગત છે. અમે આ ગરમીની મોસમમાં ગ્રાહકોને એક આનંદદાયક અનુભવ આપવા માટે આતુર છીએ, જ્યાં તેઓ અમારી સ્વાદિષ્ટ અને ઇનોવેટિવ ઓફરિંગ નો આનંદ માણીને દરેક પ્રસંગને યાદગાર બનાવી શકશે.”

એક્ટિવેશન પ્લાન વિશે પ્રતિક્રિયા આપતાં હેવમોર આઇસક્રીમના માર્કેટિંગ હેડ રિષભ વર્માએ કહ્યું હતું કે, આ કેમ્પેઇન આઇપીએલમાં સીટીવી ઉપર કેન્દ્રસ્થાને રહેશે, તેની પ્રીમિયમ ઉપસ્થિતિનો લાભ લેશે અને ત્યારબાદટેલીવિઝન અને ડિજિટલઅને સોશિયલ મીડિયા ઉપર પ્રસારિત કરાશે. અમે સ્વિગી ઇન્સ્ટામાર્ટ, બ્લિંકઇટ અને ઝેપ્ટો સાથે અમારી ક્યુ-કોમર્સ ભાગીદારીને મજબૂત કરી રહ્યાં છીએ તેમજ એક્સક્લુઝિવ એક્ટિવેશન્સ દ્વારા બિઝનેસને આગળ વધારી રહ્યાં છીએ. અમારી ઉપસ્થિતિમાં વધારો કરવા તથા અને ઇમ્પલ્સ વેચાણને વધારવામાટે મુખ્ય બજારોમાં પીઓએસએમ અને હાઇ-ઇમ્પેક્ટ ઓઓએચ પ્લેસમેન્ટ સાથે વ્યાપક રિટેઇલ એક્ટિવેશન ગ્રાહક સાથેનું જોડાણ વધારશે.

હેવમોર આઇસક્રીમના બ્રાન્ડ એમ્બેસેડર તમન્ના ભાટિયાએ ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે, હું હંમેશાથી હેવમોરના ક્રીમી, સ્વાદિષ્ટ આઇસક્રીમની ચાહક રહી છું અને હું એવી બ્રાન્ડ સાથે જોડાતા ઉત્સાહિત છું, જે આનંદ અને મોજમસ્તીની ઉજવણી કરે છે. હાર્દિક સાથે મળીને કામ કરવું વધુ રોમાંચક છે. ભેગા મળીને અમે મસ્તીભર્યાં અંદાજમાં આઇસ્ક્રીમના જાદૂને જીવંત કરી રહ્યાં છીએ, જે મુખ્યત્વે ફ્લેવર વિશે છે તેમજ તમારી અપેક્ષાને પૂર્ણ કરે છે. આ કેમ્પેઇન પોતાની જાતને ટ્રીટ કરવા, દરેક ક્ષણ અને ચોક્કસપણે હેવમોરની મજા માણવા વિશે છે.

હેવમોર આઇસક્રીમના બ્રાન્ડ એમ્બેસેડર હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, ક્રિકેટ અથવા આઇસક્રીમ હોય, હું દરેક ક્ષણની મજા માણવા માગું છું. આઇસક્રીમ હંમેશાથી મારી પસંદગીના ફૂડમાંનુંએકરહ્યું છે અને હેવમોર 80 વર્ષથી બેજોડ અનુભવ પ્રદાન કરી રહ્યું છે. હેવમોર સાથેનોમારોસંબંધરસપ્રદ જોડાણથી ઓછો નથી – મેદાન ઉપર છક્કો મારવા જેવો, દરેક સ્કૂપ જીતનો એક પળ છે. ટીમ સાથે તમન્ના ભાટિયાના જોડાવા અંગે તેમજ આ રસપ્રદ કેમ્પેઇનનો હિસ્સો બનવા અંગે હું ઉત્સાહિત છું, જે ચોક્કસપણે જબરદસ્ત અનુભવ છે.

હેવમોરે વિશેષ કરીને ઉનાળાની મોસમમાં આઇસક્રીમની વધતી માગને પૂર્ણ કરવા માટે તાજેતરમાં તેના પૂણે પ્લાન્ટની શરૂઆતની જાહેરાત કરી છે. આ પ્લાન્ટમાં હાલ 9 પ્રોડક્શન લાઇન કાર્યરત છે અને તે વધારીને 16 કરવાની યોજના છે. આ સુવિધા વિવિધ આઇસક્રીમ ફોર્મેટ માટે તૈયાર કરાઇ છે.

Related posts

GE એરોસ્પેસ ફાઉન્ડેશને નેકસ્ટ એન્જિનિયર્સના બેંગલુરુ, ભારતમાં વિસ્તરણની જાહેરાત કરી

amdavadlive_editor

ઉદયન કેર દ્વારા કેર લિવર્સના આર્થિક સશક્તિકરણ પર ત્રીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજનકર્યું

amdavadlive_editor

Nexon અને Punch સાથે ટાટા મોટર્સ SUV માર્કેટમાં મોખરે

amdavadlive_editor

Leave a Comment