27.1 C
Gujarat
October 16, 2026
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Usha એ પ્રકૃતિથી પ્રેરિત છ ડિઝાઇનર સીલિંગ ફેન સાથે Bloom Series ને આપ્યું નવું રૂપ

નવી દિલ્હી | ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ | ભારતની અગ્રણી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બ્રાન્ડ્સમાંની એક, Usha International એ તેના પ્રીમિયમ સીલિંગ ફેન પોર્ટફોલિયોને નવું રૂપ આપ્યું છે. કંપનીએ Usha Bloom Series અંતર્ગત છ આકર્ષક ફેન રજૂ કર્યા છે – Usha Bloom Sunspire Glow, Usha Bloom Lily Glow, Usha Bloom Lily Nova, Usha Bloom Dahlia, Usha Bloom Plumeria અને Usha Bloom Helenium. પ્રકૃતિના સૌંદર્યથી પ્રેરિત આ રેન્જ આધુનિક ઘરો માટે સમકાલીન સૌંદર્ય, ઊર્જા-કાર્યક્ષમ પર્ફોર્મન્સ અને વધુ આરામને એકસાથે લાવે છે.

આધુનિક ઇન્ટિરિયરને અનુરૂપ ડિઝાઇન કરાયેલી Bloom Series ફૂલોથી પ્રેરિત ડિઝાઇનને અદ્યતન BLDC ટેક્નોલોજી સાથે જોડે છે. પરિણામે, માત્ર 34W જેટલા ઓછા પાવર વપરાશમાં આ ફેન અત્યંત શાંતિથી અને ઊર્જા-કાર્યક્ષમ રીતે ચાલે છે. મોડેલ પ્રમાણે, આ ફેન 350 RPM સુધીની સ્પીડ સાથે 225 m³/min સુધીનું શક્તિશાળી હવાનું પરિભ્રમણ આપે છે. રોજિંદી સુવિધાને ધ્યાનમાં રાખીને આ રેન્જમાં dust- અને scratch-resistant બ્લેડ, ‘point anywhere’ RF રિમોટ, smart toggle recovery અને safety wire આપવામાં આવ્યાં છે, જ્યારે પસંદગીના મોડેલમાં Boost અને sleep/timer મોડ પણ ઉપલબ્ધ છે.

Usha Bloom Sunspire Glow અને Usha Bloom Lily Glow માં ત્રણ લાઇટિંગ મોડ ધરાવતી built-in LED under lights છે, જે આ રેન્જમાં એમ્બિયન્ટ લાઇટિંગનો ઉમેરો કરે છે. સૂર્યમુખીની તેજસ્વી હૂંફથી પ્રેરિત Sunspire Glow ઘરના ઇન્ટિરિયરમાં જીવંત રંગત ઉમેરે છે, જ્યારે Lily Glow વધુ સૌમ્ય અને શાંત દેખાવ આપે છે.

Usha Bloom Lily Nova, Dahlia, Plumeria અને Helenium ને bidirectional, all-season ફેન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ઉનાળામાં તે હવાનું પરિભ્રમણ સુધારવામાં મદદ કરે છે, જ્યારે શિયાળામાં ગરમ હવાને વધુ સમાન રીતે ફેલાવે છે. Lily Nova રેન્જમાં વધુ નિયંત્રણ અને સુવિધા માટે Boost mode અને sleep/timer settings જેવી સુવિધાઓ છે.

White & Light Green, White & Saffron Yellow, White & Light Pink અને White & Misty Rose જેવાં આધુનિક કલર કોમ્બિનેશનમાં ઉપલબ્ધ Bloom Series ગ્રાહકોને રોજિંદા આરામની સાથે તેમના ઘરમાં વિશિષ્ટ રંગ અને આગવું વ્યક્તિત્વ ઉમેરવાની તક આપે છે.

Usha Bloom Series ની કિંમત તમામ કર સહિત ₹7,152 થી ₹10,296 ની વચ્ચે છે.

Usha Bloom Lily Glow – ₹10,296

Usha Bloom Sunspire Glow – ₹9,450

Usha Bloom Dahlia – ₹9,708

Usha Bloom Helenium – ₹8,883

Usha Bloom Lily Nova – ₹8,244

Usha Bloom Plumeria – ₹7,152

આ લોન્ચ સાથે, Usha ડિઝાઇન, ઇનોવેશન અને ઊર્જા કાર્યક્ષમતાને એકસાથે લાવવા પરનું પોતાનું ધ્યાન વધુ મજબૂત બનાવી રહી છે. કંપની એવાં ઉત્પાદનો રજૂ કરે છે, જે આધુનિક જીવનશૈલીને અનુરૂપ હોય અને ઘરમાં વધુ આરામ તથા આગવી ઓળખ ઉમેરે.

Usha હોમ એપ્લાયન્સિસ વિશે વધુ માહિતી માટે https://www.ushafans.com/ ની મુલાકાત લો.

== સમાપ્ત ==

Related posts

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન AMA ખાતે ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સ અને પુસ્તક વિમોચનનું આયોજન કરવામાં આવ્યું

amdavadlive_editor

ગૌમાતા સર્વ ધર્મમયી છે,સર્વ ઔષધમયી,સર્વ દેવમયી,સર્વ ધામમયી છે.

amdavadlive_editor

સ્ટાર એરે કોલ્હાપુર અને અમદાવાદને સીધી ઉડાણ શરૂ કરી

amdavadlive_editor

Leave a Comment