30.6 C
Gujarat
October 12, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

GE એરોસ્પેસએ ભારતના ઉડ્ડયન ઉદ્યોગની વૃદ્ધિને પહોંચી વળવા માટે સહાય કરવા દેશમાં સપ્લાયર ખર્ચને આશરે બમણો કરવાની ઘોષણા કરી

  • આ સમાચાર એવા પ્રથમ અહેવાલ સાથે સુસંગત છે જે ભારતની ભવિષ્યની વૃદ્ધિને વેગ આપવામાં GE એરોસ્પેસના ઐતિહાસિક અસરનું મૂલ્યાંકન કરે છે.
  • એડવાન્સ એન્જિન ટેક્નોલોજી અને કામગીરી વિશ્વસનીયતા ભારતના વિકસતા ઉડ્ડયન ક્ષેત્રમાં કનેક્ટિવિટીને વેગ આપવામાં મદદ કરે છે.

નવી દિલ્હી, ભારત | ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ | GE એરોસ્પેસ (NYSE:GE)એ ઉડ્ડયન ઉદ્યોગમાં ફ્લાઇટ અને અગ્રણીયતા માટે ભારતની વધી રહેલી માંગને પહોંચી વળવા માટે દેશમાં સપ્લાયર ખર્ચને આશરે બમણો કરવાની યોજનાની ઘોષણા કરી છે. આ ઘોષણા અર્ન્સ્ટ એન્ડ યંગ (EY) દ્વારા તૈયાર કરાયેલ સમાચાર અહેવાલ, Powering Progress: GE Aerospace’s Economic Impact in India (‘પાવરિંગ પ્રોગ્રેસ: GE એરોસ્પેસનું ભારતમાં આર્થિક યોગદાન’) કે જે, ભારતમાં GE એરોસ્પેસના ચાર દાયકાના કાર્યકાળની વ્યાવસાયિક ઉડ્ડયન, સંરક્ષણ, ઉત્પાદન અને એન્જિનિયરિંગ ક્ષેત્રો પર પડેલી અસરોનું પ્રથમ વ્યાપક મૂલ્યાંકન છે તેની સાથે સુસંગત છે. આ અહેવાલ GE એરોસ્પેસ દ્વારા આયોજિત ઉદ્યોગ માંધાતાઓના મેળાવડા એવા ‘ઇન્ડિયા ટેકીંગ ફ્લાઇટ-એવિયેશન, ઇનોવેશન અને વિકસિત ભારત 2047નો માર્ગ’ ખાતે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

ભારતની ઘરેલુ વ્યાપારી એરલાઇન્સે FY26માં 19 અબજ ડોલર અબજની આવક ઉત્પન્ન કરી હતી જે દેશના ઝડપથી વિકસતા ઉડ્ડયન ક્ષેત્રોની મજબૂતાઇને પ્રદર્શિત કરે છે. એડવાન્સ્ડ એન્જિન ટેકનોલોજી અને ઉચ્ચ સ્તરની વિશ્વસનીયતા અને કામગીરી પર્ફોમન્સ મારફતે, GE એરોસ્પેસ એવી કનેક્ટિવિટી અને કાર્યક્ષમતાને મદદ કરે છે જે અંદાજિત 370,000 સીધી રોજગારીઓ ટકાવી રાખવાની ઉડ્ડયન ઇકોસિસ્ટમને ટેકો આપે છે.

અહેવાલના અનુસાર વ્યાપારી એન્જિન્સ કે જે GE એરોસ્પેસ અને તેના ભાગીદાર દ્વારા બનાવવામાં આવ્યા છે અને તે ડિસેમ્બર 2025ના રોજ 1,400 એન્જિન્સ કરતા વધુ ભારતમાં મોટાભાગની વ્યાપારી એરલાઇન્સને સજ્જ કરે છે. તે એન્જિનોએ ભારતની કેરિયર્સને વિશ્વમાં સૌથી વધુ 88.2% પેસેન્જર લોડ ફેક્ટર હાંસલ કરવામાં અને દૈનિક 12થી 14 કલાકનો એરક્રાફ્ટ યુટિલાઇઝેશન દર મેળવવામાં મદદ કરી છે, જે વૈશ્વિક આંકડાઓથી ઘણી વધુ છે.

“ભારતની વ્યાપારી ઉડ્ડયન વૃદ્ધિ વિશ્વમાં અનેક ઝડપી દરોમાંની એક છે અને આજનો અહેવાલ દર્શાવે છે કે આજનો અહેવાલ દર્શાવે છે કે અહીં અમારી પ્રતિબદ્ધતા માત્ર એન્જિન વેચવા પૂરતી સીમિત નથી, પરંતુ તેનાથી ઘણી વધુ  છે,” એમ GE એરોસ્પેસના દક્ષિણ એશિયાના સીઇઓ  વિક્રમ રાઇએ જણાવતા ઉમેર્યું હતું કે ” આ બાબત પુણેમાં મશીનિંગ દ્વારા તૈયાર કરાયેલા કોમ્પોનન્ટસ , બેંગલુરુમાં થયેલી નવીનતા અને ભારતના એરોસ્પેસ ઉદ્યોગની આગામી પેઢીનું નિર્માણ કરી રહેલા અમારા વિશ્વાસુ ગ્રાહકોમાં સમાયેલી છે. ભારત જ્યારે ‘વિકસિત ભારત’ના લક્ષ્યોને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમના વિકાસ માટેના ખર્ચમાં બમણો વધારો કરવો એ વધતી જતી માંગને પૂરી કરવામાં મદદરૂપ થશે.”

ઉડ્ડયન વૃદ્ધિના દાયકા માટે સ્થિતો

વર્ષ 2047 સુધીમાં એરપોર્ટસની સંખ્યા 163થી વધીને 350 સુધી પહોંચવાની છે ત્યારે ભારત સરકાર 2040 સુધીમાં વાર્ષિક ઘરેલું પેસેન્જર ટ્રાફિક 1.1 અબજ સુધી પહોંચશે તેવો અંદાજ સેવે છે, જે FY26ના 340 મિલીયનથી વધુ છે.

માંગને પહોંચી વળવા માટે, ભારત અને દક્ષિણ એશિયાને 2044 સુધીમાં 3,300 વધારાના એરક્રાફ્ટ અથવા 6,600 એન્જિન્સની જરૂર પડશે. જુલાઈ 2026માં, ઇન્ડિગોએ 510 એરબસ A320નિયો ફેમિલીના વિમાનો માટે 1,000થી વધુ LEAP-1A એન્જિનનો ઓર્ડર આપવા માટે CFM ઇન્ટરનેશનલ સાથે એક સમજૂતી કરાર (MoU)ની જાહેરાત કરી હતી. આ LEAP એન્જિન માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો સિંગલ ઓર્ડર અને CFM ઇન્ટરનેશનલ માટે એક વિક્રમ હતો; આ કરારમાં ઇન્ડિગોની આગામી એન્જિન MRO (મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ) સુવિધા સ્થાપવામાં સહાયનો પણ સમાવેશ થતો હતો. ભારતીય એરલાઇન્સ પાસે હાલમાં જે અંદાજે 1,500 નવા વિમાનોના ઓર્ડર છે, તેમાંથી મોટાભાગના વિમાનોને GE એરોસ્પેસ અને તેની ભાગીદાર કંપનીઓના એન્જિન દ્વારા સંચાલિત કરવામાં આવે તેવી અપેક્ષા છે; આ તકનું મૂલ્ય ભારતની મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ ઉદ્યોગ માટે 5.5 અબજ ડોલરથી વધુ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

ટકાઉ રોકાણ દ્વારા ઉત્પાગદન પાયાનું નિર્માણ કરાયું

GE એરોસ્પેસની પૂણે ખાતેની સૌપ્રથમ સુવિદ્યાની સ્થાપના 200 મિલીયન ડોલરના રોકાણ સાથે કરવામાં આવી હતી. 2024થી, કંપનીએ ઓટોમેશનનો વિસ્તાર કરવા, ચોકસાઇ પૂર્વકની-ઉત્પાદન ક્ષમતાઓ વધારવા અને કાર્યબળ વિકાસને આગળ વધારવા માટે લગભગ 55 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આ રોકાણોએ ભારતમાં GE એરોસ્પેસની ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવી છે, જેને એક વ્યાપક સપ્લાયર નેટવર્ક દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે જેમાં 17 મુખ્ય સ્થાનિક ભાગીદારો – નાના અને મધ્યમ કદના સાહસો સહિત – અને પુણે સુવિધાનો સમાવેશ થાય છે. GE એરોસ્પેસે 2025માં આ દેશમાં પુરવઠા શ્રૃંખલા પર આશરે 200 મિલિયન ડોલર ખર્ચ્યા હતા, જે રોકાણ તે 2030 સુધીમાં વધેલી માંગને પહોંચી વળવા માટે બમણું કરવાની યોજના ધરાવે છે.

2015થી આશરે 5,000 ઉત્પાદન એસોસિયેટ્સ પૂણે સુવિધાના એપ્રેન્ટિસ કાર્યક્રમમાંથી સ્નાતક થયા છે, જેમાં દર વર્ષે 400થી 500 નવા એપ્રેન્ટીસની નોંધણી થાય છે. બેંગલુરુમાં, એન્જિનિયરિંગ પ્રતિભા વિકાસ કાર્યક્રમો અને શૈક્ષણિક સંશોધન ભાગીદારી, જેમાં IIT મદ્રાસ સાથે એક મુખ્ય સંયુક્ત નવીનતા કાર્યક્રમનો સમાવેશ થાય છે જેણે સ્થાનિક રીતે ડિઝાઇન અને નિર્મિત માઇક્રો ટર્બોમશીનનું ઉત્પાદન કર્યું હતું, ભારતના એરોસ્પેસ એન્જિનિયરિંગ આધારને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે.

આત્મ-નિર્ભર લક્ષ્યાંકોમાં કેન્દ્રિત સંરક્ષણ ભાગીદારી

GE એરોસ્પેસના એન્જિન્સ ભારતના આત્મ-નિર્ભ લક્ષ્યાંકોમાં પણ કેન્દ્રિત છે. 1986થી, કંપનીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે LM2500 નેવલ એન્જિન અને F404-IN20 એન્જિન, જે ભારતનાં તેજસ Mk1 હળવા લડાયક વિમાનને સંચાલિત કરે છે તેના માટે ભાગીદારી કરી છે; આ એવું પ્લેટફોર્મ છે જેના 4,000થી વધુ એન્જિન 16 દેશોમાં કાર્યરત છે.

2023ના સમજૂતિ કરારમાં તેજસ Mk2 પ્રોગ્રામ માટે F414 એન્જિનના સંભવિત સ્થાનિક ઉત્પાદનનો સમાવેશ થાય છે, જે અંતિમ કરારો અને મંજૂરીઓને આધીન છે. GE એરોસ્પેસે ભારતીય વાયુસેના સાથે અપાચે હેલિકોપ્ટર એન્જિન માટે પાંચ વર્ષનો ‘પર્ફોર્મન્સ-બેસ્ડ લોજિસ્ટિક્સ’ કરાર કર્યો છે, તેમજ F404-IN20 એન્જિન માટે દેશમાં જ ડેપો સુવિધા સ્થાપવા અંગેનો એક અલગ કરાર પણ કર્યો છે.

બેંગલુરુ સ્થિત એન્જિનિયરિંગ અને નવીનતા

GE એરોસ્પેસનું બેંગલુરુ ટેકનોલોજી કેન્દ્રની સ્થાપના 2000માં 200 મિલીયન ડોલરના રોકાણ સાથે કરવામાં આવી હતી, જે અમેરિકાની બહાર તે પ્રકારેના સૌપ્રથમ સંશોધન અને એન્જિનીયરીંગ કેન્દ્રોમાંનું હતું. ત્યારથી, તેણે ઉડ્ડયન ક્ષેત્રે 1,000થી વધુ પેટન્ટ્સ મેળવી છે અને વિશ્વના સૌથી શક્તિશાળી જેટ એન્જિન એવા GE9Xની ડિઝાઈન, વિકાસ અને પ્રમાણપત્ર પ્રક્રિયામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેના એન્જિનિયરો GE90, GP7200, GEnx અને GE9X એન્જિનો માટે ડિઝાઈન સંબંધિત મુખ્ય જવાબદારીઓ સંભાળે છે; સાથે જ તેઓ CFM RISE** પ્રોગ્રામમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય ટકાઉપણું અંગે ગ્રાહકોની અપેક્ષાઓને પૂર્ણ કરવાની સાથે ઈંધણ કાર્યક્ષમતામાં 20%નો સુધારો કરવાનો છે. આ કેન્દ્રની ડિજિટલ ટેક્નોલોજી ટીમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા GE એરોસ્પેસની વૈશ્વિક પુરવઠા શ્રૃંખલા, MRO અને વેચાણ કામગીરીમાં સહયોગ પૂરો પાડે છે.

તેની સાથે, આ રોકાણો ચાર દાયકાની GE એરોસ્પેસની દેશની પોતાની ઉડ્ડયન ક્ષેત્રેની મહત્ત્વાકાંક્ષાઓ અનુસાર ભારતની એરોસ્પેસ ક્ષમતા, ઉત્પાદન, એન્જિનીયરીંગ અને સંરક્ષણ ક્ષેત્રેની આત્મ-નિર્ભરતાનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે.

સંપૂર્ણ અહેવાલ ડાઉનલોડ કરો | https://www.geaerospace.com/india-taking-flight-2026

* CFM ઇન્ટરનેશનલ, જે GE એરોસ્પેસ અને સેફ્રાન એરક્રાફ્ટ એન્જિન્સ વચ્ચેનું 50-50ની સંયુક્ત સાહસ છે

** ‘રિવોલ્યુશનરી ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એન્જિન્સ’ (RISE) એ CFM ઇન્ટરનેશનલ, એ GE એરોસ્પેસ અને સેફ્રાન એરક્રાફ્ટ એન્જિન્સ વચ્ચેનું 50-50ની સંયુક્ત સાહસ છે, તેનો એક ટેક્નોલોજી નિદર્શન કાર્યક્રમ છે. તે વ્યાપારી વેચાણ માટે રજૂ કરવામાં આવેલ કોઈ પ્રોડક્ટ નથી.

== સમાપ્ત ==

Related posts

કોકા-કોલાએ પ્રથમ ત્રિમાસિક 2024નાં પરિણામો જાહેર કર્યાં

amdavadlive_editor

SFA ચેમ્પિયનશિપ 2024: અમદાવાદના એથ્લિટ્સની સંખ્યા બમણી થઈ, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો રમવા ઉતરશે

amdavadlive_editor

ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 પ્રી- ઓર્ડર્સે S25 સિરીઝ સાથે બરાબરી કરીઃ ભારતમાં ફ્લેગશિપ માટે નવું સીમાચિહન સ્થાપિત કર્યું

amdavadlive_editor

Leave a Comment