30.3 C
Gujarat
September 20, 2026
Amdavad Live
આરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

નશાબંધી સપ્તાહ અંતર્ગત વાસદ ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં વ્યસનમુક્તિ જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

આણંદ 03 ઓક્ટોબર 2024: સામાન્ય જનતામાં વ્યસનની બદી અંગે સમજણ કેળવાય અને સમાજ વ્યસન મુક્ત બને અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ર ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

જે અન્વયે આણંદ જિલ્લામાં નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા આ વર્ષે ર ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી નશાબંધીના ઘનિષ્ટ પ્રચાર પ્રસાર અર્થે જનજાગૃત્તિ માટે જિલ્લામાં વ્યસનમુક્તિના વિવિધ કાર્યક્રમો યોજેલા છે.

જેના ભાગરૂપે વાસદ ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ખાતે આજરોજ વ્યસનમુક્તિ જાગૃત્તિ માટેનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સમાજમાં દારૂ, તમાકુ, ગુટખા, નશીલા પદાર્થોથી દુર રહેવા માટે અનુરોધ કરવાના આશયથી વિદ્યાર્થીઓને નશામુક્તી અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થાના પ્રિતીબેન અને દીપાબેનએ વિદ્યાર્થીઓને “નશાકારક પદાર્થોથી દૂર રહેવા” વિષય પર પ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું .

-૦-૦-૦-

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S25 અલ્ટ્રા માટે આકર્ષક કિંમતો જાહેર

amdavadlive_editor

મેકમાયટ્રિપ દ્વારા મુકામ અને બસ બુકિંગ્સમાં મહિલાલક્ષી સુરક્ષા અને બાંયધરીના સંકેત રજૂ કર્યા

amdavadlive_editor

જીયા સંજયભાઈ ત્રિપાઠી કચ્છની આ યુવતી અભ્યાસ અને ઍક્ટિંગ બંનેમાં મોખરે

amdavadlive_editor

Leave a Comment