26.9 C
Gujarat
September 19, 2026
Amdavad Live
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

BNI અમદાવાદે ‘BNI ગરબા 2026’ની જાહેરાત કરી; અમદાવાદના પ્રથમ ‘માસ્કરેડ ગરબા’નું આયોજન કરશે.

નવરાત્રિની ઉજવણીના ભાગરૂપે BNI ગરબાની 13મી આવૃત્તિ 11 ઓક્ટોબરે વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા માસ્ટર ફાર્મ ખાતે શુભારંભ થશે.

અમદાવાદ, ગુજરાત | ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ | BNI અમદાવાદે સત્તાવાર રીતે BNI ગરબા 2026નું અનાવરણ કર્યું છે, જે 11 ઓક્ટોબરે નવરાત્રીની ઉજવણીના પ્રથમ દિવસ માટે મંચ તૈયાર કરશે. 13મા વર્ષમાં પ્રવેશી રહેલું BNI ગરબા આ વર્ષે તેની વાર્ષિક ઉજવણીમાં એક નવો આયામ ઉમેરશે. અમદાવાદમાં પ્રથમ વખત માસ્કરેડ ગરબાનું આયોજન કરવામાં આવશે, જેમાં પરંપરાગત ગરબા, સંગીત અને નૃત્ય સાથે રહસ્ય અને આનંદસભર માહોલનો અનોખો સમન્વય જોવા મળશે.

એ. શ્રીધર દ્વારા પ્રસ્તુત અને કાર્ઝ બઝાર દ્વારા સંચાલિત, BNI ગરબા 2026નું ગુરુવારે BNI અમદાવાદના સભ્યો તેમજ તેમના પરિવારજનો, મિત્રો અને મહેમાનોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવરાત્રીના પ્રથમ દિવસ માટે આયોજિત ભવ્ય ઉજવણીની પ્રથમ ઝલક જોવા મળી હતી. માસ્કરેડ થીમ દ્વારા પરંપરાગત ગરબાની ઉજવણીમાં એક નવો અને અનોખો રંગ ઉમેરવામાં આવ્યો છે.

છેલ્લા 13 વર્ષમાં, BNI ગરબા માત્ર BNI સભ્યોના મેળાવડાથી વિકસીને એક ભવ્ય નવરાત્રી ઉત્સવમાં પરિવર્તિત થયો છે, જેમાં હજારો ઉદ્યોગસાહસિકો, પરિવારો અને મિત્રો એકસાથે જોડાય છે. નવરાત્રીની પ્રથમ રાત્રિએ યોજાતો આ કાર્યક્રમ BNI પરિવાર માટે ગુજરાતી સંસ્કૃતિની ઉજવણી કરવા, તહેવારના ઉત્સાહનો આનંદ માણવા અને પોતાના વ્યાવસાયિક નેટવર્કથી આગળ વધીને એકબીજા સાથે સમય વિતાવવા માટેનો વાર્ષિક અવસર બની ગયો છે.

આ વર્ષની ઉજવણીમાં માસ્કરેડ થીમ એક અનોખું રહસ્ય અને રોમાંચ ઉમેરશે. મહેમાનો એવી સાંજનો અનુભવ કરશે, જ્યાં ગરબાની પરિચિત ધૂન સાથે ‘માસ્કરેડનો રહસ્યમય માહોલ જોવા મળશે. પરંપરાગત સંગીત, ઉત્સવમય સજાવટ અને ડાન્સ ફ્લોરનો ઉત્સાહ નવરાત્રીની મૂળ ભાવનાને જાળવી રાખશે, જ્યારે માસ્ક, દાંડિયા અને વિશિષ્ટ થીમ સમગ્ર અનુભવમાં આશ્ચર્ય અને આનંદસભર માહોલનો ઉમેરો કરશે.

યશ વસંત, ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, BNI અમદાવાદે જણાવ્યું હતું કે, અમારા માટે BNI ગરબા હંમેશાં માત્ર સંગીત અને નૃત્યની એક સાંજથી ઘણું વિશેષ રહ્યું છે. છેલ્લા 13 વર્ષોમાં, તે આપણી સંસ્કૃતિ, આપણા સંબંધો અને BNI પરિવારની ઓળખ સમાન એકતાની ભાવનાની અદભુત ઉજવણીમાં પરિવર્તિત થયો છે. દરેક આવૃત્તિએ સફરમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે અને વર્ષે અમે કંઈક એવું સર્જવા માગતા હતા, જે અલગ, આનંદસભર અને રસપ્રદ અનુભવ આપે.” 

“માસ્કરેડ થીમ દરેક વ્યક્તિને પોતાની પસંદગી મુજબ પોતાની જાતને વ્યક્ત કરવાની તક આપે છે. તમારા પદ અને ભૂમિકાઓને થોડા સમય માટે ભૂલી જાઓ, તમારી અંદરના બાળકને બહાર લાવો અને ગરબામાં સંપૂર્ણપણે તલ્લીન થઈ જાઓ. અમે ઇચ્છીએ છીએ કે ગરબાપ્રેમીઓ ઉત્સુકતા સાથે અહીં આવે, સંગીતમાં પોતાને સંપૂર્ણપણે ખોવી દે અને અંતિમ તાલ વાગી ગયા બાદ પણ લાંબા સમય સુધી યાદ રહે તેવી સુંદર યાદો સાથે પરત ફરે. ગરબાની મૂળ ભાવનાને કેન્દ્રમાં રાખીને અમદાવાદને નવરાત્રીની એક નવી અને અનોખી અભિવ્યક્તિ આપવાનો આ અમારો પ્રયાસ છે.”

BNI ગરબા 2026નું આયોજન વૈષ્ણોદેવી સર્કલ નજીક સરદારધામની બાજુમાં આવેલા માસ્ટર ફાર્મ ખાતે કરવામાં આવશે. 2.70 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ નવા સ્થળે 40,000 ચોરસ ફૂટનો વિશેષ ગરબા રમવાનો વિસ્તાર બનાવવામાં આવ્યો છે, જે ઉજવણી માટે વધુ વિશાળ માહોલ પૂરો પાડશે અને ગરબાપ્રેમીઓને સમગ્ર સાંજ દરમિયાન ઉત્સાહપૂર્વક ગરબાની મજા માણવા માટે વધુ જગ્યા મળશે.

ઔપચારિક અનાવરણ સાથે જ BNI ગરબા 2026 માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આયોજકોએ BNI પરિવાર અને ગરબાપ્રેમીઓને નવરાત્રીની પ્રથમ રાત્રિએ યોજાનારી આ ઉજવણીમાં જોડાવા અને રહસ્યમય નવા રંગ સાથે ગરબાની પરંપરાગત ઊર્જાનો અનુભવ કરવા આમંત્રણ આપ્યું છે. આ ઉજવણી #PehliNavratriBNIRatri અને #AapdaGarbaBNIGarbaની ભાવનાને આગળ ધપાવશે.

== સમાપ્ત ==

Related posts

જહં જહં ચરન રખે રઘુરાઇ: અલૌકિક અધ્યાતમ યાત્રાની અયોધ્યામાં રામ રાજ્યાભિષેકની સાથે પૂર્ણાહૂતિ

amdavadlive_editor

ટ્રાવેલપોર્ટ, કોગ્નિઝન્ટ અને એન્થ્રોપિક એ AI યુગ માટે ટ્રાવેલ ટેકનોલોજીને શક્તિ આપવા સહયોગ કર્યો.

amdavadlive_editor

ગૌમાતાનો રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે સોમવારે સવારે કેસરગઢ ગૌશાળાથી ૫૦૦ ગાડીઓના કાફલો અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચશે

amdavadlive_editor

Leave a Comment