November 17, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

પુનરુત્કર્ષ: ક્લાસિક લિજેન્ડ્સે કેવી રીતે નવી પેઢીના રાઇડર્સ માટે જાવા, યેઝદી અને BSAની પુનઃકલ્પના કરી

મુંબઈ | ૧૬ નવેમ્બર ૨૦૨૬ | જાવા અને યેઝદી સત્તાવાર રીતે ભારતીય રસ્તાઓ ઉપર પરત ફરી તેના લાંબા સમય પહેલાં રાઇડર્સ, રિસ્ટોરર્સ, કલેક્ટર્સ અને તેના ચાહકોએ તેનો વારસો જીવંત રાખ્યો હતો. અનંત રાઇડ્સ, અગણીત યાદો અને આ બ્રાન્ડ્સ પ્રત્યેના અતૂટ પ્રેમ થકી તેમણે તે બાબત સુનિશ્ચિત કરી હતી કે ભારતમાં આ ક્લાસિક મોટરસાઇકલિંગનો વારસો સદાકાળ માટે ચાલુ રહે.

ક્લાસિક લિજેન્ડ્સ માટે, આ સફર ત્રણ આવી આઇકનિક બ્રાન્ડ્સ જાવા, યેઝદી અને BSAને ભારતના રાઇડર્સ માટે પરત લાવવાનો છે. આ ગાથાને માત્ર બ્રાન્ડ્સને પુનર્જિવિત કરવા માટે માત્ર નવા રૂપરંગ પૂરતી મર્યાદિત હોતી નથી પરંતુ તેણે સામનો કરેલા પડકારો, તેણે નિર્માણ કરેલી કમ્યુનિટી અને આ વારસાઓને આગળ વધારવા માટે તેણે દાખવેલી કટિબદ્ધતા સુધી વિસ્તરે છે.

2018: જાવાથી શરૂ થયેલી સફર

15 નવેમ્બર 2018ના રોજ કો-ફાઉન્ડર્સ અનુપમ થારેજા અને બોમન રુસ્તમ ઇરાનીની આગેવાનીમાં મહિન્દ્રા ગ્રૂપ કંપનીની બ્રાન્ડ્સ ક્લાસિક લિજેન્ડ્સ ભારતમાં જાવાને પરત લાવીને તેના પુનરુત્કર્ષની સફર શરૂ કરે છે. આ મહત્ત્વાકાંક્ષા સ્પષ્ટ હતીઃ પોતાની લાક્ષણિકતા, DNA અને તેને આગવો અંદાજ પુરો પાડતો રંગરૂપ જાળવી રાખીને વર્તમાન રાઇડર્સ માટે આઇકનિક મોટરસાઇકલ બ્રાન્ડ્સને ફરી રજૂ કરવી.

જાવા 350 અને જાવા ફોર્ટી-ટૂ સેલિબ્રેટેડ ઝેચ-ઓરિજિન બ્રાન્ડની વાપસી નોંધાવે છે, જ્યારે પેરાક વિશિષ્ટ ફેક્ટરી-કસ્ટમ બોબરના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. આ મોટરસાઇકલ જાવાની ટાઇમલેસ ડિઝાઇન અને ક્લાસિક કેરેક્ટરનો વારસો આગળ વધારવાની સાથે સાથે વર્તમાન એન્જિનિયરિંગ, પરફોર્મન્સ અને સેફ્ટીની પુનઃરજૂઆત કરે છે.

તેને મળેલો પ્રતિસાદ તાત્કાલિક અને અભૂતપૂર્વ હતો. જાવાએ એક જ દિવસની અંદર 1,00,000 બૂકિંગ્સ રેકોર્ડ કર્યા હતા, જ્યારે વેબ ટ્રાફિકમાં અભૂતપૂર્વ ધસારાના કારણે તેની વેબસાઇટ લગભગ ડાઉન થઈ ગયેલી જોવા મળી હતી. ક્લાસિક લિજેન્ડ્સે 100 દિવસોમાં 100 ડીલરશિપની સ્થાપના કરીને અને પ્રોડક્શન કેપિસિટીનો વ્યાપ વધારીને લોકોએ દર્શાવેલા રસનો પ્રત્યુત્તર આપ્યો હતો.

આ ભવ્ય પ્રતિસાદ તેની પુષ્ટિ કરે છે કે ભારત ક્યારેય જાવાને ભૂલ્યું નહોતું. તેણે પ્રથમ મહત્ત્વપૂર્ણ પડકાર સાથે ક્લાસિક લિજેન્ડ્સ રજૂ કર્યું હતુઃ આઇકનિક નામ સાથે જોડાયેલી લાગણીઓને ટકાઉ પ્રોડક્ટ, રિટેઇલ અને માલિકી ધરાવતી ઇકોસિસ્ટમમાં પરિવર્તિત કરવી.

2020-2021: ટેસ્ટેડ, છતાં આગળ વધતું

આ પુનરુત્કર્ષ તેની પૂર્ણ ગતિ પ્રાપ્ત કરી શકે તે પહેલાં કોવિડ-19ની મહામારીએ ઉત્પાદન, પુરવઠા શ્રૃંખલા, ડીલરશિપ અને વેચાણની સમગ્ર કામગીરી ખોરવી દીધી. પ્રોડક્ટ,રોડ અને રાઇડર કમ્યુનિટીની સાથે મળીને મોટરસાઇકલ બ્રાન્ડની પુનઃસ્થાપના કરતી યુવા કંપની માટે, આ અવરોધ મહત્ત્વપૂર્ણ તબક્કે ઉપસ્થિત થયો હતો.

ઉત્પાદન કામગીરીનો પુનઃપ્રારંભ થતાં ક્લાસિક લિજેન્ડ્સે તેની પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ, ડિસ્ટ્રિબ્યુશન અને ઓનરશિપ ઇકોસિસ્ટમ મજબૂત કરવાની કામગીરી આગળ વધારી. મક્કમતા અને કટિબદ્ધતા માંગી લેતા આ સમયગાળામાં કંપનીના કેન્દ્રસ્થાને રહેલી માન્યતા વધુ દૃઢ બની હતીઃ જ્યારે સંજોગો જણાવે કે આમ કરી શકાય તેમ નથી ત્યારે આગળ વધવાનો નવો રસ્તો શોધો.

2022: યેઝદીની પુનઃ ગર્ઝના

2022માં, યેઝદીની વાપસી સાથે આ સફરનો એક નવા અધ્યાયની શરૂઆત થાય છે, આ નામનું સર્જન ભારતમાં આઇડલ જાવા દ્વારા કરાયું હતું અને તેને રુસ્તન અને ફરોખ ઇરાનીએ આકાર આપ્યો હતો. 1971માં પ્રથમ વખત રજૂ થયેલા યેઝદીએ પોતાની એક વિશિષ્ટ ઓળખ વિકસાવી હતી, જે તેની મજબૂતી, વિશિષ્ટતા અને નવા વિચારોને અપનાવીને ઊભી કરવામાં આવી હતી.

નવા રસ્તા એક્સપ્લોર કરવા અને જૂના વિચારોથી આગળ વધવાની સ્વતંત્રતાએ રોડસ્ટર્સ, સ્ક્રેમ્બલર્સ અને એડ્વેન્ચર મોટરસાઇકલ થકી નવી પેઢીમાં આ ચેલેન્જરની ભાવના જગાડી હતી. નવા નામ સાથે પરત ફરવાની સાથે, આ કમબેક સાથે કંપનીએ યેઝદી મોટરસાઇકલની ગર્જના સાંભળવા માટે આતુર તેના ચાહકોને લાંબા સમયથી આપેલા વચનનું પાલન કર્યું હતું.

2023: પ્રોડક્ટ્સથી રાઇડરની ઝૂંબેશ સુધી

2023 સુધીમાં આ પુનરુત્કર્ષ માત્ર મોટરસાઇકલ પૂરતું મર્યાદિત રહ્યું નહોતું. 21મા ઇન્ટરનેશનલ જાવા-યેઝદી દિનના રોજ 10,000થી વધુ રાઇડર્સ, લિગસી ઓનર્સ અને તેના ચાહકો એક મંચ પર એકત્રિત થયા હતા અને આધૂનિક મશીનની સાથે સાથે ક્લાસિક મોટરસાઇકલ પ્રત્યે પોતાના પ્રેમને અભિવ્યક્ત કર્યો હતો.

નોમાડ્સ કોમુનિતિ અને રાઇડર્સના અનુભવોની સાથે આ એકત્રિત થયેલા લોકોએ તે વાત પ્રદર્શિત કરી હતી કે કેવી રીતે બ્રાન્ડ્સ બે પેઢીઓ વચ્ચે રહેલા અંતરને દૂર કરવાની તાકાત ધરાવે છે. પ્રોડક્ટના પુનરુત્કર્ષ તરીકે શરૂ થયેલી આ સફર જર્ની, ફ્રેન્ડશિપ અને જૂની યાદોની સાથે એક મોટરસાઇકલિંગ ઝૂંબેશમાં પરિવર્તિત પામી હતી.

2024: ભારતમાં BSAનું પુનઃઆગમન

2024માં, ક્લાસિક લિજેન્ડ્સ ભારતમાં BSAને પરત લાવીને વધુ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્થાપિત કરે છે. 1861માં બર્મિંગહામમાં બર્મિંગહામ સ્મૉલ આર્મ્સ કંપની તરીકે સ્થાપિત થયેલી BSAS 1903માં મોટરસાઇકલ ડિવિઝનની સ્થાપના કરી હતી અને 1910માં પોતાની પ્રથમ મોટરસાઇકલ રજૂ કરી હતી. 1950 સુધીમાં તે વિશ્વની સૌથી મોટી મોટરસાઇકલ ઉત્પાદક કંપની પૈકી એક બની ગઈ હતી અને તે સમયે સમગ્ર વિશ્વમાં વેચાણ થતી દર ચારમાંથી એક મોટરસાઇકલ BSAનો બેજ ધરાવતી હતી.

મોર્ડન ક્લાસિકની સાથે ગોલ્ડ સ્ટાર 650એ પોતાનો આ વારસો ભારતમાં રજૂ કર્યો હતો જેણે પોતાની સમકાલીન પરફોર્મન્સ, વિશ્વસનીયતા અને એન્જિનિયરિંગ ક્ષમતાઓ ડિલિવર કરીને પોતાની મૂળ ઓળખ જાળવી રાખી હતી. તેના આગમને ત્રણ બ્રાન્ડ પોર્ટફોલિયો પૂર્ણ કર્યા હતાંઃ જાવાની ટાઇમલેસ ડિઝાઇન અને સમકાલીન પરફોર્મન્સ સાથે ક્લાસિક કેરેક્ટરનો સમન્વય કરવો; યેઝદી એડ્વેન્ચર અને એક્સપ્લોરેશન સાથે નિર્માણ થયેલી બોલ્ડ ચેલેન્જર સ્પિરિટનો સમાવેશ કરે છે; અને BSA નવી પેઢી માટે મોર્ડન ક્લાસિક્સનું સર્જન કરવા માટે બ્રિટિશ મોટરસાઇકલિંગ હેરિટેજનો વારસો ઊભો કરે છે.

2025 – 2026: વૃદ્ધિ માટે મજબૂતી અને નિર્માણ

2025 અને 2026 સુધીમાં, ક્લાસિક લિજેન્ડ્સની સફર માત્ર તેના પુનરુત્કર્ષ પૂરતી જ સિમિત રહી નહોતી અને વૃદ્ધિના આગામી તબક્કા માટે પોતાના પાયાઓ મજબૂત કરવાની શરૂઆત કરી હતી. તેનો પોર્ટફોલિયો રોડસ્ટર્સ, ક્લાસિક, બોબર્સ, સ્ક્રેમ્બલર્સ અને એડ્વેન્ચર મોટરસાઇકલ સુધી વિસ્તાર પામે છે, જે દરેક બ્રાન્ડ પોતાની આગવી ઓળખ જાળવી રાખે છે. કંપનીએ FY25ની સરખામણીમાં FY26 સુધીમાં ભારતમાં અંદાજિત 40% વદ્ધિ નોંધાવી હતી. આંતરરાષ્ટ્રીય બજારો સહિત, તેની એકંદર વ્યવસાય વૃદ્ધિ 55% જેટલી જોવા મળી હતી.

ક્લાસિક લિજેન્ડ્સ હવે 2026ના અંત સુધીમાં તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1,20,000 મોટરસાઇકલથી વધારીને 2,00,000 સુધી વધારવાનો લક્ષ્યાંક હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે. તે FY28 સુધીમાં 700થી વધુ કસ્ટમર ટચપોઇન્ટ્સ સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે, જેમાં તેના 450થી વધુ સેલ્સ અને સર્વિસ ટચપોઇન્ટ્સના પ્રવર્તમાન નેટવર્કનો સમાવેશ થશે, જ્યારે તેની સાથે સાથે જેન્યુઇન સ્પેર-પાર્ટ્સ એક્સેસનો વિસ્તાર કરશે અને સમગ્ર ભારતમાં ઓનરશિપ સપોર્ટ વધુ મજબૂત બનાવશે.

કંપની માર્કેટ પોટેન્શિયલ અને દરેક બ્રાન્ડની સુસંગતતાના આધારે CKD એસેમ્બલી સરિત આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તાર કરવાના અવસરો પણ તપાસી રહી છે.

અવિરત વિકાસ

આ સમગ્ર વર્ષો દરમિયાન ક્લાસિક લિજેન્ડ્સે માત્ર તેની આઇકનિક બ્રાન્ડને પુનર્જિવિત કરી નથી પરંતુ મોટરસાઇકલ અને સેગમેન્ટ્સનું પણ સર્જન કર્યું છે જે પરંપરાગત વિચારોને પડકારે છે અને આધૂનિક ક્લાસિક મોટરસાઇકલિંગ લેન્ડસ્કેપને નવો આકાર આપે છે. ફેક્ટરી કસ્ટમ બોબર્સને જાવા પેરાક સાથે મુખ્ય ધારામાં લાવવાથી લઇને યેઝદી એડ્વેન્ચર સાથે એડ્વેન્ચર મોટરસાઇકલિંગને નવુ સ્વરૂપ આપવું અને BSA ગોલ્ડ સ્ટાર મારફતે ઓથેન્ટિક બ્રિટિશ ક્લાસિક BSA ગોલ્ડ સ્ટાર રજૂ કરવા સાથે કંપનીએ અવિરત રીતે સમગ્ર સેગમેન્ટ્સમાં તેની રાઇડર ચોઇસનું વિસ્તરણ કર્યું છે.

આજે જાવા યેઝદી અને BSA સંયુક્ત રીતે પોતાની આગવી ઓળખ સાથે દરેક બ્રાન્ડ જાળવી રાખીને ક્લાસિક, રોડસ્ટર્સ, બોબર્સ, સ્ક્રેમ્બલર્સ અને એડવેન્ચર મોટરસાઇકલ્સનો વ્યાપ ધરાવે છે છે. આ દરેક બ્રાન્ડ નવીન એન્જિનિયરિંગ, પરફોર્મન્સ, ટેક્નોલોજી અને રાઇડર-ફોકસ ઇનોવેશન મારફતે અવિરતપણે ઊભરી રહી છે.

ક્લાસિક લિજેન્ડ્સ આગામી સમયમાં તેવી મોટરસાઇકલના સર્જન ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે જે તેના ઓથેન્ટિક હેરિટેજ જાળવી રાખે છે, મોર્ડન રાઇડર માટે સુસંગત છે અને પોતાના દરેક સેગમેન્ટ્સમાં નવીન સીમાચિહ્નો પ્રસ્થાપિત કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત તે પોતાની બ્રાન્ડના ઓનરશિપ અને કમ્યુનિટી એક્સપિરિયન્સને પણ મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.

== સમાપ્ત ==

Related posts

સિઝનલ એલર્જી વિરુદ્ધ ક્રોનિક અસ્થમા– તફાવત જાણવો

amdavadlive_editor

ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ જ્ઞાનાકાર કૌશલ્ય પર ભાર આપે છેઃ અમદાવાદના શિક્ષકો માટે ભાષા તાલીમ કાર્યક્રમનું આયોજન

amdavadlive_editor

રિચ પ્રેઝન્ટ્સ હોસ્પિટાલિટી હોરાઇઝન એવોર્ડ્સ 2025 – બેકિંગ અને કન્ફેક્શનરીમાં શ્રેષ્ઠનું સન્માન

amdavadlive_editor

Leave a Comment