35.1 C
Gujarat
May 20, 2025
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીય

ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સનું ગ્રામીણ બજારમાં વેચાણ 5 વર્ષમાં ગણું વધ્યું

નાણાકીય વર્ષ 2024માં ટાટા પેસેન્જર વાહનના વેચાણમાં 40 ટકાનું યોગદાન 

ભારતની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા નાણાકીય વર્ષ 2024માં ગ્રામીણ વિસ્તારોમાં સક્ષમ આકર્ષક વેચાણ કામગીરી જાળવી રાખી છે, જેણે તેનાં એકંદર પેસેન્જર વાહનના વેચાણમાં 40 ટકાનું યોગદાન આપ્યું છે. ટાટા મોટર્સની કાર્સ અને એસયુવીની નવી ફોરેવર રેન્જની લોકપ્રિય પણ ગ્રામીણ ગ્રાહકોમાં વધી છે, જેમાં 70 ટકા પ્રથમ વારના કાર ખરીદદારો છે. વધતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ પહોંચક્ષમતા અને ખરીદશક્તિ સાથે ગ્રામીણ અને શહેરી ગ્રાહકોનું આકાંક્ષાત્મક અંતર ઓછું થઈ રહ્યું છે. 

સેગમેન્ટ અનુસાર પરિવર્તનઃ

  • ઘણા બધા પાવરટ્રેન વિકલ્પો (પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઈવી)માં ઉપલબ્ધ ટાટા કાર્સ અને એસયુવી ઓફરની મજબૂત નવી ફોરેવર રેન્જ ગ્રાહકોને તેમની જરૂરતોને ઉત્તમ અનુકૂળ શું છે તે પસંદ કરવાનો મોકો આપે છે.
  • ટાટા એસયુવીનું વેચાણ ગ્રામીણ બજારમાં 35 ટકા પરથી 70 ટકા વધ્યું છે.
  • વૈકલ્પિક ઈંધણ (સીએનજી+ ઈવી)નું વેચાણ 2022માં 5 ટકા પરથી 2024માં 23 ટકા સુધી વધ્યું છે.
  • ઈનોવેટિવ ટ્વિન- સિલિંડર સીએનજી ટેકનોલોજીમાં વૃદ્ધિ જોવા મળી છે, જે ગ્રામીણ બજારોમાં 16 ટકા સીએનજીની પહોંચ ધરાવે છે.
  • ગ્રામીણ ગ્રાહકોની એએમટી/ એટીમાંથી એમટી અપનાવવાની માગણી વધી છે. ગત નાણાકીય વર્ષની તુલનામાં ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં 14 ટકા ઉચ્ચ પહોંચ જોવા મળી છે. 

વૃદ્ધિના પ્રેરકોઃ

  • ટાટા મોટર્સે રાષ્ટ્રીય સ્તરે તેનું નેટવર્ક વિસ્તાર્યું છે, જેમાં શહેરોમાં 850 રુરલ આઉટલેટ્સ (2021માં 517ની તુલનામાં) ફેલાયેલા છે, જ્યારે ગ્રામીણ બટ્ટામાં ગ્રાહકોને પહોંચી વળવા માટે 260 વર્કશોપ છે.
  • નેટવર્ક કૃતિ મોબાઈલ શોરૂમ તરીકે કામ કરતી 135 અનુભવ વેન (2021માં 35 વેનની તુલનામાં) દ્વારા પૂરક છે. આ વેન ઓડિયો અને વિડિયોથી સુસજ્જ છે, જે અમારા વર્તમાન અને સંભાવ્ય ગ્રાહકોને માહિતી વિતરણ યંત્રણા તરીકે કાર્યક્ષમ રીતે કામ કરીને ટાટા મોટર્સ આઉટલેટ ધરાવતી નથી ત્યાં પહોંચવામાં મદદ કરે છે.
  • ઉપરાંત કંપની ઈઝેડસર્વના સ્વરૂપમાં ડોર-ટુ-ડોર સેવા આપે છે, જે ઝડપી ફરિયાદ નિવારણમાં મદદ કરે છે.
  • કંપની નાવીન્યપૂર્ણ ફાઈનાન્સ યોજનાઓ સાથે ગ્રાહકોને સૂઝબૂઝપૂર્વક ટેકો આપે છે. આ માટે રાષ્ટ્રીયકૃત બેન્કો કરતાં ગામડાંઓમાં વધુ નેટવર્ક ધરાવતી બેન્કો સાથે જોડાણ કર્યું છે અને તેઓ સ્થાનિક વસતિ માટે વધુ અનુકૂળ યોજનાઓ લાવી રહી છે. દાખલા તરીકે ખેડૂતો માટે લણણીની મોસમ અનુસાર 6 મહિનાની ઈએમઆઈ યોજના.
  • માર્કેટ એક્ટિવેશન્સ- રોડશો, સેલ્સ મેળા, સર્વિસ કેમ્પ અને સમુદાય કેન્દ્રિત વર્કશોપનું લક્ષ્ય ગ્રામીણ વિસ્તારોમાં મોજૂદ અને સંભાવ્ય ગ્રાહકોને જોડવાનું છે.
  • ઉપરાંત કંપની સરપંચ, વીએલઈ- ગ્રામીણ સ્તરીય વેપાર સાહસિકોનું નેટવર્ક અને સીએસસી- કોમન સર્વિસ સેન્ટરો (આ સરકાર સંચાલિત સંસ્થાઓ તેમની માલિકીનાં ડિજિટલ મંચો પર પ્રોડક્ટો વેચે છે) અંતરિયાળ સ્તરે પહોંચે છે અને ગ્રાહકોની જરૂરતોને સમજે છે.

ટાટા મોટર્સની કાર્સ અને એસયુવીની નવી ફોરેવર રેન્જે ખાસ કરીને ભવિષ્યલક્ષી ડિઝાઈન, મંત્રમુગ્ધ કરનારી કામગીરી અને ઘણાં બધાં આધુનિક ટેક અને સુરક્ષાનાં ફીચર્સ પ્રદાન કરીને ગ્રામીણ ગ્રાહકોનું હિત મઢી લીધું છે. ટાટા મોટર્સની ગ્રામીણ ભારતમાં સફળતા તેનાં ઈનોવેટિવ વાહનોથી પ્રેરિત છે અને તે ગ્રામીણ ગ્રાહકોની વધતી જરરતોને ઊંડાણથી સમજે છે. ગ્રામીણ બજારોની વ્યાપક સંભાવના અને તે આપે એ તકોનો લાભ લેતાં ટાટા મોટર્સનું લક્ષ્ય તેનું સ્થાન મજબૂત બનાવવાનું અને તેની બજાર હાજરી વિસ્તારવાનું છે.

Related posts

સદગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે.

amdavadlive_editor

બધું જ રુદ્રમય છે: અગ્નિ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, દિશાઓ, આકાશ, પહાડ બધું જ રુદ્ર છે

amdavadlive_editor

ઓલિમ્પિક ચેમ્પિયન તાતિયાના નાવકાની વર્લ્ડ-ક્લાસ આઇસ શો ‘શેહેરાઝાદે’ પ્રથમવાર ભારતમાં ઈકેએએરેના, અમદાવાદમાં

amdavadlive_editor

Leave a Comment