35.4 C
Gujarat
May 19, 2025
Amdavad Live
અપરાધઅવેરનેસગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

iOS ડિવાઇસીસ પર ફિશીંગ હૂમલાઓનું મોટુ જોખમ: લૂકઆઉટ

ગુજરાત, અમદાવાદ 02 જાન્યુઆરી 2025: બોસ્ટન સ્થિત ડેટા-સેન્ટ્રીક સિક્યુરિટી કંપની લૂકઆઉટએ એક નવા અભ્યાસમાં જણાવ્યુ છે કે પર એન્ટ્રોઇડની તુલનામાં iOS ડિવાઇસીસને બનાવટી (ફિશીંગ) અને વેબ કન્ટેન્ટથી વધુ જોખમ છે. આ અભ્યાસમાં કેલેન્ડર વર્ષ (2024)ના ત્રીજા ત્રિમાસિક ગાળા (જુલાઇ-ઓગસ્ટ)ને આવરી લે છે.

લૂકઆઉટ થ્રેટ લેબમાં રહેલા સંશોધકોએ ખાસકરીને ચિંતાજનક તારણો નોંધ્યા હતા જેમાં છેલ્લા ત્રિમાસિક ગાળાથી એન્ટરપ્રાઇસ કેન્દ્રિત અગત્યની માહિતી ચોરી અને ફીશીંગ પ્રયત્નોમાં 17%નો, દ્વેષપૂર્ણ એપ મળી આવવાની સંખ્યામાં 32%નો વધારો અને તેમાં રસપ્રદ બાબત એ જોવા મળી હતી કે ફિશીગ અને વેબ કન્ટેન્ટ જોખમોની સૌથી વધુ શક્યતા iOSડિવાઇસિસને હતી.

લૂકઆઉટના અનુસાર 19% એન્ટરપ્રાઇસના iOSડિવાઇસીસમાંથી ઓછામાં ઓછા ડિવાઇસને 2024ના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળાઓમાં ઓછામાં ઓછા એક મોબાઇલને સંકટ હતું. તેની વિરુદ્ધમાં 10.9% એન્ટરપ્રાઇસના એન્ડ્રોઇડ ડિવાઇસિસમાંથી ઓછામાં એક મોબાઇલને ફિશીંગ હૂમલાનું 2024ના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં જોખમ હતુ એમ કંપનીએ જણાવ્યું હતુ.

લૂકઆઉટે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમ જૂથો તેમની રણનીતિઓ બદલી નાખે છે અને તેમના હુમલાના પ્રારંભિક તબક્કામાં મોબાઇલ ઉપકરણોને લક્ષ્ય બનાવતા હોવાથી મોબાઇલ ખતરાનું સ્થિતિ સતત વિકસિત અને વધી રહી છે.

વધુમાં, લૂકઆઉટ થ્રેટ લેબના સંશોધકોએ જેને તેઓ છેલ્લા કેટલાક સમયથી ટ્રેક કરી રહ્યાં છે તે અંગે તાજેતરમાં બે જટિલ મોબાઇલ સર્વેલન્સવેર ફેમિલી ડિસ્કવરીઝનો ખુલાસો કર્યો છે . બન્ને ફેમિલી ચીન અને રશિયાના અદ્યતન પર્સિસ્ટન્ટ થ્રેટ (APT) જૂથો દ્વારા સંચાલિત છે.

લૂકઆઉટે જણાવ્યું હતું કે તે 220 મિલિયનથી વધુ ઉપકરણો, 360 મિલિયન એપ્લિકેશન્સ અને અબજો વેબ આઇટમ્સનો ઉદ્યોગ-અગ્રણી AI-સંચાલિત ડેટાસેટ છે, જેણે કંપનીને વૈશ્વિક વલણોને ઓળખવામાં મદદ કરી છે જે દરેક ઉદ્યોગ અને ભૂગોળની સુરક્ષા ટીમોને માહિતી કેવી રીતે સુરક્ષિત કરવી તે વિશે માહિતી આપવામાં મદદ કરે છે. મોબાઇલ ધમકીઓ, જ્યાં મોબાઇલ નબળાઈઓ જોખમ રજૂ કરે છે, અને SIEM, SOAR અથવા XDR દ્વારા તેમની એન્ટરપ્રાઇઝ એન્ડપોઇન્ટ સુરક્ષા વ્યૂહરચનામાં મોબાઇલ ઉપકરણ ટેલિમેટ્રીને એકીકૃત કરે છે.

રિપોર્ટની લિંક: 2024 Q3 Mobile Landscape Threat Report Copy

Related posts

LDLC સ્તરોને લક્ષ્યાંક બનાવતા: 40% દર્દીઓ ઊંચુ કોલેસ્ટરલ ધરાવે છે એમ અમદાવાદના નિષ્ણાત કહે છે

amdavadlive_editor

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ દ્વારા GUJ-CET 2025માં પરફેક્ટ સ્કોર અને 99.99 પર્સેન્ટાઇલ હાંસલ કરનાર ગુજરાત ટોપર પર્વ પટેલના શાનદાર સફળતાની ઉજવણી

amdavadlive_editor

ઓક્સફર્ડ ઈએલએલટીઃ અંગ્રેજી ભાષા પર પ્રાવીણ્યનું આકલન કરવા માટે વિશ્વસનીય સમાધાન

amdavadlive_editor

Leave a Comment