27.4 C
Gujarat
October 7, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

ભારતના 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે 2,000 જાવા, યેઝદી અને બીએસએ રાઇડર્સ એક સાથે આવ્યા

મુંબઈ | ૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ | ભારતના 80માં સ્વતંત્રતા દિવસના અવસર પર જાવા, યેઝદી અને બીએસએના રાઇડર્સે નોમેડ્સ બેનર હેઠળ દેશભરમાં રાઇડ્સમાં ભાગ લીધો હતો. આ પહેલે મોટરસાઇકલિંગના હૃદયમાં રહેલી સ્વતંત્રતાની ભાવનાની ઉજવણી કરી હતી.

સ્વતંત્રતા દિવસની રાઇડમાં 150 ડીલરશીપ મારફતે 2,000થી વધુ રાઇડર્સ એક સાથે આવ્યા હતા, જે વિવિધ બેકગ્રાઉન્ડ, વયજૂથો અને રાઇડિંગ સ્ટાઇલ્સને રજૂ કરે છે. આ પહેલે મિત્રતા અને સહિયારા જુસ્સાની ભાવનાને પ્રતિબિંબિત કરી હતી, જે જાવા, યેઝદી અને બીએસએ કોમ્યુનિટિમાં રાઇડર્સને જોડવાનું જારી રાખે છે.

નોમેડ્સ જાવા, યેઝદી અને બીએસએ રાઇડર્સ માટે સહિયારી ઓળખ તરીકે કાર્ય કરે છે, જે બ્રાન્ડ્સ, પ્રદેશો અને પેઢીઓથી આગળ જાય છે. રાઇડર્સ દ્વારા નિર્મિત અને સહિયારા અનુભવોથી આકાર પામેલ, આ પહેલ પોતાના કબીલાની સાથે રાઇડ કરવાના સમાવેશક આનંદ અને ઉત્સાહને વ્યક્ત કરે છે.

તાજેતરમાં, ક્લાસિક લિજેન્ડ્સે ભારતીય સૈનિકોની હિંમત, સેવા અને બલિદાનને શ્રદ્ધાંજલી આપવા માટે શૌર્ય વિજય યાત્રા માટે ભારતીય સશસ્ત્ર દળો સાથે ભાગીદારી કરી હતી. સ્વતંત્રતા દિવસની રાઇડે રાષ્ટ્ર-ગૌરવની સમાન ભાવનાને પ્રતિંબિંબિત કરી હતી, જેમાં રાઇડર્સને રાષ્ટ્ર અને મોટરસાઇકલિંગ બંનેને વ્યાખ્યાયિત કરતી સ્વતંત્રતાની ઉજવણી કરવાની તક મળી હતી.

ક્લાસિક લિજેન્ડ્સના સહ-સ્થાપક અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, “મોટરસાઇક્લિંગના હૃદયમાં તમારો પોતાનો માર્ગ પસંદ કરવાની સ્વતંત્રતા અને તે સફર અન્યો સાથે શેર કરવાનો આનંદ રહેલા છે. સ્વતંત્રતા દિવસ, આઝાદી શક્ય બની છે એવા મૂલ્યો અને તેનું રક્ષણ કરવાનું જારી રાખતા બલીદાનોની યાદ અપાવે છે. પાછલા મહિને, કારગિલ વિજય દિવસ પર, આપણને આપણા સૈનિકોની હિંમત, સેવા અને બલીદાનનું સન્માન કરવાની તક મળી હતી. આજે, નોમેડ્સ મારફતે, વિવિધ પ્રદેશોના અને પેઢીઓના રાઇડર્સ આપણા સશસ્ત્ર દળો દ્વારા સ્વતંત્રતાની જે ભાવના પ્રદર્શિત થાય છે તેની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા.”

નોમેડ્સ કોમ્યુનિટી જેમ જેમ વધી રહી છે તેમ તેમ આવા પ્રકારની રાઇડ્સ અને પહેલો દેશભરમાં જાવા, યેઝદી અને બીએસએ રાઇડ્સ વચ્ચેનાં બંધનને વધુ મજબૂત બનાવશે, જે મોટરસાઇકલિંગ માટેના સહિયારા જુસ્સા મારફતે ગાઢ જોડાણોને વેગ આપશે.

== સમાપ્ત ==

Related posts

મીશોએ પ્રોજેક્ટ વિશ્વાસની મદદથી ઓનલાઈન છેતરપિંડી સામે ઝુંબેશ વધુ તીવ્ર બનાવી

amdavadlive_editor

ખેલોમોર ભારતની સૌથી મોટી પિકલબોલ કલબ અમદાવાદની બેઈનબ્રિજ પિકલબોલ ક્લબ સાથે જોડાય છે

amdavadlive_editor

બુધવારે ઇન્ડિયન ઓઇલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ-2024ના ડેબ્યુટન્ટ્સના મુકાબલામાં અમદાવાદ એસજી પાઇપર્સ અને જયપુર પેટ્રિયોટ્સ ટકરાશે, બંને ટીમનું નોકઆઉટ સુધી પહોંચવાનું લક્ષ્ય

amdavadlive_editor

Leave a Comment