21.2 C
Gujarat
November 22, 2024
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્કિલ ઓનલાઇન ગેમ્સ ઇન્સ્ટિટ્યૂટ (એસઓજીઆઇ)એ ગુજરાત અને સમગ્ર ભારતમાં જવાબદારી ભર્યા ગેમિંગ અને ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિની હિમાયત કરી

એસઓજીઆઇનું લક્ષ્ય વૃદ્ધિના પડકારો તથા ભારતીય ઓનલાઇન ગેમ્સ ઇન્ડસ્ટ્રી ઉપર 28 ટકા જીએસટીની અસરને સંબોધિત કરવાનો છે 

અમદાવાદ 03 સપ્ટેમ્બર 2024: ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે જ્ઞાન અને ડેટા-આધારિત માહિતીને આગળ વધારવા ઉપર કેન્દ્રિત અગ્રણી સંસ્થા સ્કિલ ઓનલાઇન ગેમ્સ ઇન્સ્ટિટ્યૂટ (એસઓજીઆઇ)એ ભારતમાં ઝડપથી વૃદ્ધિ સાધતા ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે સંતુલિત નિયમનની હિમાયત કરી છે. એસઓજીઆઇનો ઉદ્દેશ્ય ઝડપી વૃદ્ધિ સાધતી ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં વિકાસ માટે પ્રદેશની સંભાવનાઓ અને સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો છે.

લુમિકાઇ અને ગુગલ દ્વારા સ્ટેટ ઓફ ઇન્ડિયા ગેમિંગ રિપોર્ટ FY23 મૂજબ નાણાકીય વર્ષ 2024માં ભારતીય ગેમિંગ ઇન્ડસ્ટ્રીએ 3.1 અબજ ડોલરનું સર્જન કર્યું હતું, જે 20 ટકાના સીએજીઆર સાથે વધીને નાણાકીય વર્ષ 2028 સુધીમાં 7.5 અબજ જડોલરે પહોંચવાનો અંદાજ છે. ઝડપી વિસ્તરણ છતાં એસઓજીઆઇનો અભ્યાસમાં જોવા મળ્યું છએ કે બારતમાં ઓનલાઇન ગેમિંગ સેગમેન્ટ વૈશ્વિક ગેમિંગ આવકોમાં માત્ર આશરે 1 ટકા હિસ્સાનું યોગદાન આપે છે, જ્યારેકે ચીનનું 25 ટકા અને યુએસનું 23 ટકા યોગદાન છે. આ ભારતીય માર્કેટમાં ઉપયોગમાં ન લેવાયેલી અપાર સંભાવનાઓ દર્શાવે છે, જેનો પ્રભાવી ઉપયોગ કરવામાં આવે તો વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિને મજબૂત કરી શકે છે.

એઓજીઆઇનો અભ્યાસ સૂચવે છે કે ભારતીય ગેમર્સ દ્વારા 78 ટકા સમય વિદેશી સમર્થિત પ્લેટફોર્મ ઉપર હોય છે, જેનાથી વિદેશી કંપનીઓ ભારતીય વપરાશમાંથી નફો મેળવે છે. વિશેષ કરીને અમદાવાદમાં વિદેશી સમર્થિત પ્લેટફોર્મ કુલ ગેમપ્લેના 90 ટકાથી વધુ હિસ્સા સાથે બજાર ઉપર પ્રભુત્વ ધરાવે છે. આ પ્રભુત્વ ગેમિંગમાં ઘરેલુ ઇનોવેશન અને સાંસ્કૃતિક પ્રતિનિધિત્વ માટે ચૂકી ગયેલી તકો દર્શાવે છે. ભારતીય સ્ટાર્ટ-અપ્સને સશક્ત કરવા અને સમાન પ્રતિનિધિત્વ માટે એસઓજીઆઇ સહાયક નીતિઓ, નાણાકીય પ્રોત્સાહનો અને વ્યૂહાત્મક રોકાણકારોની વકાલત કરે છે.

ઓનલાઇન ગેમિંગ ઉપર સંપૂર્ણ ફેસ વેલ્યુ ઉપર 28 ટકા જીએસટીને કારણે યુઝર્સ ઓફશોર અને ગેરકાયદેસર ગેમ્બલિંગ પ્લેટફોર્મ તરફ આકર્ષાયા છે. આ કંપનીઓએ નો-જીએસટી પ્લેટફોર્મ તરીકે જાહેરાત કરતાં ઓક્ટોબર 2023 ભારતીય યુઝર્સમાં 35 ટકાની વૃદ્ધિ જોઇ છે. વાર્ષિકરૂપે આ ગેરદાયદેસર પ્રવૃત્તિમાં 57 ટકાનો વધારો થયો છે, જે ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના ભૂતપૂર્વ ડાયરેક્ટર-જનરલ લેફ્ટનન્ટ જનરલ વિનોદ જી. ખંડારેના મત મૂજબ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર જોખમ છે.

ભારતની સંભાવનાઓનો લાભ લેવો

એઓજીઆઇના સ્થાપક પ્રેસિડેન્ટ અમૃત કિરણ સિંઘે જણાવ્યું હતું કે, ભારતીય ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં અપાર સંભાવનાઓ હોવા છતાં 28 ટકા જીએસટી નિયમન નફાકારકતા, રોકાણ અને નવીનતા ઉપર નોંધપાત્ર અસર કરે છે. તે ઇન્ડસ્ટ્રીના વિકાસને અટકાવે છે, જેના કારણે ઓફશોર ગેરકાયદેસર ઓપરેટરોને પ્રોત્સાહન મળે છે તથા આર્થિક વિસ્તરણ અને રોજગાર સર્જનની તકો ચૂકી જવાય છે. વિકાસ અને વાજબી કરવેરાનું સમર્થન કરતા સંતુલિત અભિગમ માટે આપણે સરકાર સાથે સહયોગ કરવો જોઈએ.

ઊંચા જીએસટીને કારણે ભારતીય કંપનીઓ આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે સ્પર્ધા કરવામાં મૂશ્કેલી અનુભવે છે, જેનાથી ગેરકાયદેસર પ્લેટફોર્મ ટેક્સ-ફ્રી વિજય સાથે ભારતીય ખેલાડીઓને લલચાવે છે. તેનાથી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ પણ ગંભીર ચિંતા થાય છે.

પડકારોને સંબોધવા

અમૃત કિરણ સિંહનું માનવું છે કે ટેક્નોલોજી ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યસન અને મની લોન્ડરિંગના જોખમોને ઘટાડી શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા પૂરા પડાયેલા ભંડોળ દ્વારા એઇમ્સના સંશોધકોના અભ્યાસ મૂજબ ડિજિટલ હસ્તક્ષેપો ગેમિંગ ડિસઓર્ડરને રોકવામાં મદદરૂપ બની શકે છે. આપણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુ પડતો સમય વિતાવતા ખેલાડીઓને અંકુશમાં રાખી શકીએ છીએ તથા તે મની લોન્ડરિંગને કાબુમાં રાખે છે. આ પગલાં તેના પડકારોને જવાબદારીપૂર્વક સંબોધવા માટે ઉદ્યોગની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

એસઓજીઆઇ ભારતની સંભાવનાઓને ઉજાગર કરવા, રોજગાર સર્જન અને જીડીપી વૃદ્ધિને આગળ ધપાવવા સરકાર અને ઇન્ડસ્ટ્રી વચ્ચે સહયોગ તેમજ ટેક્સમાં વધારો કરવાની જગ્યાએ ટેક્નોલોજી દ્વારા વ્યસન જેવા પડકારોના ઉકેલની વકાલત કરે છે.

એસઓજીઆઇના એડવાઇઝરી બોર્ડમાં પ્રતિષ્ઠિત રાજદ્વારી અને ભારતના ભૂતપૂવ્ મુખ્ય માહિતી કમીશનર, આઇએફએસ, યશવર્ધન સિંહા, વર્લ્ડ એસોસિયેશન ઓન ડ્યુઅલ ડિસઓર્ડર્સ (ડબલ્યુએડીડી)ના સેક્રેટરી જનરલ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુએનઓડીસીના કન્સલ્ટન્ટ ડો. યતન પાલ સિંહ બલ્હારા તથા ટેક પોલીસી વકીલ અને ઇ-ગેમર્સ એન્ડ પ્લેયર વેલ્ફેર એસોસિયેશન (ઇપીડબલ્યુએ)ના લીડર શિવાની ઝાનો સમાવેશ થાય છે.

Related posts

એબોટ્ટ તેના નવા સર્વે અને “ચક્કર પે ચક્કર” કેમ્પેન સાથે વર્ટીગો અંડરસ્ટેન્ડીંગને આગળ ધપાવે છે

amdavadlive_editor

LG ઈલેક્ટ્રોનિક્સ અનોખા ડિઝાઈન સાથે નવ નવા મોડલ્સ લોન્ચ કરીને વોટર પ્યુરિફાયરની શ્રેણી વિસ્તૃત કરી

amdavadlive_editor

ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ એ 2024 માટે લિંક્ડઇનનો ટોપ એમબીએ લિસ્ટમાં સમાવેશ

amdavadlive_editor

Leave a Comment