November 20, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ખેતિકા ફાઉન્ડેશન અને IIM અમદાવાદે ભારતમાં ક્લીન ફૂડના ભવિષ્યને નવો આકાર આપવા પ્રથમવાર ઇન્ડિયા ક્લીન ફૂડ સમિટનું આયોજન કર્યું

અમદાવાદ, ગુજરાત | ૧૮ નવેમ્બર ૨૦૨૬ | ખેતિકા ફાઉન્ડેશને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના સહયોગથી પ્રથમ ઇન્ડિયા ક્લીન ફૂડ સમિટ 2026નું આયોજન કર્યું હતું. નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ખેડૂતો, સંશોધકો, રોકાણકારો તેમજ ફૂડ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા હિતધારકોને એક મંચ પર લાવનારી આ સમિટ ગુણવત્તા, જવાબદારી અને ગ્રાહકોના વિશ્વાસ પર ભાર મૂકીને વધુ સુરક્ષિત, આરોગ્યપ્રદ અને પારદર્શક ફૂડ સિસ્ટમના નિર્માણ માટે સમગ્ર ઉદ્યોગમાં સહયોગને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ હતી.

સમિટમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ, નિષ્ણાતો અને ગ્રાહક હિતના હિમાયતીઓની પ્રતિષ્ઠિત હાજરી જોવા મળી હતી. તેમાં ડીમાર્ટના પૂર્વ એમડી અને સીઈઓ નેવિલ નોરોન્હા; રેવંત હિમતસિંગકા (ફૂડ ફાર્મર); ગોવર્ધન ઇકોવિલેજના ડિરેક્ટર હિઝ ગ્રેસ ગૌરાંગ પ્રભુ તેમજ ન્યુટ્રિશન એજ્યુકેટર્સ વંશિકા ખુરાના અને લીમા મહાજન સહિતના મહાનુભાવોનો સમાવેશ થતો હતો, જેમણે ભારતમાં સતત વિકસી રહેલા ક્લીન ફૂડ ક્ષેત્ર અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

સમિટનું મુખ્ય આકર્ષણ ખેતિકા ફાઉન્ડેશન અને IIM અમદાવાદ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા ઇન્ડિયા ક્લીન ફૂડ રિપોર્ટ 2026નું લોન્ચિંગ રહ્યું હતું. રિપોર્ટ અનુસાર, ભારતનું ક્લીન ફૂડ માર્કેટ નાણાકીય વર્ષ 2025–26માં ₹50,000 કરોડનું હોવાનો અંદાજ છે, જે 22–25% CAGRના દરે વધવાની ધારણા છે. રિપોર્ટમાં ભારતની જરૂરિયાતોને અનુરૂપ એક વિશિષ્ટ ફ્રેમવર્ક રજૂ કરવામાં આવ્યું છે, જે ચાર વચનો—સુરક્ષિત (Safe), પ્રામાણિક (Honest), પરીક્ષિત (Tested) અને ટ્રેસેબલ (Traceable)—પર આધારિત છે. ફૂડ સેફ્ટી, પારદર્શિતા અને ટ્રેસેબિલિટીને વધુ મજબૂત બનાવવા માટે આ ફ્રેમવર્કને છ સ્તંભો અને ચાર-સ્તરીય ક્લીન ફૂડ સ્પેક્ટ્રમનો આધાર આપવામાં આવ્યો છે.

સમિટ અંગે પ્રતિક્રિયા આપતાં ખેતિકાના સહ-સ્થાપક અને સીઈઓ ડૉ. પૃથ્વી સિંહે જણાવ્યું હતું કે, “દાયકાઓ સુધી ભારતમાં ખોરાક અંગેની ચર્ચા વધુ ઉત્પાદન પર કેન્દ્રિત રહી છે. હવે પછીના તબક્કામાં એ બાબત પર પણ એટલું જ ધ્યાન આપવું પડશે કે ગ્રાહકો સુધી જે પહોંચે છે તે સુરક્ષિત, પારદર્શક અને વિશ્વાસપાત્ર હોય. ખેડૂતો, વૈજ્ઞાનિકો, રિટેલર્સ, રોકાણકારો અને ગ્રાહકોના અવાજને એક મંચ પર લાવવા એ આ પડકારનો સામૂહિક રીતે ઉકેલ લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ સમિટ ક્લીન ફૂડને અપવાદ નહીં, પરંતુ સામાન્ય ધોરણ બનાવવાના સહિયારા પ્રયાસની શરૂઆત છે. અમારા ‘ક્લીન ફૂડ ફોર ઓલ’ વિઝનનો અર્થ પણ આ જ છે.”

કીનોટ સંબોધનો, પેનલ ચર્ચાઓ અને ફાયરસાઇડ સંવાદો દ્વારા સમિટમાં ક્લીન ફૂડને વ્યાપક સ્તરે અપનાવવા, વૈજ્ઞાનિક પરીક્ષણ અને ટ્રેસેબિલિટીને મજબૂત બનાવવા, રોકાણની નવી તકો ખોલવા તેમજ ગ્રાહકોની બદલાતી પસંદગીઓને સંબોધવા અંગેની વ્યૂહરચનાઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરતાં IIM અમદાવાદના સેન્ટર ફોર મેનેજમેન્ટ ઇન એગ્રિકલ્ચરના પ્રો. રંજન કુમાર ઘોષે જણાવ્યું હતું કે, “ભારતમાં ક્લીન ફૂડ તરફના પરિવર્તન માટે વિશ્વસનીય સંશોધન, વૈજ્ઞાનિક ધોરણો અને સમગ્ર વેલ્યૂ ચેઇનમાં વધુ જવાબદારીના આધારે સામૂહિક પ્રયાસ જરૂરી છે. આ સમિટે શિક્ષણ જગત, ઉદ્યોગ, નીતિ નિર્માતાઓ અને ખેડૂતોને વિચારોના આદાન-પ્રદાન તથા વ્યવહારુ ઉકેલો શોધવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું છે. આ સહયોગ અને ઇન્ડિયા ક્લીન ફૂડ રિપોર્ટ દ્વારા અમે એક એવી ફૂડ ઇકોસિસ્ટમના નિર્માણમાં યોગદાન આપવાની આશા રાખીએ છીએ, જ્યાં સુરક્ષા, પારદર્શિતા અને વિશ્વાસ મૂળભૂત અપેક્ષાઓ બની રહે.”

આ સમિટે ફૂડ સેફ્ટી, પારદર્શિતા અને ગ્રાહકોના વિશ્વાસને આગળ વધારવા માટે ઉદ્યોગ જગતમાં વધુ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને દરેક ભારતીય પરિવાર સુધી ક્લીન ફૂડ પહોંચાડવાની ખેતિકા ફાઉન્ડેશન અને IIM અમદાવાદની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

== સમાપ્ત ==

Related posts

ગુજરાતના વાણિજ્ય સ્નાતકો માટે GCC સ્કૂલ બિગ4 અને MNCs માં કારકિર્દીની તકો ખોલી

amdavadlive_editor

વર્ષાંતની રજાઓ માટે ખાસ ડીલ્સ આપવા 30,000 સ્થાનિક અને 3,500 આંતરરાષ્ટ્રીય હોટેલ્સ અને હોમસ્ટે, 35 એરલાઇન્સ તથા 8 બેંકો ‘MakeMyTrip’ સાથે જોડાઈ

amdavadlive_editor

ધનતેરસ પર હેવમોર — ઓફર કરતાં વધુ, ગુજરાતની મોસ્ટ આઇકોનિક ફેસ્ટિવ રિચ્યુઅલ

amdavadlive_editor

Leave a Comment