21.2 C
Gujarat
November 22, 2024
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હોમલેન ડિઝાઈન કેફેને હસ્તગત કરે છે, ₹225 કરોડ નોન વોફંડિંગ રાઉન્ડ સુરક્ષિત કર્યો

FY25માં EBITDA નફાકારકતા સાથે ₹1,000 કરોડ હાંસલ કરવાનો લક્ષ્યાંક

બેંગાલુરુ, 3જી સપ્ટેમ્બર 2024: ઈન્ટિરિયર બ્રાન્ડ્સ હોમલેન (ભારતની અગ્રણી ટેક-એનેબલ હોમ ઈન્ટિરિયર્સ કંપની)ની પેરન્ટ કંપની હોમવિસ્ટા ડેકોર એન્ડ ફર્નિશિંગ પ્રાઈવેટ લિમિટેડ, ડાઉઅપ, ક્યુબિકો અને રેપઝેપે આજે હોમ ઈન્ટિરિયર માર્કેટમાંની અગ્રણી કંપની ડિઝાઈનકાફેનું 100%હસ્તાંતરણ કરવાની ઘોષણા કરી. આ હસ્તાંતરણ કે જે નિયમનકારી મંજૂરીઓને આધિન છે, તેના પરિણામે ભારતમાં ડિલિવર થયેલા પ્રોજેક્ટ્સની બાબતમાં ઈન્ટિરિયર કેટેગરીમાંના સૌથી મોટા એકમની રચના થશે.

આ હસ્તાંતરણ બાદ, સંયુક્ત એકમ FY25માં ₹1,000કરોડની આવક હાંસલ કરે તેવી અપેક્ષા છે જે FY24ના રૂ. 761 કરોડના આંકની તુલનામાં 33%વધુ હશે, અને તેનોEBITDAનફાકારક હશે. બંને હોમલેન્ડ અને ડિઝાઈનકાફે અલગ બ્રાન્ડ તરીકે ઓપરેટ કરવાનું ચાલુ રાખશે, અને તે દરેક લક્ષ્યાંકિત બજારના ભિન્ન સેગમેન્ટમાં કાર્યરત રહેશે.

વૃદ્ધિ અને નફાકારકતાની દોરવણી માટે વ્યૂહાત્મકએકીકૃતતા

આ હસ્તાંતરણ થકી મેન્યુફેક્ચરિંગ, ડિઝાઈન, પ્રાપ્તિકરણ અને ટેકનોલોજી જેવા ચાવીરૂપ ક્ષેત્રોમાં ભિન્ન એકીકૃતતાઓ બહાર લાવવાનો ઉદ્દેશ છે. આ એકીકૃતતાઓ થકી ઓપરેશનલ કાર્યક્ષમતા વધવાની સાથે સંયુક્ત એકમના ઓફરિંગ્સમાં નવતર પ્રયોગો તથા ગ્રાહક સંતુષ્ઠિનું વધેલું પ્રમાણ પણ જોવા મળશે.

“ડિઝાઈનકાફેની ડિઝાઈનિંગ ક્ષેત્રમાં નિપૂણતા સાથે અમારા ટેક-આધારિત અભિગમને જોડીને વિપુલ તકો હાંસલ કરવા અમે અત્યંત રોમાંચિત છીએ, જેથી હોમ ઈન્ટિરિયર્સ ઉદ્યોગમાં એક સાચા પાવરહાઉસનું સર્જન કરી શકાય,” એમ હોમલેનના કો-ફાઉન્ડર્સ શ્રીકાંત ઐયર અને તનુજ ચૌધરીએ કહ્યું હતું. “સંયુક્ત એકમ ₹800કરોડનો રેવન્યુ ARRઅને -2%નો EBITDAધરાવે છે જે અમારી વૃદ્ધિની સફરમાં નોંધપાત્ર આગેકદમ છે.”

જ્યારે ડિઝાઈનકાફેના કો-ફાઉન્ડર્સ ગીતા રમણન અને શેઝાન ભોજાણીએ ઉમેર્યું હતું કે, “હોમલેનની તાકાદ સાથે જોડાવાથી, ભારતીય ઘરમાલિકો માટે ડિઝાઈનનું લોકશાહીકરણ કરવાની અમારી પરિકલ્પનાને વધુ આગળ જવા જરૂરી વેગ મળ્યો છે. હોમલેન સાથે અમારી સફરને ચાલુ રાખવા બાબતે અમે રોમાંચિત છીએ, અને ભારતની સૌથી વધુ પ્રેમ પ્રાપ્ત કરનારી ઈન્ટિરિયર બ્રાન્ડ્સમાંની એકની સંયુક્ત સ્થાપના માટે રોમાંચિત છીએ.

“મારું માનવું છે કે, આ પરિવર્તન એક રોમાંચકારી પ્રકરણનો આરંભ છે, કારણ કે તે બે મજબૂત ટીમને ભેગી લાવે છે અને હવે તેઓ હોમ ઈન્ટિરિયર ક્ષેત્રમાં સ્પષ્ટ લીડર્સ છે,” એમ વેસ્ટબ્રિજ કેપિટલના મેનેજિંગ પાર્ટનર, સંદીપ સિંઘલે કહ્યું હતું. “બંને ટીમે ભૂતકાળમાં મજબૂત અમલીકરણ દર્શાવ્યું છે, અને સાથે મળીને, અમે માનીએ છીએ કે તેઓ તમામ શેરધારકો માટે ઉદ્યોગ-અગ્રણીનું પ્રદર્શન પ્રસ્તુત કરશે. અમે રોકાણ કરીને તેને જાળવી રાખી આ સફરનો હિસ્સો બની રહેવા બાબતે રોમાંચિત છીએ.”

INR 225 કરોડનો ફન્ડરેઈઝિંગ રાઉન્ડ

આ હસ્તાંતરણની સાથે, હોમલેને ₹225કરોડના ફન્ડિંગ રાઉન્ડની પણ જાહેરાત કરી છે. આ રાઉન્ડમાં બંને હોમલેન અને ડિઝાઈન કાફેના પ્રવર્તમાન માલિકો તેમજ હીરો એન્ટરપ્રાઈસમાંના બાહ્ય રોકાણના યોગદાનનો સમાવેશ થાય છે.

હીરો એન્ટરપ્રાઈસનું સહભાગીપણું આ સંયુક્ત એકમની વૃદ્ધિની ક્ષમતા અને વ્યૂહાત્મક પરિકલ્પનામાં તેમના મજબૂત આત્મવિશ્વાસને દર્શાવે છે. આ રોકાણ વિશે હીરો એન્ટરપ્રાઈસના ચેરમેન શ્રી સુનિલકાંત મુંજાલે કહ્યું હતું કે, “આ મહત્ત્વાકાંક્ષી વિસ્તરણમાં હોમલેનનું સમર્થન કરતા અમે અત્યંત ખુશ છીએ. અમે આ ભાગીદારી થકી જે નવતર પ્રયોગો અને અદભુત વૃદ્ધિ આવશે તેને નિહાળવા માટે ઉત્સુક છીએ.”

Related posts

તનાવ-2માં સ્પેશિયલ ટાસ્ક ગ્રુપ સાથે કબીર ફારૂકીનું પુનરાગમનઃ 6ઠ્ઠી સપ્ટેમ્બરથી ફક્ત સોની લાઈવ પર સ્ટ્રીમ કરાશે

amdavadlive_editor

વડોદરાના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ની વિદ્યાર્થી હાર્વી પટેલે NEET UG 2024 માં AIR 81 મેળવ્યો

amdavadlive_editor

ડૉ. માધવ ઉપાધ્યાય સાથે આંતરદૃષ્ટિને અનલૉક કરો : કોરોનરી આર્ટરી ડિસીઝ, સાયલન્ટ મેનેસ ને નેવિગેટ કરો

amdavadlive_editor

Leave a Comment