33.2 C
Gujarat
September 20, 2024
Amdavad Live
ગુજરાતરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (એઇએસએલ) એ આગામી ડૉ. કલામ, ડૉ. એચજી ખુરાના, ડૉ. એમ.એસ. સ્વામીનાથન અને સર જે.સી. બોઝને શોધ માટે ‘એન્થે-2024’ લૉન્ચ કર્યું

• એન્થે, એઇએસએલ નેશનલ સ્કોલરશિપ એક્ઝામ 19 થી 27 ઑક્ટોબર 2024 સુધી ઑનલાઇન અને ઑફલાઇન લેવાશે
• ધોરણ 7 થી 10માં ટોચના 100 વિદ્યાર્થીઓ અને ધોરણ 11 – 12માં ટોચના 50 વિદ્યાર્થીઓ માટે 100% સુધીની સ્કોલરશિપ તેમજ રોકડ પુરસ્કારો
• પાંચ વિદ્યાર્થીઓ કેનેડી સ્પેસ સેન્ટર, ફ્લોરિડા, યુએસએની 5-દિવસના તમામ ખર્ચની ચૂકવણીની સફર જીતશે
• ગયા વર્ષે 11.8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
• ઘણા ટોપર્સ (નીટ યુજી અને જેઇઇ મેન અને એડવાન્સ) એ  એન્થે સાથે પોતાની જર્નીશરૂ કરી
• રજિસ્ટ્રેશન ચાલુ થઇ ગયું છે. વિદ્યાર્થીઓ/પેરેન્ટ્સ કાં તો anthe.aakash.ac.in પર ઑનલાઇન અરજી કરી શકે છે અથવા તેમના શહેરમાં આકાશના નજીકના કેન્દ્રની મુલાકાત લઈ શકે છે.

મહેસાણા, 12 ઓગસ્ટ, 2024: પોતાની ફ્લેગશિપ સ્કોલરશિપ એક્ઝામિનેશન એન્થેના શાનદાર 15  ગૌરવપૂર્ણ વર્ષોની સિદ્ધિને ચિહ્નિત કરતા તેમજ પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ લિડર આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (એઇએસએલ) દ્વારા ‘’આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ (એન્થે) – 2024’’ અંતર્ગત નવી એડિશન શરૂ કરવાની જાહેરાત કરી છે. એન્થે 2024ની શરૂઆત સાથે  વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગામી સ્વપ્નદ્રષ્ટાઓની શોધ શરૂ થઈ ગઈ છે.

સર જગદીશ ચંદ્ર બસુ જેવા મહાન વૈજ્ઞાનિકો જેમણે વનસ્પતિશાસ્ત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને ડૉ. એમ.એસ. સ્વામીનાથનને ભારતની હરિયાળી ક્રાંતિના પિતા માનવામાં આવે છે. ડો. હર ગોવિંદ ખોરાના, જેમની બાયોકેમિસ્ટ્રીની શોધોએ જીનેટિક્સને પુનઃઆકાર આપ્યો અને ડો. એ. પી.જે. અબ્દુલ કલામ જેમના એરોસ્પેસ અને મિસાઈલ ટેક્નોલોજીમાં સ્વપ્નદ્રષ્ટા કામથી દેશને પ્રેરણા મળી. આકાશ પોતાના વિદ્યાર્થીઓને સમર્પણ અને નવીનતા સાથે સમાન શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરે છે. આ લોકપ્રિય અને ખૂબ જ ડિમાન્ડિંગ એક્ઝામ દ્વારા ધોરણ 7 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને 100 ટકા સુધીની શિષ્યવૃત્તિ અને નોંધપાત્ર રોકડ ઈનામો મેળવવાની તક મળે છે, જેથી તેઓ મેડિસિન અથવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં સફળ કારકિર્દીના પોતાના સપનાને સાકાર કરી કરશે.

આ વર્ષે આ એક્ઝામને રોમાચંક બનાવવામાં આમાં પાંચ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ માટે ફ્લોરિડા, યુએસએમાં કેનેડી સ્પેસ સેન્ટરની પાંચ દિવસની જર્નીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તમામ ખર્ચનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ફ્લોરિડામાં સ્થિત જ્હોન એફ. કેનેડી સ્પેસ સેન્ટર એ યુનાઇટેડ સ્ટેટ્સમાં નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના ૧૦ ફિલ્ડ સેન્ટરમાંનું એક છે.

એન્થે સ્કોલરશિપ મેળવનારા વિદ્યાર્થીઓને આકાશના વ્યાપક કોચિંગ પ્રોગ્રામ્સનો લાભ મળશે, જે વિદ્યાર્થીઓ નીટ, જેઇઇ, સ્ટેટ સીઇટી અને એનટીએસઇ અને ઓલિમ્પિયાડ્સ જેવી સ્કોલરશિપ પરીક્ષાઓ માટે તૈયાર કરે છે.

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (એઇએસએલ) ના સીઇઓ અને એમડી શ્રી દીપક મેહરોત્રાએ  કહ્યું કે, “ એન્થે  એ અસંખ્ય વિદ્યાર્થીઓની આકાંક્ષાઓ અને ક્ષમતાઓ વચ્ચેના અંતરને દૂર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. એન્થે ૨૦૨૪ની સાથે અમે ભવિષ્યના ડોકટરો અને એન્જિનિયરોને વિકસિત કરવા માટે આગામી એપીજે અબ્દુલ કલામ, એચજી ખુરાના, એમએસ સ્વામીનાથન અને જેસી બોઝની શોધ માટે એક રાષ્ટ્રીય પ્રતિભા શોધ શરૂ કરી રહ્યા કરી છીએ જે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના ક્ષેત્રમાં ભારતને ગૌરવ અપાવશે.

પોતાના 15માં સફળ વર્ષનું સેલિબ્રેશન કરતા એન્થે પાસે ટોચની ઉપલબ્ધિઓને હાસિલ કરનારને તૈયાર કરવાનો પણ એક વિશિષ્ટ રેકોર્ડ છે. વર્ષોથી પોતાના ઘણા વિદ્યાર્થીઓએ NEET UG અને JEE એડવાન્સ્ડમાં ટોચના રેન્ક સહિત પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ કે જેમણે એન્થે દ્વારા આકાશમાં પ્રવેશ મેળવ્યો અને ટોચના રેન્ક મેળવ્યા છે. જેમાં ઋષિ શેખર શુક્લા (JEE Advanced 2024 AIR 25); ક્રિષ્ના સાંઈ શિશિર (JEE એડવાન્સ્ડ 2024 AIR 67); અભિષેક જૈન (JEE એડવાન્સ્ડ 2024 AIR 78)નો સમાવેશ થાય છે. જ્યારે NEET 2023 માં અમારા ટોપ સ્કોરરમાં કૌસ્તવ બૌરી (AIR 03) ; ધ્રુવ અડવાણી (AIR 05); સૂર્ય સિદ્ધાર્થ એન (AIR 06); આદિત્ય નીરાજે (AIR 27) અને આકાશ ગુપ્તા (AIR 28)નો સમાવેશ થાય છે.

એન્થે 2024નું આયોજન 19-27 ઓક્ટોબર, 2024 દરમિયાન ભારતના 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં કરવામાં આવશે. 100% સુધીની સ્કોલરશિપ ઉપરાંત ટોચના સ્કોર કરનારાઓને રોકડ પુરસ્કારો પણ પ્રાપ્ત થશે.

એન્થે ઑફલાઇન પરીક્ષાઓ 20 અને 27 ઑક્ટોબર, 2024 ના રોજ સવારે 10:30 થી 11:30 સુધી દેશભરમાં આકાશ ઇન્ટિસ્ટ્યુટના તમામ 315થી વધુ કેન્દ્રો પર આયોજીત કરવામાં આવશે, જ્યારે ઑનલાઈન પરીક્ષાઓ ઑક્ટોબર 19 થી 27, 2024 દરમિયાન કોઈપણ સમયે લઈ શકાય છે. વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ એક કલાકનો સ્લોટ પસંદ કરી શકે છે.

એન્થે એ એક કલાકની કસોટી હશે, જેમાં કુલ 90 ગુણ હશે અને તેમાં વિદ્યાર્થીઓની ગ્રેડ અને સ્ટ્રીમ આકાંક્ષાઓના આધારે 40 મલ્ટિપલ પસંદગીના પ્રશ્નો હશે. ધોરણ ૭ થી ૯ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ એન્ડ મેટલ એબિલિટી જેવા વિષયોને આવરી લેશે. મેડિકલ એજ્યુકેશન માટે મહત્વાકાંક્ષી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો ફિઝિક્સ ,કેમેસ્ટ્રી  બાયોલોજી અને મેટલ એબિલિટીને આવરી લેશે જ્યારે આ જ વર્ગના એન્જિનિયરિંગના ઉમેદવારો માટે પ્રશ્નો ફિઝિક્સ, કેમેસ્ટ્રી  બાયોલોજી, મેથેમેટિક્સ એન્ડ મેટલ એબિલિટીને આવરી લેશે. એવી જ રીતે ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે કે જેઓ નીટ પ્રશ્નો માટે લક્ષ્ય રાખે છે તેઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની અને ઝૂલોજી ને આવરી લેશે જ્યારે એન્જિનિયરિંગના ઉમેદવારો માટે તેઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સને આવરી લેશે.

એન્થે 2024 માટે રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ ઑનલાઇન પરીક્ષા શરૂ થવાના ત્રણ દિવસ પહેલા અને ઑફલાઇન પરીક્ષાના સાત દિવસ પહેલા છે. ઑફલાઇન અને ઑનલાઇન મોડ માટે પરીક્ષા ફી રૂ. 200 છે. જો વિદ્યાર્થીઓ 15મી ઓગસ્ટ 2024 પહેલાં નોંધણી કરાવે તો તેઓ રજિસ્ટ્રેશન ફી પર ફ્લેટ 50 ટકા ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

એન્થે 2024નું રિઝલ્ટની વાત કરીએ તો,  ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 08 નવેમ્બર 2024, ધોરણ ૭ થી ૯ માટે 13 નવેમ્બર 2024 અને ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે 16 નવેમ્બર, 2024ના રોજ જાહેર કરવામાં આવશે. આ રિઝલ્ટ અમારી એન્થેની વેબસાઇટ anthe.aakash.ac.in. પર ઉપલબ્ધ થશે.

Related posts

આપણો દેશ ત્રિભુવનીય હોવો જોઈએ

amdavadlive_editor

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ આગામી ડૉ. કલામ, ડૉ. એચજી ખોરાના, ડૉ. એમએસ સ્વામીનાથન અને સર જેસી બોઝની શોધમાં એન્થે 2024 લૉન્ચ કરી

amdavadlive_editor

મેટા AI હવે બહુભાષી,વધુ ક્રિયાત્મક અને વધુ સ્માર્ટ બન્યું

amdavadlive_editor

Leave a Comment