36.2 C
Gujarat
May 24, 2025
Amdavad Live
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સોની લાઈવ પર ફ્રીડમ એટ મિડનાઈટમાં પંડિત નેહરુની ભૂમિકા સિદ્ધાંત ગુપ્તાને કઈ રીતે મળી

સિદ્ધાંત ગુપ્તા સોની લાઈવ પર બહુપ્રતિક્ષિત રાજકીય થ્રિલર સિરીઝ ફ્રીડમ એટ મિડનાઈટમાં પંડિત જવાહરલાલ નેહરુના લૂકને કારણે સોશિયલ મિડિયા પર બહુ ચર્ચાસ્પદ બની ગયો છે. ભારતની આઝાદીની લડાઈની પાર્શ્વભૂ પર આધારિત આ સિરીઝ રાષ્ટ્રના ઈતિહાસને આકાર આપનારી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ અને નામાંકિત હસ્તીઓને બહુ જ બારીકાઈથી ગૂંથે છે. આ હસ્તીઓમાં ભારતના પ્રથમ વડા પ્રદાન પંડિત નેહરુનું પાત્ર સિદ્ધાંત ગુપ્તા દ્વારા જીવંત કરવામાં આવ્યું છે. જોકે આ પ્રતિકાત્મક ભૂમિકા માટે સિદ્ધાંતની જ પસંદગી ડાયરેક્ટર અને શોરનર નિખિલ અડવાણીએ શા માટે કરી? આ કાસ્ટિંગના નિર્ણય પાછળનું રોચક કારણ શોધવા માટે વાંચો.

ફ્રીડમ એટ મિડનાઈટના ડાયરેક્ટર અને શોરનર નિખિલ અડવાણીએ સિરીઝ માટે કાળજીપૂર્વકની કાસ્ટિંગ પ્રક્રિયા વિશે ખૂલીને વાત કરી. ‘‘આ પ્રોજેક્ટ માટે કાસ્ટિંગ આસાન કામ નહોતું. આ પ્રતિકાત્મક આગેવાનો સાથે ખરેખર સુમેળ સાધે તેવા કલાકારો શોધવાનું મહત્ત્વપૂર્ણ હોય છે. અમારા કાસ્ટિંગ ડાયરેક્ટર કવિશે યોગ્ય પ્રતિભા શોધવાનું ઉત્તમ કામ કર્યું છે અને પ્રોસ્થેટિક્સ જગદીશ દાદા અને ટીમ દ્વારા કરાયં હતું, જેમણે કલાકારનું આગેવાનમાં સહજ રૂપાંતર કર્યું. નેહરુનું પાત્ર શો માટે છેલ્લે કાસ્ટ કરાયું. અમને પંડિત નેહરુ સાથે સુમેળ સાધે તેવો કલાકાર જોઈતો હતો અને સિદ્ધાંતની પ્રતિભા ઉત્તમ હતી, તેનો દેખાવ પંડિત નેહરુ સાથે મળતો આવતો હતો, ખાસ કરીને નાક, જેથી આ ભૂમિકા માટે તેને લેવાનો ફેંસલો કરાયો હતો.”

સ્ટુડિયોનેક્સ્ટ સાથે સહયોગમાં એમ્મે એન્ટરટેઈનમેન્ટ (મોનિશા અડવાણી અને મધુ ભોજવાની) દ્વારા પ્રોડ્યુસ કરાયેલી ફ્રીડમ એટ મિડનાઈટ સિરીઝમાં પડદા પાછળ અદભુત ટીમ છે. નિખિલ અડવાણી શોરનર અને ડાયરેક્ટર તરીકે આ પ્રોજેક્ટના સૂત્રધાર છે, જ્યારે વાર્તા અભિનંદન ગુપ્તા, અદ્વિતીય કરેંગ દાસ, ગુણદીપ કૌર, દિવ્યા નિધિ શર્મા, રેવંતા સારાભાઈ અને ઈથેન ટેલર સહિત પ્રતિભાશાળી ટીમ દ્વારા લખવામાં આવી છે. ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સ દ્વારા પ્રતિકાત્મક પુસ્તક પર આધારિત સિરીઝ ભારતના આઝાદી માટે સંઘર્ષ આસપાસની રોચક ઘટનાઓમાં ઊંડાણથી ડોકિયું કાવે છે.

સિરીઝમાં સિદ્ધાંત ગુપ્તા જવાહરલાલ નેહરુ તરીકે, ચિરાગ વોહરા મહાત્મા ગાંધી તરીકે, રાજેન્દ્ર ચાવલા સરદાર વલ્લભભાઈ પટેલ, આરીફ ઝકરિયા મહંમદ અલી ઝીણા, ઈરા દુબે ફાતિમા ઝીણા, મલિશ્કા મેંડોંસા સરોજિની નાયડુ, રાજેશ કુમાર લિયાકત અલી ખાન, કેસી શંકર વી. પી. મેનન તરીકે, લોર્ડ લુઈસ માઉન્ટબેટન તરીકે લ્યુક મેકબિગ્ની, કોર્ડેલિયા બુગેજા લેડી એડવિના માઉન્ટબેડન તરીકે એલીસ્ટેર ફિન્લે આર્ચિબાલ્ડ વેવેલ તરીકે, એન્ડ્રયુ ક્યુલમ ક્લેમેન્ટ એટલી તરીકે અને રિચર્ડ ટેવરસન સિરિલ રેડક્લિફફ તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

તો ફ્રીડમ એટ મિડનાઈટ સાથે અગાઉ ક્યારેય નહીં તેવો ઈતિહાસ જોવા માટે સુસજ્જ બનો, આ નવેમ્બરથી ફક્ત સોની લાઈવ પર!

 

Related posts

ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસીએશનના વર્ષ 2024 -2025ના હોદ્દેદારોની જુદા જુદા પદો માટે વરણી કરાઈ

amdavadlive_editor

પીએનબી મેટલાઈફ, ટ્રુહૉમ ફાઈનાન્સ (અગાઉની શ્રીરામ હાઉસિંગ લિ.) ઘરમાલિકોને ઑફર કરશે ક્રેડિટ લાઈફ ઈન્સ્યોરન્સ

amdavadlive_editor

EaseMyTripએ અત્યાર સુધીમાં સૌથી વધુ ઇબીઆઇટીડીએ હાંસલ કરી

amdavadlive_editor

Leave a Comment