20.2 C
Gujarat
November 23, 2024
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આલ્પેનલિબે જસ્ટ જેલીએ ભારતની સૌપ્રથમ હાર્ટ શેપની ડ્યુઅલ-લેયર જેલી લૉન્ચ કરી

રાષ્ટ્રીય 12 નવેમ્બર 2024: હાઉસ ઑફ પર્ફેટી વેન મેલેની આઇકોનિક બ્રાન્ડ આલ્પેનલિબે જસ્ટ જેલીએ ભારતની સૌપ્રથમ હાર્ટ શેપની ડ્યુઅલ-લેયર જેલી લૉન્ચ કરી છે, જેને ફક્ત 2 રૂપિયાની પરવડે તેવી કિંમતે અનોખો સ્વાદ પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે. આ નવા પ્રકારની જેલી બે અલગ-અલગ પ્રકારના લેયરો ધરાવે છે, જેમાંથી એક લેયર નરમ-ફીણવાળુ છે અને બીજું લેયર જેલીનું છે, જે નરમ અને ચ્યૂઈ અનુભવ પૂરો પાડી એક આહ્લાદક સંયોજન બનાવે છે, જે તેના ખાવાના એકંદર અનુભવને નવા સ્તરે લઈ જાય છે. આલ્પેનલિબે જસ્ટ જેલી, જેલીના સેગમેન્ટમાં નવીનીકરણનું નેતૃત્વ કરવામાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે, જે દરેક બાઇટમાં મોજ, ફ્લેવર અને ટેક્સચરનું એક અદભૂત મિશ્રણ આપે છે.

આ વિશિષ્ટ ઉત્પાદન સતત વિકસી જઈ રહેલી જેલી કેટેગરીમાં સૌથી અલગ તરી આવે છે, જેના ગ્રાહકો આકાર, ટેક્સચર અને ફ્લેવરના આધારે પસંદગી કરતાં હોય છે. અત્યંત સ્વાદિષ્ટ સ્ટ્રોબેરી ફ્લેવર અને અનોખા ડ્યુઅલ-લેયર ટેક્સચરની સાથે આલ્પેનલિબે જસ્ટ જેલી હાર્ટ પ્રીમિયમ છતાં પરવડે તેવી કિંમતે આ પ્રકારનું ઉત્પાદન શોધનારા ગ્રાહકોને આકર્ષવા માટે તૈયાર છે.

પર્ફેટી વેન મેલે ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ ઑફિસર શ્રી ગુંજન ખેતાને જણાવ્યું હતું કે, ‘ભારતમાં જેલી માર્કેટ સતત વિકસી રહ્યું છે, કારણ કે, ગ્રાહકો નવા-નવા અનુભવો મેળવવા માંગે છે, આલ્પેનલિબે જસ્ટ જેલી હાર્ટની સાથે અમે સર્જનાત્મકતાની સીમાઓને આગળ ધકેલી રહ્યાં છીએ અને વિશિષ્ટ પ્રકારના ટેક્સચરની સાથે સુંદર આકારનું સંયોજન ધરાવતું ઉત્પાદન આપવા માંગીએ છીએ. ફક્ત 2 રૂપિયાની કિંમતે કંઈક ગળ્યું ખાવાની તલપ સંતોષવા ગુણવત્તા અને મૂલ્યની દ્રષ્ટિ બિલકુલ યોગ્ય હોય તેવા ઉત્પાદન શોધી રહેલા ગ્રાહકોને તે આહ્લાદક અનુભવ પૂરો પાડે છે. અમે આ પ્રીમિયમ ઉત્પાદન લૉન્ચ કરીને ખૂબ જ રોમાંચિત છીએ, જે ગ્રાહકોને ડ્યુઅલ-લેયર, નરમ, ફીણવાળો અને ચ્યૂઈ અનુભવ પૂરો પાડે છે. ’

ભારતમાં વર્ષ 2012માં લૉન્ચ કરવામાં આવેલી આલ્પેનલિબે જસ્ટ જેલી કન્ફેક્શનરીના સેગમેન્ટમાં એક આઇકોનિક બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. જેલીની કેટેગરીમાં માર્કેટની અગ્રણી તરીકે તેણે ગુણવત્તા અને નવીનીકરણ માટે એક સક્ષમ પ્રતિષ્ઠા ઊભી કરી છે. બ્રાન્ડે સૌપ્રથમ ફક્ત 1 રૂપિયાની પરવડે તેવી કિંમતે તેની ફ્રૂટી-ફ્લેવરની જેલીઝ લૉન્ચ કરી હતી, જે વિવિધ પ્રકારના ગ્રાહકોની મનપસંદ બની ગઈ હતી. છેલ્લાં કેટલાક વર્ષોમાં આલ્પેનલિબે જસ્ટ જેલીએ વિકાસ સાધવાનું ચાલું રાખી 10 રૂપિયાની કિંમતે નવા-નવા આકારોને સામેલ કરવા માટે પોતાના ઉત્પાદનોને વિસ્તારવાનું ચાલું રાખ્યું છે, જેથી કરીને એ વાતની ખાતરી કરી શકાય કે તે સમગ્ર દેશના ગ્રાહકોની અલગ-અલગ જરૂરિયાતોને સંતોષી શકે.

ફક્ત 2 રૂપિયાની કિંમતે તેના લેટેસ્ટ ઉત્પાદન – સ્વાદિષ્ટ હાર્ટ-શેપ્ડ પ્રીમિયમ જેલીને લૉન્ચ કરીને આલ્પેનલિબે જસ્ટ જેલી સમગ્ર ભારતમાં યુવાન સ્નેકર્સ અને ટ્રીટ લવર્સને સાંકળવા માંગે છે. અસલી ફળોના રસના ગુણોથી ભરપૂર આ નવું ઉત્પાદન ગુણવત્તા અને ફ્લેવર પ્રત્યેની બ્રાન્ડના અતૂટ કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરી સ્વાદ અને મજા બંને આપનારી ટ્રીટનું વચન આપે છે.

***

Related posts

સાયબર સિક્યુરિટી દ્રોણાક્ષ મેગેઝિન લૉન્ચ કરાયું

amdavadlive_editor

દુબઈએ 2024 ના પ્રથમ છ મહિનામાં રેકોર્ડ 9.31 મિલિયન મુલાકાતીઓનું સ્વાગત કર્યું

amdavadlive_editor

રામકથા બકવાસ નહીં કાકવાસ છે, કાનનો મુખવાસ છે.

amdavadlive_editor

Leave a Comment