31 C
Gujarat
April 4, 2025
Amdavad Live
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે કોમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સિંગ માટે ઈએસએએફ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

મુંબઈ 23 સપ્ટેમ્બર 2024: ટાટા મોટર્સ ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપનીએ પોતાના કોમર્શિયલ વાહન ગ્રાહકોને આકર્ષક ધિરાણ ઉકેલો પ્રદાન કરવા માટે ઈએસએએફ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. સ્મોલ કોમર્શિયલ વ્હીકલ્સ (SCVs) અને લાઇટ કોમર્શિયલ વ્હીકલ્સ (LCVs) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ આ ભાગીદારી ટાટા મોટર્સના સમગ્ર કોમર્શિયલ વ્હીકલ પોર્ટફોલિયો માટે ધિરાણનો સમાવેશ કરવા વિસ્તરણ કરશે.

ટાટા મોટર્સના એસસીવી ઍન્ડ પીયુ તેમજ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી વિનય પાઠકે જણાવ્યું હતું કે, “ઈએસએએફ સ્મોલ ફાઇનાન્સ બેન્ક સાથેની અમારી ભાગીદારી દેશના ઊંડા ખિસ્સામાં રહેલા અમારા ગ્રાહકો માટે સીમલેસ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સની ઍક્સેસને વધારે છે.  આ અમારા ગ્રાહકોને પોતાના વ્યવસાયના ધ્યેયોને પૂર્ણ કરવા માટે સશક્ત બનાવતા અને કાર્યક્ષમ ઉકેલો સાથે ટેકો આપવાની અમારી પ્રતિબદ્ધતાને પુન રોચ્ચાર કરે છે. આ સહયોગ ખાસ કરીને ફર્સ્ટ- અને લાસ્ટ-માઇલલોજિસ્ટિક્સમાં, ઉદ્યોગ સાહસિકતા અને રોજગાર સર્જનને વેગ આપવાના અમારા પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે.”

આ અંગે વાત કરતા ઈએસએએફ સ્મોલ ફાઇનાન્સ બેંકના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી હેમંત કુમાર તમટાએ જણાવ્યું હતું કે, “ગ્રાહકોને અનુરૂપ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરવા માટે અમે ટાટા મોટર્સ સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ. સાહસિકોને સશક્ત બનાવવાની અમારી સહિયારી દ્રષ્ટિ આ ભાગીદારી સાથે સંપૂર્ણ રીતે સંરેખિત છે. અમારા વ્યાપક નેટવર્ક અને નાણાકીય સમાવેશમાં નિપુણતા સાથે અમને વિશ્વાસ છે કે આ ભાગીદારી નોંધપાત્ર વૃદ્ધિને ઉત્તેજન આપશે અને વ્યાપારી વાહન વ્યવસાયોની મહત્વાકાંક્ષાઓને સમર્થન આપશે.”

ટાટા મોટર્સ લોજિસ્ટિક્સ અને માસ મોબિલિટી સેગમેન્ટની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા નાના કોમર્શિયલ વાહનો અને પિકઅપ, ટ્રક અને બસના સેગમેન્ટમાં સબ 1-ટનથી 55-ટન કાર્ગો વાહનો અને 10-સીટરથી 51-સીટર માસ મોબિલિટી સોલ્યુશન્સની વ્યાપક રેન્જ પ્રદાન કરે છે. કંપની પ્રશિક્ષિત નિષ્ણાતો દ્વારા સંચાલિત અને ટાટા જેન્યુઈન પાર્ટ્સની સરળ ઍક્સેસ દ્વારા સમર્થિત તેના 2500થીવધુ ટચ પોઈન્ટના વ્યાપક નેટવર્ક દ્વારા અપ્રતિમ ગુણવત્તા અને સેવા પ્રતિબદ્ધતા નીખાતરી આપે છે.

Related posts

સેમસંગનો અત્યંત પોષણક્ષમ સ્માર્ટફોન Galaxy A26 5G, ભારતમાં લોન્ચ થયો, જેની પ્રારંભિક કિંમત છે રૂ. 22999

amdavadlive_editor

પૂજ્ય મોરારી બાપૂએ શાળાની વિદ્યાર્થીનીને આત્મહત્યાના વિચારોમાંથી બહાર આવવામાં મદદ કરી

amdavadlive_editor

એચએસબીસીએ ગિફ્ટ સિટી ખાતે તેની હાજરી વધારી

amdavadlive_editor

Leave a Comment