25.5 C
Gujarat
October 21, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

JK Maxx Paints દ્વારા સસ્ટેનેબલ પેઇન્ટ્સ ક્ષેત્રે નવી પહેલ – ‘JK Naturals Aura’નું લોન્ચિંગ — ભારતનું પ્રથમ ‘નેચર લવર્સ’પેઇન્ટ

રિસાયકલ્ડ અને બાયો-બેઝ્ડ સામગ્રી તથા રિસાયકલ્ડ પેકેજિંગથી તૈયાર કરાયેલી આ નવી પેઇન્ટ રેન્જ પર્યાવરણ પ્રત્યે સભાન ગ્રાહકો માટે 2,000થી વધુ શેડ્સમાં ઉપલબ્ધ થશે

નેશનલ | ૨૧મી ઓક્ટોબર ૨૦૨૬ | JK Cement Limitedની સમૃદ્ધ વિરાસત અને નિષ્ણાતીના સહયોગથી કાર્યરત JK Maxx Paints દ્વારા સસ્ટેનબલ પેઇન્ટ્સની નવી બ્રાન્ડ ‘JK Naturals’ લોન્ચ કરવામાં આવી છે. આ બ્રાન્ડ હેઠળનું પ્રથમ ઉત્પાદન ‘JK Naturals Aura’ રજૂ કરવામાં આવ્યું છે, જેને ભારતના પ્રથમ ‘નેચર લવર્સ પેઇન્ટ’ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ નવી પહેલ ઘરનું સૌંદર્યવર્ધન અને દૈનિક જીવનમાં પર્યાવરણ પ્રત્યેની સભાનતાને એકસાથે સાંકળે છે.

આધુનિક ઘરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું ‘JK Naturals Aura Luxury Interior Emulsion’ 40%થી વધુ પર્યાવરણને અનુકૂળ ઘટકો ધરાવે છે, જેમાં 10%થી વધુ બાયો-બેઝ્ડ ઇમલ્શનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમાં હવા શુદ્ધ કરવાની ટેક્નોલોજી અને પ્રીમિયમ ફિનિશનો સમન્વય કરવામાં આવ્યો છે.

ડેનમાર્ક સ્થિત ક્લીનટેક કંપની અને રિસાયક્લિંગ ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની Shark Solutions સાથેના સહયોગથી વિકસાવવામાં આવેલું JK Naturals Aura, તેના ફોર્મ્યુલેશનમાં વપરાયેલ કાચમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલા રિસાયકલ્ડ PVB (પોલીવિનાઇલ બ્યુટાયરલ)નો ઉપયોગ કરે છે. આ પહેલ દ્વારા વપરાશ બાદના કચરાને પેઇન્ટના ઉત્પાદન માટે ઉપયોગી અને મૂલ્યવર્ધિત કાચા માલમાં રૂપાંતરિત કરીને સંસાધનોના પુનઃઉપયોગ અને પરિપત્ર અર્થતંત્રને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ ઉત્પાદનનું તબક્કાવાર બજાર પ્રવેશ ઑક્ટોબરના અંતથી નવેમ્બરના મધ્ય સુધી ઉત્તર ભારતમાં શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તેને સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

JK Naturals Auraમાં અદ્યતન હવા શુદ્ધિકરણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઘરની અંદરના વાતાવરણમાં રહેલા ફોર્માલ્ડિહાઇડનું પ્રમાણ ઘટાડવામાં અને અંદરની હવાની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થવા માટે તૈયાર કરવામાં આવી છે. રિસાયકલ્ડ અને બાયો-બેઝ્ડ સામગ્રીના ઉપયોગ સાથે આ પેઇન્ટમાં આકર્ષક ચમકદાર ફિનિશ અને ઉત્તમ સ્મૂધનેસનો સમન્વય કરવામાં આવ્યો છે. 2,000થી વધુ શેડ્સની વિશાળ શ્રેણી સાથે આ પ્રોડક્ટ ગ્રાહકોને પ્રીમિયમ ઇન્ટિરિયર ઇમલ્શનનો વિકલ્પ પૂરો પાડે છે. ઉત્પાદનની ટકાઉપણાની પ્રતિબદ્ધતાને વધુ વિસ્તૃત કરતાં તેમાં રિસાયકલ્ડ પેકેજિંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

લોન્ચ પ્રસંગે JK Maxx Paintsના વ્હાઇટ સિમેન્ટ અને પેઇન્ટ્સ વિભાગના બિઝનેસ હેડ શ્રી નીતિશ ચોપરાએ જણાવ્યું હતું કે, “JK Maxx Paints ખાતે અમે હંમેશાં ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ ઉકેલો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ‘JK Naturals’ના માધ્યમથી અમે ઘરનાં સૌંદર્યવર્ધનના ક્ષેત્રમાં ટકાઉપણાના અભિગમને આગળ ધપાવી રહ્યા છીએ. અમારી પ્રથમ પ્રોડક્ટ ‘JK Naturals Aura’ નવીન સામગ્રી, હવા શુદ્ધિકરણ ટેક્નોલોજી અને પ્રીમિયમ ફિનિશનો સમન્વય કરે છે, જે ગ્રાહકોને પોતાના ઘર માટે એક વિચારપૂર્વક પસંદ કરી શકાય તેવો વિકલ્પ પૂરો પાડે છે. Shark Solutions સાથેનો અમારો સહયોગ નવીન સામગ્રીના ઉપયોગની સંભાવનાઓને શોધવા અને ઉત્તમ કામગીરી સાથે પર્યાવરણીય જવાબદારીનું સંતુલન જાળવતાં ઉત્પાદનો વિકસાવવાના અમારા પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.”

આ લોન્ચના ભાગરૂપે JK Maxx Paints દ્વારા ઉત્પાદનના પેકેજિંગ પર આપવામાં આવેલા QR કોડના માધ્યમથી ‘પ્લેજ અ ટ્રી’ (વૃક્ષ વાવવાનો સંકલ્પ) પહેલ પણ શરૂ કરવામાં આવી છે. ગ્રાહકો QR કોડ સ્કેન કરીને વૃક્ષ વાવવાનો સંકલ્પ લઈ શકશે. ઑનલાઇન માધ્યમથી લેવામાં આવતા દરેક સંકલ્પ બદલ કંપની દ્વારા એક વૃક્ષ વાવવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ નાનાં પરંતુ અર્થપૂર્ણ પગલાં દ્વારા હરિયાળા ભવિષ્યના નિર્માણમાં ગ્રાહકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે.

આ અંગે વધુ માહિતી આપતાં JK Maxx Paintsના વ્હાઇટ સિમેન્ટ અને પેઇન્ટ્સ વિભાગના માર્કેટિંગ હેડ શ્રી અમનદીપ મલ્હારીએ જણાવ્યું હતું કે, “ઘર માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ તે ત્યાં રહેતા લોકોની પસંદગીઓ અને મૂલ્યોનું પ્રતિબિંબ પણ છે. ‘JK Naturals’ના માધ્યમથી અમે આ વિચારને સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે. આ પેઇન્ટ રેન્જ કુદરતની સુંદરતા અને આધુનિક જીવનશૈલીની જરૂરિયાતો વચ્ચે સુમેળ સ્થાપિત કરે છે. વૃક્ષારોપણની પહેલ પણ આ જ અભિગમનો એક ભાગ છે, જે ગ્રાહકોને હરિયાળા ભવિષ્યના નિર્માણ માટેના સામૂહિક પ્રયાસમાં જોડાવા પ્રોત્સાહિત કરે છે. અમારું માનવું છે કે જ્યારે ટકાઉપણાને ગ્રાહકોની રોજિંદી પસંદગીઓ અને ઘરનાં સૌંદર્યવર્ધન માટેનાં ઉત્પાદનો સાથે સાંકળવામાં આવે છે, ત્યારે તે તેમના જીવનનો અર્થપૂર્ણ હિસ્સો બની શકે છે.”

‘JK Naturals’ની વિચારધારા અને કુદરતથી પ્રેરિત ટકાઉ ઘર-સૌંદર્યવર્ધનના અભિગમને લોકો સુધી પહોંચાડવા માટે આ લોન્ચને ડિજિટલ ફિલ્મ દ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પહેલના માધ્યમથી JK Maxx Paintsનો ઉદ્દેશ સુંદર રહેણાંક જગ્યાઓનું નિર્માણ કરવાની સાથે ગ્રાહકોને પર્યાવરણ પ્રત્યે વધુ સભાન અને જવાબદાર પસંદગીઓ કરવા માટે પ્રેરિત કરવાનો છે.

Link to the digital film: https://www.youtube.com/watch?v=2G47OsWJl-Y

== સમાપ્ત ==

Related posts

એકમાત્ર સાધુમત એવો છે જે ક્યારેય ખરીદાતો નથી : મોરારી બાપુ

amdavadlive_editor

સુરતમાં પ્રીમિયમ ક્વોલિટી સિલ્વર જ્વેલરીનું અનોખું નામ – 92FIVE JEWELS : હર ઘર ખુશીઓ ફેલાવવાનું મિશન

amdavadlive_editor

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં શ્રી મોરારિબાપુ

amdavadlive_editor

Leave a Comment