23.8 C
Gujarat
November 25, 2024
Amdavad Live
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

એસયુડી લાઈફ દ્વારા વિકસિત ભારત અને ન્યૂ ઈન્ડિયા લીડર્સ ફંડ્સ રજૂ કરાયાં, જે ભારતની વૃદ્ધિમાં યોગદાન આપશે અને પોલિસીધારકો માટે સંપત્તિ નિર્માણ કરશે

આ પોલિસીમાં રોકાણ પોર્ટફોલિયોમાં રોકાણનું જોખમ પોલિસીધારક દ્વારા ભોગવવાનું રહેશે

અમદાવાદ 25 નવેમ્બર 2024: સ્ટાર યુનિયન દાઈ-ઈચી લાઈફ ઈન્શ્યુરન્સ કં. લિ. (એસયૂડી લાઈફ) દ્વારા તેની યુનિટ લિંક્ડ ઈન્શ્યુરન્સ પ્લાન (યુલિપ) ઓફરના ભાગરૂપે બે નવાં ફંડ્સ – વિકસિત ભારત ફંડ અને ન્યૂ ઈન્ડિયા લીડર્સ ફંડ રજૂ કરાયાં છે.

યોજના વિકસિત ભારત ફંડ આજનું ભારત આવતીકાલે વિકસિત ભારત બને તેની પર કેન્દ્રિત વેપારોમાં રોકાણ કરશે. વિકસિત ભારત ફંડનો મલ્ટી-કેપ, ક્ષેત્ર વિશિષ્ટ પોર્ટફોલિયો ઈકોસિસ્ટમમાં લાંબા ગાળાનો વિકાસ અને મૂલ્ય નિર્માણ કરતી ઊભરતી તેમ જ સ્થિર કંપનીઓમાં રોકાણ કરશે. ફંડ લાંબા સમયગાળા સાથેના અને ભારતની એકંદર વૃદ્ધિમાં વિશ્ર્વાસ ધરાવતા રોકાણકારો માટે આદર્શ છે.

બીજી બાજુ ન્યૂ ઈન્ડિયા લીડર્સ ફંડ ભારત અને વિદેશમાં નવી ટેકનોલોજી પ્રેરિત નવા સિસ્ટમ પર કેન્દ્રિત ભારતની બહારના નવા અને ઊભરતા વેપારોમાં રોકાણ કરશે. આ ફંડની અમુક મુખ્ય થીમોમાં ઊર્જા રૂપાંતર, ડિજિટલાઈઝેશન, ક્લાઉડ અને એઆઈ- પ્રેરિત વેપારો, હેલ્થ અને વેલનેસ તેમ જ ટેકનોલોજી પ્રેરિત પ્રોડક્ટો અને સેવાઓ વગેરેથી લઈને પુન:ઊભરતી થીમોનો સમાવેશ રહેશે. આ ફંડ લાંબા સમયગાળાનું રોકાણ /દીર્ઘ રોકાણ અને વૃદ્ધિના વેપારો માટે રોકાણકારો તૈયાર કરાયું છે.

હાલમાં તે એસયુડી લાઈફ સ્ટાર ટ્યુલિપ, એસયુડી લાઈફ વેલ્થ ક્રિયેટર, એસયુડી લાઈફ વેલ્થ બિલ્ડર અને એસયુડી લાઈફ ઈ-વેલ્થ રોયલ પ્રોડક્ટો હેઠળ ઉપલબ્ધ છે. કંપની આગળ જતાં તેની સર્વ યુલિપ યોજનાઓમાં આ ફંડ્સ ઓફર કરવાની યોજના ધરાવે છે.

એસયુડી લાઈફના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર પ્રશાંત શર્માએ જણાવ્યું હતું કે, “અમે અમારા પોલિસીધારકો માટે બે અવ્વલ ફંડ્સ વિકસિત ભારત ફંડ અને ન્યૂ ઈન્ડિયા લીડર્સ ફંડ રજૂ કરવા માટે ભારે રોમાંચિત છીએ. બંને ફંડ આજે દેશમાં ચાલી રહેલા પરિવર્તનકારી વિકાસમાંથી સંપત્તિ નિર્માણ કરવાની તક આપે છે ત્યારે બે વચ્ચે ફરક સમજી લેવાનું મહત્ત્વપૂર્ણ છે. વિકસિત ભારત ફંડ પરિવર્તનકારી બદલાવ પ્રેરિત કરતા સર્વ વેપારોનો લાભ લેવાના લક્ષ્ય સાથે પોર્ટફોલિયો નિર્માણ કરવા ક્ષેત્ર- વિશિષ્ટ, મલ્ટી-કેપ અભિગમ અપનાવે છે. બીજી બાજુ ન્યૂ ઈન્ડિયા લીડર્સ ફંડ આજે દેશમાં ચાલતા ટેકનોલોજી અને આઈપી- પ્રેરિત ઈનોવેશન અને ડિઝરપ્શનમાંથી ઊપજતી મૂલ્ય નિર્મિતીનો લાભ લેવા પર કેન્દ્રિત ફંડ છે. અમે માનીએ છીએ કે આ બંને ફંડ્સ અમારા પોલિસીધારકોને પોતાને માટે સંપત્તિ નિર્માણ કરવા સાથે ભારતના પરિવર્તનમાં ભાગ લેવા માટે ભરપૂર તક પણ આપે છે.

અસ્વીકાર:

‘‘વિકસિત ભારત ફંડ’’ (SFIN: ULIF 039 28/10/24 SUD-LI-VB1 142)  એસયુડી લાઈફ ઈન્શ્યુરન્સ કંપની દ્વારા તેની યુનિટ લિંક્ડ જીવન વીમા યોજનાઓ હેઠળ ઓફર કરાતા રોકાણ ફંડનું નામ છે. આ ફંડ એસયુડી લાઈફ દ્વારા સ્વતંત્ર રીતે વ્યવસ્થાપન કરાય છે અને તે ભારત સરકાર દ્વારા હાથ ધરાતા કોઈ પણ સરકારી કાર્યક્રમો અથવા પહેલ દ્વારા પ્રચાર કરાતો નથી કે તેની સાથે સંકળાયેલું નથી.

એસયુડી લાઈફ સ્ટાર ટ્યુલિપ (UIN:142L091V01), એસયુડી લાઈફ વેલ્થ બિલ્ડર  (UIN: 142L042V03), એસયુડી લાઈફ ઈ-વેલ્થ રોયલ (UIN: 142L082V03) અને એસયુડી લાઈફ વેલ્થ ક્રિયેટર (UIN: 142L077V01).

યુનિટ લિંક્ડ જીવન વીમા યોજનાઓ પારંપરિક વીમા યોજનાઓથી અલગ હોય છે અને જોખમનાં પરિબળોને આધીન હોય છે.  યુનિટ લિંક્ડ જીવન વીમા યોજનાઓમાં ચૂકવવામાં આવેલાં પ્રીમિયમ મૂડીબજાર સાથે સંકળાયેલાં જોખમોને આધીન છે અને યુનિટ્સની એનએવી ફંડની કામગીરી અને મૂડીબજારને પ્રભાવિત કરતાં પરિબળોને આધારે વધઘટ થઈ શકે છે અને તેના / તેણીના નિર્ણય માટે પોતે જવાબદાર રહેશે. કૃપા કરી સંકળાયેલાં જોખમો અને લાગુ શુલ્ક તમારા વીમા એજન્ટ અથવા મધ્યસ્થી અથવા વીમા કંપની દ્વારા જારી પોલિસી દસ્તાવેજ પરથી જાણો. આ યોજના હેઠળ ઓફર કરાતાં વિવિધ ફંડો  એ ફંડ્સનાં ફક્ત નામ છે અને આ યોજનાની ગુણવત્તા, તેમની સંભાવના અને વળતરોનો કોઈ રીતે સંકેત નથી. ફંડ્સની ગત કામગીરી આ પોલિસી હેઠળ ઉપલબ્ધ કોઈ પણ ફંડ્સની ભાવિ કામગીરીનો સંકેત નથી.  આ યોજનામાં વળતરો મળશે જ એવી કોઈ બાંયધરી કે ખાતરી અપાતી નથી, સિવાય કે ડિસ્કન્ટિન્યુડ પોલિસીઝ ફંડ હેઠળ, જ્યાં લઘુતમ ખાતરીદાયક વ્યાજ સમયાંતરે આઈઆરડીએઆઈ દ્વારા મુકરર કરાય છે. પોલિસીધારક પાંચ યોજના વર્ષ પૂર્ણ થયા પછી જ રોકાણ કરેલી રકમ ઉપાડી શકે છે.

સ્ટાર યુનિયન ડાઈ-ઈચી લાઈફ ઈન્શ્યુરન્સ કંપની લિમિટેડ | આઈઆરડીએઆઈ નોંધણી નં. 142

CIN: U66010MH2007PLC174472 | નોંધણીકૃત કાર્યાલય: 11મો માળ, વિશ્ર્વરૂપ આઈટી પાર્ક, પ્લોટ નં. 34, 35 અને 38, IIPનું સેક્ટર 30A, વાશી, નવી મુંબઈ – 400 703 | 1800 266 8833 (ટોલ ફ્રી) | સમય: સવારે 9:00થી રાત્રે 7:00              (સોમ – શનિ) | ઈમેઈલ આઈડી: customercare@sudlife.in | વિઝિટ કરો: www.sudlife.in | વીમો લેવા પૂર્વે જોખમનાં પરિબળો, નિયમો અને શરતચો માટે કૃપા કરી વેચાણ પત્રક કાળજીપૂર્વક વાંચો. ઉક્ત પ્રદર્શિત ટ્રેડ લોગો મેસર્સ બેન્ક ઓફ ઈન્ડિયા, મેસર્સ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને મેસર્સ ડાઈ-ઈચી લાઈફ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ એલએલસીનો છે અને સ્ટાર યુનિયન ડાઈ-ઈચી લાઈફ ઈન્શ્યુરન્સ કં. લિ. દ્વારા લાઈસન્સ હેઠળ ઉપયોગ કરાયો છે.

બોગસ/છેતરમણા ફોન કોલ્સથી સાવધાનઃ આઈઆરડીએઆઈ વીમા યોજનાઓનું વેચાણ, બોનસ જાહેર કરવો કે પ્રીમિયમોમાં રોકાણ કરવા જેવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલી નથી.  જો આવા ફોન કોલ્સ આવે તો જનતાએ પોલીસ ફરિયાદ નોંધાવવાની વિનંતી છે.

 

Related posts

ખેતીમાં રૂપાંતરણ: ઇસ્માઇલ બી. માલેક પ્રોપર્ટી સર્કલ લોન્ચ કરવા જઈ રહ્યા છે, ભારતીય ખેડૂતને શક્તિ આપે

amdavadlive_editor

રણવીર સિંહ અને આદિત્ય ધર એક મેગા-કોલાબરેશન માટે હાથ મિલાવ્યા, Jio સ્ટુડિયો અને B62 સ્ટુડિયો ફિલ્મનું નિર્માણ કરશે

amdavadlive_editor

ટાટા મોટર્સે ગ્રીન મોબિલિટીને આગળ ધપાવી, ક્લીન ગ્રીન ફ્યુઅલ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડને એલએનજી સંચાલિત ટ્રકની ડિલિવરી શરૂ કરી

amdavadlive_editor

Leave a Comment