26.9 C
Gujarat
September 18, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કાફે અકાસા ફરી લઈને આવી છે તેનું નવરોઝ સ્પેશિયલ ભોજન, આકાશમાં પારસી સ્વાદની ઉજવણી

રાષ્ટ્રીય | ૦૫ ઓગસ્ટ ૨૦૨૬ | અકાસા એરની ઑનબોર્ડ ભોજન સેવા કાફે અકાસા, તેના નવરોઝ સ્પેશિયલ ભોજનના બીજા એડિશન સાથે પારસી નવા વર્ષની ઉજવણી કરી રહી છે. આ સેવા પ્રવાસીઓને આકાશમાં ઉડાન વખતે પારસી ભોજનના વિશિષ્ટ સ્વાદનો અનુભવ કરવા માટે આમંત્રણ આપે છે. ભોજનમાં પારસી ચિકન ખીમા પાઇની સાથે પાત્રાનું ચિકન સલાડ, કેસર ચોખાની ખીર અને તમારી પસંદગીના પીણા પીરસવામાં આવે છે.

ઓગસ્ટ 2026 દરમિયાન ઉપલબ્ધ, આ ભોજન માટે અકાસા એરની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પરથી
પ્રી-બુકિંગ કરી શકાય છે.

નવરોઝ એટલે કે “નવો દિવસ”, જે નવીકરણ, કૃતજ્ઞતા અને એકતા સાથે સંકળાયેલો તહેવાર છે. તેની ઉજવણીમાં ભોજન મુખ્ય ભૂમિકા ભજવે છે.

પરંપરાગત પારસી રાંધણકળાના વારસાથી પ્રેરાઈને વિચારપૂર્વક તૈયાર કરાયેલા આ મેનૂમાં નવરોઝની ભાવનાને ધ્યાનમાં રાખી છે, જેથી ગ્રાહકો મુસાફરીની સાથે-સાથે ઉત્સવોનો અસલ સ્વાદ પણ માણી શકે છે.

આખા વર્ષ દરમિયાન ખાસ તૈયાર કરવામાં આવેલા લિમિટેડ-એડિશન મેનૂમાં, કાફે અકાસા મોસમી ક્ષણોની ઉજવણી કરીને અને ગ્રાહકોની પસંદગીઓને આગળ કરીને વિમાનમાં મુસાફરીના અનુભવને સતત સમૃદ્ધ બનાવે છે, જેનાથી મુસાફરો જ્યારે પણ ઉડાન ભરે ત્યારે કંઈક નવું જોવા મળશે તેની ખાતરી થાય છે.

અકાસા એર દ્વારા ઓગસ્ટ 2022માં ઉડ્ડયન સેવા શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં, વિવિધ ઉજવણીઓ સાથે સંકળાયેલી પ્રાદેશિક વિશેષતાઓને પ્રતિબિંબિત કરતા ખાસ તૈયાર કરવામાં આવેલા ભોજનના વિકલ્પો પૂરા પાડવા માટે તે પ્રતિબદ્ધ રહી છે. મકરસંક્રાંતિથી લઈને વેલેન્ટાઇન ડે, હોળી, ઈદ, ઇસ્ટર, મધર્સ ડે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, નવરોઝ, ઓણમ, ગણેશ ચતુર્થી, દશેરા, દિવાળી, બાળ દિવસ અને નાતાલ સુધીના દરેક તહેવારમાં, કાફે અકાસા ઉત્સવના ભોજન સાથે ઉડાનનો અનુભવ નિરંતર ઉન્નત કરે છે. આકાશમાં પોતાના પ્રિયજનો સાથે ખાસ પ્રસંગોની ઉજવણી કરવા માંગતા હોય તેવા મુસાફરોને એરલાઇન દ્વારા તેના નિયમિત મેનૂ પર અગાઉથી પસંદ કરેલી કેકની સવલત પણ આપવામાં આવે છે.

કાફે અકાસા દ્વારા વારંવાર રિફ્રેશ કરવામાં આવતા મેનૂમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન, નાસ્તા અને તાજગીભર્યા પીણાં સામેલ કરીને વિચારપૂર્વક તૈયાર કરવામાં આવે છે, જેનાથી તેમાં વિવિધ પ્રકારના આહાર અને વાનગીઓની પસંદગીઓને પૂરી કરવા માટે કંઈકને કંઈક હોય તેની ખાતરી થઈ શકે. મેનૂમાં 45થી વધુ ભોજનના વિકલ્પો આપવામાં આવે છે, જેમાં ફ્યુઝન ભોજન, પ્રાદેશિક સ્વાદ સાથે એપેટાઇઝર્સ અને ડિકેડેન્ટ મીઠાઈઓ સામેલ છે. આ બધુ જ ભારતભરના પ્રતિષ્ઠિત શેફ દ્વારા ખાસ તૈયાર કરાય છે.

== સમાપ્ત ==

Related posts

વિદિત શર્મા, યુથ એમ્બેસેડર – ગુજરાત સરકાર, સંસદ સત્રના અંતિમ દિવસે સાક્ષી બન્યા; “માઈન્ડ સ્ટ્રોંગ ઈન્ડિયા” વિઝનને આગળ વધાર્યું

amdavadlive_editor

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગાંધીનગરમાં વેસ્ટર્ન રીજન રાઉન્ડનો પ્રારંભ

amdavadlive_editor

અયોધ્યામાં રામ યાત્રાનું સમાપન થયું

amdavadlive_editor

Leave a Comment