-
વિશ્વની બીજા ક્રમની ઇન્ટિગ્રેટેડ ઝિંક ઉત્પાદક કંપની હિંદુસ્તાન ઝિંક પ્રથમ વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનની યજમાની કરશે
-
આ મેરેથોન 29 સપ્ટેમ્બર, 2024ના રોજ રવિવારે યોજાશે, જેની નોંધણી અત્યારે ચાલુ છે
ઉદયપુર, ભારત 23 ઓગસ્ટ 2024: વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનની શરૂઆત સાથે હિંદુસ્તાન ઝિંક લિમિટેડ (NSE: HINDZINC) ભૂખમરા સામે લડાઇમાં એક સિમાચિહ્નરૂપ છલાંગ લગાવવા તૈયાર થઇ ગયુ છે. રાજસ્થાનના ઉદયપુરની અત્યંત સુંદર પૃષ્ઠભૂમિમાં યોજાવવા જઇ રહેલી આ પ્રારંભિક મેરેથોન 29મી સપ્ટેમ્બર, 2024ના રોજ યોજવામાં આવશે. એસોશિયેશન ઓફ ઇન્ટરનેશનલ મેરેથોન (AIMS) અને ડિસ્ટન્સ રેસિસના સત્તાવાર સભ્ય તરીકે આ ઇવેન્ટને AIMS પ્રમાણપત્ર મળેલું છે અને વૈશ્વિક સ્તરે સૂચિબદ્ધ થયેલી મેરેથોન છે, જે વૈશ્વિક મંચ ઉપર તેના મહત્ત્વને વધુ મજબૂત બનાવે છે. વેદાંતા ઝિંક સિટી હાફ મેરેથોનમાં તમામ લોકો ભાગ લઇ શકે છે અને તેમાં નામાંકન કરવા માટે તેઓ https://www.townscript.com/e/vedanta-zinc-city-half-marathon-2024ની મુલાકાત લઇ શકે છે.
ફતેહ સાગર તળાવની ફરતે અત્યંત સુંદર દ્રશ્યો ધરાવતાં કુદરતના સાનિધ્યમાં યોજાવવા જઇ રહેલી વેદાંતા ઝિંક સિટી મેરેથોન તેમાં ભાગ લઇ રહેલા સ્પર્ધકો માટે તેને યાદગાર બનાવે છે, જે અરવલ્લી ગીરીમાળાની વચ્ચે સ્થિત છે. દોડમાં ભાગ લઇ રહેલા સ્પર્ધકોને ઉદયપુરનો સમૃદ્ધ ઐતિહાસિક વારસો ધરાવતા રસ્તાઓ પરથી પસાર થવાનો લહાવો મળશે, જ્યાં તેઓ મહારાણા પ્રતાપ સ્મારક, સહેલીયો કી બાડી જેવા રણદ્વીપો અને ખ્યાતનામ નીમુચ માતા મંદિરની ટેકરી પાસેથી પસાર થશે. હાફ મેરેથોન (21 કિલોમીટર), કૂલ રન (10 કિલોમીટર) અને ડ્રીમ રન (5 કિલોમીટર) સહિતની શ્રેણીઓ સાથે આ ઇવેન્ટ સમગ્ર વિશ્વભરના પ્રોફેશનલ રનર્સ અને એમેચ્યોર રનર્સને એક અવિસ્મરણીય અનુભવ પૂરો પાડવાનું વચન આપે છે.
ગર્વભેર ઝિંક સિટી તરીકે ઓળખાતું ઉદયપુર પોતાની પ્રથમ મેરેથોનની યજમાનીની સાથે આ આકર્ષક શહેરના દૃશ્યમાં અનેરો વધારો કરતી શરદ ઋતુ સ્વાગત કરે છે. આ મેરેથોનની થિમ #RunForZeroHunger છે, જે ભૂખમરાની સામે લડત લડવાના વ્યાપક લક્ષ્યાંકને પરિપૂર્ણ કરીને સમાજનું ઉત્થાન કરવાની ઊંડી વિચારધારાનું પ્રતિબિંબ રજૂ કરે છે. યોગાનુયોગ આ પહેલ સરકાર દ્વારા પ્રાયોજિત ઝૂંબેશ પોષણ માસની સાથે સાથે યોજવામાં આવી રહી છે, જે પોષણમાં ઝિંકની અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા રેખાંકિત કરે છે અને ગ્રામણી કૂપોષણ નાબૂદ કરવામાં મિશનનું મહત્ત્વ દર્શાવીને કોઇપણ બાળક ભૂખ્યો ઊંઘી ન જાય તે સુનિશ્ચિત કરે છે. આ મેરેથોનમાં ભાગ લઇને રનર્સ માત્ર ઉદયપુરના ઇતિહાસનો ભાગ જ નહીં બને પરંતુ જરૂરિયાત ધરાવતાં લોકોને ઝિંકથી સમૃદ્ધ પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે સીધુ જ યોગદાન આપી શકશે.
આ દોડના આયોજન થકી વેદાંતા ઝિંક સિટી હાફ મેરેથોન શારીરિક અને માનસિક સુખાકારી એમ બંને ઉપર ભાર મૂકીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે છે. આ કાર્યક્રમ સામાજિક અને સામુદાયિક સ્તરે જોડાણની પ્રેરણા આપીને સુખાકારીના સહિયારી કટિબદ્ધતા ધરાવતાં વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આપવાં લોકોને એક મંચ પર ભેગા કરે છે. જ્યારે વિશ્વમાં મહામારી પછીના સમયગાળામાં નિવારાત્મક આરોગ્યસંભાળના મહત્ત્વ વિશે ખૂબ જ ઝડપથી જાગૃતતાનું સર્જન થઇ રહ્યું છે ત્યારે આ મેરેથોન તંદુરસ્ત, સ્વસ્થ અને ઝિંક-સમૃદ્ધ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહન આપીને મહત્ત્વપૂર્ણ મંચ પૂરો પાડે છે.
હિંદુસ્તાન ઝિંક લિમિટેડના CEO અને ઉત્સાહી મેરેથોનર અરૂણ મિશ્રાએ પોતાનો અદમ્ય ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,”અમે વેદાંતા ઝિંક સિટી હાફ મેરેથોનના પ્રારંભથી અત્યંત રોમાંચની લાગણી અનુભવીએ છીએ, જે સમુદાય અને આપણા લોકોની સુખાકારી માટે અમારી અટલ કટિબદ્ધતાનો પુરાવો પૂરો પાડે છે. મેરેથોન એકમાત્ર રેસ જ નથી – તે એક શક્તિશાળી બળ છે જે રનિંગથી પણ આગળ વધીને આપણને બધાને એકજૂથ કરવાનું કામ કરે છે. તે તંદુરસ્ત ભારત તરફ આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે અને એક-એક કદમ મારફતે ભૂખની સામે લડવાના ઉમદા ઉદ્દેશ પ્રત્યે યોગદાન આપે છે. સમગ્ર વિશ્વભરની મેરેથોનમાં ભાગ લીધો હોવાનો અનુભવ ધરાવતો હોવાથી હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આ ઇવેન્ટ મારા હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. તે ખૂબ જ આલહાદક કુદરતી દ્રશ્યોની વચ્ચે યોજાવવા જઇ રહી છે અને દરેક કદમ પર રાજસ્થાનના સમૃદ્ધ ઇતિહાસની ભવ્ય ગાથા વ્યક્ત કરે છે, જે આ મેરેથોનને ખરા અર્થમાં બીજી ઇવેન્ટની સરખામણીમાં વિશેષ બનાવે છે.”
ઝિંકના ખનનમાં 2,500 વર્ષનો ભવ્ય ઇતિહાસ ધરાવતું ઉદયપુર શહેર ગર્વભેર ઝિંક સિટીનું શિર્ષક ધરાવે છે. ઝિંકની ભૂગર્ભ ખાણો અને ભારતના પ્રથમ ઝિંક સ્મેલ્ટર ધરાવતાં આ શહેરનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રની આર્થિક વૃદ્ધિમાં આ શહેરે ભજવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા આ મેરેથોનના કેન્દ્રસ્થાને છે. વેદાંતા ઝિંક સિટી હાફ મેરેથોન થકી, હિંદુસ્તાન ઝિંક સમુદાય અને પર્યાવરણની સર્વાંગી વૃદ્ધિમાં ઉદયપુરનું યોગદાન દર્શાવવાનો ઇરાદો ધરાવે છે.
હિંદુસ્તાન ઝિંક આ મહત્ત્વના કાર્યક્રમ સાથે જોડાવવા સમગ્ર ભારતના રનર્સને આમંત્રણ આપે છે. તેમાં ભાગ લઇને તમે અસંખ્ય વ્યક્તિઓના જીવનમાં એક મહત્ત્વપૂર્ણ બદલાવના સહભાગી બની શકો છો. ચાલો આપણે વધુ તંદુરસ્ત, વધુ સંવેદનશીલ સમાજનું નિર્માણ કરવા એક સમયે એક કદમ ભરવા માટે સાથે મળીએ. ઓક્ટોબરમાં યોજાનારી વેદાંતા દિલ્હી હાફ મેરેથોન અને ડિસેમ્બરમાં જયપુરમાં વેદાંતા પિંક સિટી હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ મેરેથોન માત્ર એક શરૂઆત છે.
વેદાંતા ઝિંક સિટી હાફ મેરેથોનમાં નોંધણી કરવા અને આ પ્રેરણાત્મક સફરનો ભાગ બનવા કૃપા કરીને આ લિંકની મુલાકાત લોઃ https://www.townscript.com/e/vedanta-zinc-city-half-marathon-2024
વધુ વિગતો માટે કૃપા કરીને મુલાકાત લોઃ https://vedantazchm.abcr.in/
વેદાંતા જૂથની કંપની હિંદુસ્તાન ઝિંક લિમિટેડ વિશ્વની બીજી સૌથી વિશાળ ઇન્ટિગ્રેટેડ ઝિંક ઉત્પાદક અને ત્રીજી સૌથી વિશાળ સિલ્વર ઉત્પાદક કંપની છે. કંપની 40થી વધુ દેશોમાં પુરવઠો પૂરો પાડે છે અને ભારતના મુખ્ય ઝિંક બજારમાં આશરે 75% બજાર હિસ્સો ધારણ કરે છે. હિંદુસ્તાન ઝિંકને S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનિબિલિટી એસેસમેન્ટ 2023 દ્વારા મેટલ્સ અને માઇનિંગ કેટેગરીમાં વિશ્વની સૌથી સસ્ટેનેબલ કંપની તરીકે સન્માનિત કરવામાં આવી છે, જે તેની કામગીરીલક્ષી ઉત્કૃષ્ટતતા, આવિષ્કાર અને અગ્રણી ESG પ્રણાલીઓનું પ્રતિબિંબ વ્યક્ત કરે છે. કંપની એશિયાના પ્રથમ લો કાર્બન ‘ગ્રીન’ ઝિંક બ્રાન્ડ ઇકોઝેન પણ લોન્ચ કરી છે. અક્ષય ઉર્જાનો ઉપયોગ કરીને ઉત્પાદન કરાતું ઇકોઝેન પ્રતિ ટન ઉત્પાદિત કરવામાં આવતાં ઝિંકની સરખામણીમાં કાર્બનના 1 ટન કરતા પણ ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવે છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં આશરે 75% ઓછી છે. હિંદુસ્તાન ઝિંકને 2.41 ગણી વોટર-પોઝિટિવ કંપની તરીકે પ્રમાણિત કરવામાં આવી છે અને 2050 કે તે પહેલા નેટ ઝીરો ઉત્સર્જન પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ છે. મેટલ્સ અને માઇનિંગ ઇન્ડસ્ટ્રીમાં વર્લ્ડ લીડર તરીકે હિંદુસ્તાન ઝિંક ટકાઉ ભવિષ્ય માટે વૈશ્વિક ઉર્જા ક્રાંતિ માટે આવશ્યક મહત્ત્વપૂર્ણ ધાતુઓ પૂરી પાડવામાં અગ્રગણ્ય ભૂમિકા ભજવી રહી છે.