28.5 C
Gujarat
November 23, 2024
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતીય ગ્રાહકોની વધતી જરૂરતો માટે આધુનિક એઆઈ ફીચર્સ સાથે બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટરની સિરીઝ રજૂ કરાઈ

ગુરુગ્રામ, ભારત – 30 ઓગસ્ટ 2024: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ભારતમાં તેની નવી બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટર સિરીઝ રજૂ કરવામાં આવી છે. સ્માર્ટથિંગ્સ એઆઈ એનર્જી મોડ, સ્માર્ટથિંગ્સ હોમ કેર, સ્માર્ટ ફોર્વર્ડ, સાથે કન્વર્ટિબલ 5-ઈન-1, ટ્વિન કૂલિંગ પ્લસ™ અને એક્ટિવ ફ્રેશ ફિલ્ટર+ સાથે બીસ્પોક ડિઝાઈન અને આધુનિક એઆઈ ફીચર્સ સાથે નવી લાઈન-અપ ભારતીય ગ્રાહકોની વધતી જરૂરતોને પહોંચી વળવાનું લક્ષ્ય ધરાવે છે.

સેમસંગની બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટર્સ સિરીઝ બ્લેક ગ્લાસ, બ્લેક મેટ, લક્ઝી બ્લેક, એલીગન્ટ આઈનોક્સ અને રિફાઈન્ડ આઈનોક્સ જેવા પસંદગી માટે ઘણા બધા વિકલ્પો સાથે ગ્લાસ અને સ્ટીલ ફિનિશમાં ઉપલબ્ધ છે. સેમસંગની નવી બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટર સિરીઝ ત્રણ ક્ષમતા- 396 લિ, 419 લિ અને 465 લિ.માં ઉપલબ્ધ છે અને વધુ સ્ટોરેજ ક્ષમતા, સુવિધા અને સાનુકૂળતા ઓફર કરતાં રૂ. 64,990ની આરંભિક કિંમતે ઉપલબ્ધ થશે.

“રેફ્રિજરેટર શ્રેણીમાં આગેવાન તરીકે અમે કૂલિંગની પાર અમારું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમારાં એપ્લાયન્સીસ પહોંચક્ષમતા, અનુકૂલનતા અને સુંદર ડિઝાઈન સાથે બધું જ એકસાથે આપીને રોજબરોજનું જીવન બહેતર બનાવે છે. બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટર તમારા ઈન્ટીરિયર સાથે સહજ રીતે બંધબેસી જશે. તે આધુનિક એઆઈ ફીચર્સ, બીસ્પોક ડિઝાઈન અને વિશાળ સ્ટોરેજ ક્ષમતાથી સમૃદ્ધ છે, જે ઉપભોક્તાઓને પરફોર્મન્સ, એનર્જી, કાર્યક્ષમતા અને ડિઝાઈનનું ઉત્તમ સંયોજન આપે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના ડિજિટલ એપ્લાયન્સીસ બિઝનેસના સિનિયર ડાયરેક્ટર સૌરભ બૈશાખિયાએ જણાવ્યું હતું. 

સ્માર્ટથિંગ્સ એઆઈ એનર્જી મોડ

એઆઈ એનર્જી મોડ રેફ્રિજરેટરની ઉપયોગની શૈલીનું વિશ્લેષણ કરીને વીજનો ઉપયોગ મહત્તમ બનાવે છે, જેનાથી વીજ ઉપભોગમાં 10 ટકા ઘટાડો થાય છે. આ ઈન્ટેલિજન્સ ફીચર્સ ઊર્જા કાર્યક્ષમતા વધારે છે, જેને લઈ તે પર્યાવરણ સતર્ક પરિવારો માટે આદર્શ પસંદગી બનાવે છે. એઆઈ એનર્જી મોડ હોમ એપ્લાયન્સના ઊર્જા ઉપભોગનું કાર્યક્ષમ રીતે વ્યવસ્થાપન કરીને ખર્ચમાં નોંધપાત્ર બચત કરે છે. આ ફીચર ઊર્જા ઉપયોગ પર નજર રાખે છે અને નિયંત્રણમાં રાખે છે, જેને રેફ્રિજરેટર તેની ચરમસીમાની કાર્યક્ષમતાએ કામ કરે તેની ખાતરી રાખે છે.

સ્માર્ટથિંગ્સ હોમ કેર

હોમ કેર તમારા રેફ્રિજરેટરની દેખરેખ રાખે છે અને સંભવિત સમસ્યાની તમને જાણ કરે છે અને જો મેઈનટેનન્સની સમસ્યા હોય તો તુરંત એલર્ટ મોકલે છે. હોમ કેર ટ્રબલશૂટિંગ સૂચનાઓ, ઉપભોક્તા માર્ગદર્શિકાઓ અને ઉદભવી શકનાર કોઈ પણ સમસ્યા ઉકેલવા માટે તમને સહાય કરવા વિઝ્યુઅલ એઈડ્સ પણ ઓફર કરે છે.

સ્માર્ટ ફોર્વર્ડ

સ્માર્ટ ફોર્વર્ડ સેવા નિયમિત ઓવર-ધ-નેટવર્ક સોફ્ટવેર અપડેટ્સ પૂરી પાડે છે, જે પ્રી-ઓન્ડ રેફ્રિજરેટરને નવા ફંકશન્સ સાથે અપડેટેડ અને સુસંગત રહેવા અભિમુખ બનાવે છે. 

સ્માર્ટ લાઈટિંગ (જેન્ટલ લાઈટિંગ)

ડિમિંગ મોડ ધીમે ધીમે પ્રકાશ પર ફરે છે. જેન્ટલ લાઈટિંગથી સ્માર્ટથિંગ્સ એપ થકી બ્રાઈટનેસનું સમાયોજન કરી શકાય છે. નાઈટ લાઈટ મોડ આપોઆપ દિવસના સમયને આધારે બ્રાઈટનેસને સમાયોજિત કરીને ઉપભોક્તાની સુવિધા વધારે છે. 

કન્વર્ટિબલ 5-ઈન-1

કન્વર્ટિબલ 5-ઈન-1 ફીચર આધુનિક ભારતીય પરિવારોની સર્વ સ્ટોરેજની જરૂરતોને અનુકૂળ પાંચ કન્વર્ઝન મોડ્સ સાથે વધારાની સાનુકૂળતા પ્રદાન કરે છે. તે ગ્રોસરીઝ અને બચેલી સામગ્રીઓ માટે ભરપૂર જગ્યા આપે છે, જેથી સંગઠિત સ્ટોરેજની ખાતરી રહે છે. 

ટ્વિન કૂલિંગ પ્લસ

આ ફીચર સાથે તમે બેગણી લાંબી તાજગી મેળવી શકો છો. બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટર સિરીઝ બે ઈવાપોરેટર્સ અને ફેન્સ ધરાવે છે, જેથી ફ્રિજ અને ફ્રીઝર સેકશન અલગ અલગ રીતે ઠંડા રહે છે. આથી 70 ટકા સુધી નમી જળવાઈ રહે છે, જેથી દુર્ગંધ મિશ્રિત થતી નથી અને લાંબા સમય સુધી મહત્તમ તાજગી જાળવવામાં મદદ થાય છે.

એક્ટિવ ફ્રેશ ફિલ્ટર+

એક્ટિવ ફ્રેશ ફિલ્ટર+ફ્રિજની અંદરની હવા સ્વચ્છ, હાઈજીનિક રાખે છે અને 99.99 ટકા જીવાણુ દૂર કરીને ખાદ્ય દૂષિત થવાનું જોખમ ઓછું કરે છે. તે ગંધને ન્યુટ્રલાઈઝ પણ કરે છે અને એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર થકી હવાને સતત સ્ટેરિલાઈઝ અને ડિયોડરાઈઝ કરે છે.

પાવર કૂલ અને પાવર ફ્રીઝ

પાવર કૂલ અને પાવર ફ્રીઝ ફંકશન્સ ઝડપથી કૂલિંગ અને ફ્રીઝિંગ અભિમુખ બનાવીને ટૂંક સમયમાં જ ડ્રિંક્સ ઠંડાં કરે છે અથવા ખાદ્યને ફ્રીઝ કરે છે. આ ફીચર ઝડપી કૂલિંગ અથવા બરફ બનાવવાની આવશ્યક સ્થિતિઓ માટે આદર્શ છે. 

ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર

ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર સતત કૂલિંગ આપે છે, ઊર્જાનો બગાડ ઓછો કરે છે અને લઘુતમ ઘસારો પેદા કરે છે. 20 વર્ષની વોરન્ટીના આધાર સાથે તે વિશ્વસનીય, લાંબા ગાળાની કામગીરીની ખાતરી રાખે છે.

નવી બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટર સિરીઝ સેમસંગના વિધિસર ઓનલાઈન સ્ટોર Samsung.com અને રિટેઈલ સ્ટોર્સ અને ઈ-કોમર્સ મંચો પર રૂ. 64,990ની આરંભિક કિંમતે મળશે.

 

Related posts

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા ગરબા ઈવેન્ટનું આયોજન, સર્વાઈકલ કેન્સરની રસી માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું

amdavadlive_editor

Amazon.inએ સમગ્ર ભારતમાં K-12 પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે NCERT સાથે ભાગીદારી કરી

amdavadlive_editor

ઇન્ટરેક્ટ ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન સ્ટાર્સે નવી લીડરશીપ ઇન્સ્ટોલ કરી અને નવા સભ્યોનું સ્વાગત કર્યું

amdavadlive_editor

Leave a Comment