31 C
Gujarat
April 4, 2025
Amdavad Live
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોકા-કોલાએ જુબિલન્ટ ભારતીયા ગ્રુપ દ્વારા વ્યૂહાત્મક રોકાણની ઘોષણા કરી

નેશનલ 11 ડિસેમ્બર 2024: ધ કોકા-કોલા કંપનીએ આજે ભારતમાં સૌથી વિશાળ કોકા-કોલા બોટલર હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રા. લિ.ની વાલી કંપની હિંદુસ્તાન કોકા-કોલા હોલ્ડિંગ્સ પ્રા. લિ.માં 40 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રોમાં વૈશ્વિક હાજરી સાથેના અબજોના સમૂહ જુબિલન્ટ ભારતીયા ગ્રુપ સાથે કરાર કર્યા હોવાની ઘોષણા કરી છે.

કોકા-કોલા ગ્રાહકોને ઉત્તમ પ્રોડક્ટો અને અનુભવો આપવાની દીર્ઘ સ્થાયી કટિબદ્ધતા ધરાવે છે અને ભારતમાં ઉપલબ્ધ તકોમાં રોકાણ કરીને સક્ષમ, લાંબા ગાળાની વૃદ્ધિ પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું છે. કોકા-કોલાના ભારતમાં સ્થાનિક માલિકીની ફ્રેન્ચાઈઝ ભાગીદારો સફળ પરિણામો પ્રેરિત કરવાની સ્થિતિમાં છે. જુબિલન્ટ ભારતીય ગ્રુપ દ્વારા રોકાણથી કંપનીની મોજૂદ સફળતામાં યોગદાન મળશે અને ભારતીય બજારોમાં તેનું સ્થાન મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

કોકા-કોલા ઈન્ડિયાના પ્રેસિડેન્ટ સંકેત રેએ જણાવ્યું હતું કે, “અમે ભારતમાં કોકા-કોલા સિસ્ટમમાં જુબિલન્ટ ભારતીયા ગ્રુપનું સ્વાગત કરીએ છીએ. વિવિધ ક્ષેત્રોમાં તેના વૈવિધ્યપૂર્ણ અનુભવો સાથે જુબિલન્ટ દાયકાઓનો સમૃદ્ધ અનુભવ લાવે છે, જે કોકા-કોલા સિસ્ટમને ગતિ આપવામાં મદદરૂપ થશે, જેથી અમે બજારમાં સ્થાન વધુ મજબૂત બનાવી શકીશું અને સ્થાનિક સમુદાયો અને ગ્રાહકોને ઉત્તમ મૂલ્ય પૂરું પાડી શકીશું.”

હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજીસના સીઈઓ જુઆન પાબ્લો રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે, “આ વ્ચૂહાત્મક રોકાણ અમારા પ્રવાસમાં મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન આલેખિત કરે છે. જુબિલન્ટ ભારતીયા ગ્રુપની નિપુણતા અમારી શક્તિમાં પૂરક છે, જે ઈનોવેશન અને સક્ષમ પ્રગતિ પ્રેરિત કરવા સાથે અમારા હિસ્સાધારકોમાં ઉત્તમ મૂલ્ય પ્રદાન કરવાનું અમે ચાલુ રાખીએ તેની ખાતરી રાખશે.”

જુબિલન્ટ ભારતીય ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન શ્યામ એસ. ભારતીયા અને સંસ્થાપક તથા સહ-ચેરમેન હરી એસ. ભારતીયાએ આ રોકાણ તેમના વેપારમાં આદર્શ ઉમેરો છે એમ કહ્યું હતું. “ધ કોકા-કોલા કંપની અમુક સૌથી સન્માનનીય વૈશ્વિક બ્રાન્ડ્સનું ઘર છે અને અમને તેમની સાથે સંકળાવાની ખુશી છે,” એમ ભારતીયાએ જણાવ્યું હતું. “એકત્ર મળીને અમે વેપારોની નવી ઊંચાઈએ લઈ જવા તકોનો લાભ લઈશું અને વધુ ભારતીય ગ્રાહકો પ્રતિકાત્મક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનો ધ કોકા-કોલા કંપનીનો તાજગીપૂર્ણ પોર્ટફોલિયો માણી શકે તેની ખાતરી રાખીશું.”

આ પરિવર્તન અને રોકાણ કોકા-કોલા માટે નોંધપાત્ર માઈલસ્ટોન આલેખિત કરે છે, કારણ કે કંપની તરતીકે દુનિયાને તાજગી આપવા અને ફરક લાવવાના તેના હેતુને હાંસલ કરવાનું કંપની ચાલુ રાખશે.

Related posts

ચેમ્પિયનની જેમ રિચાર્જ કરોઃ કોકા-કોલા લિમકાગ્લુકોચાર્જ રજૂ કરે છે

amdavadlive_editor

ICICI પ્રુડેન્શિયલ મલ્ટી-એસેટ ફંડ: 21 વર્ષમાં રૂ. 1 લાખને રૂ. 65.4 લાખમાં ફેરવવાની સફર

amdavadlive_editor

સ્કોડા કાયલેક ભારતમાં ઓફિશિયલી લોન્ચ થઈ

amdavadlive_editor

Leave a Comment