August 9, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મૂથૂટ માઇક્રોફિન લિમિટેડ એ આજે નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના તેના ઓડિટ ન થયેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી

  • પ્રથમ ત્રિમાસિક ગાળામાં અત્યાર સુધીની સૌથી વધુ, એટલે કે રૂ. 2,645 કરોડની લોનનું વિતરણ; વાર્ષિક ધોરણે વિતરણમાં 49% સુધીની વૃદ્ધિ; AUM વાર્ષિક ધોરણે 18% વધીને રૂ. 14,457 કરોડ થયું.
  • ધિરાણ ખર્ચ વાર્ષિક ધોરણે 173 bps અને ત્રિમાસિક ધોરણે 26 bps સુધરીને 6% થયું.
  • CE (સમગ્ર) સુધરીને 97% થયું, જે વાર્ષિક ધોરણે (YoY) 497 bps અને ત્રિમાસિક ધોરણે (QoQ) 154 bps નો વધારો દર્શાવે છે; X-Bucket CE 99.89% છે.
  • નફાકારકતા વાર્ષિક ધોરણે (YoY) 12 ગણી અને ત્રિમાસિક ધોરણે (QoQ) 14% જેટલી વધીને રૂ. 81 કરોડ થઈ.
  • નોનJLG પોર્ટફોલિયો વધીને 24% થયો; સહધિરાણ ભાગીદારી હેઠળ ગોલ્ડ લોનની વિતરણ પ્રક્રિયા શરૂ થઈ.
  • CRISIL દ્વારા લાંબા ગાળાના ક્રેડિટ રેટિંગને અપગ્રેડ કરીને AA-/Stable કરવામાં આવ્યું; A1+ CP રેટિંગ યથાવત રાખવામાં આવ્યું.
  • એસેટની ગુણવત્તામાં સુધારો; GNPA 3.70% (ત્રિમાસિક ધોરણે 19 bpsનો ઘટાડો) અને NNPA 1.05% (ત્રિમાસિક ધોરણે 10 bpsનો ઘટાડો)

મુંબઈ | ૦૭ ઓગસ્ટ ૨૦૨૬ | ભારતના ગ્રામીણ વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને મહિલા ઉદ્યમીઓને માઈક્રો-લોન પૂરી પાડવા પર ધ્યાન આપનાર એવા ભારતનું અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની-માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન (NBFC-MFI)- એટલે કે ‘મૂથૂટ માઇક્રોફિન લિમિટેડ’ (NSE: MUTHOOTMF, BSE: 544055) એ આજે નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના તેના ઓડિટ ન થયેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી.

વ્યવસાય સંબંધિત હાઇલાઇટ્સ – Q1 FY27

  • મજબૂત વ્યવસાયિક ગતિને દર્શાવતા, લોનનો કુલ પોર્ટફોલિયો (GLP) વાર્ષિક ધોરણે (YoY) 18.0% અને ત્રિમાસિક ધોરણે (QoQ) 3.2% વધીને રૂ. 14,457 કરોડ થયો.
  • રૂ. 2,645 કરોડની લોન વિતરિત થઇ, જે વાર્ષિક ધોરણે (YoY) 48.9% ની વૃદ્ધિ દર્શાવે છે; જે કંપનીના ઇતિહાસમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં થયેલું અત્યાર સુધીનું સૌથી વધુ વિતરણ છે
  • પોર્ટફોલિયોમાં વિવિધતા જોવા મળી, નોન-JLG પોર્ટફોલિયો 24% સુધી વધ્યો, જેનું કારણ છે નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોમાં વ્યક્તિગત લોનના ક્ષેત્રમાં સતત વૃદ્ધિ.
  • આ ત્રિમાસિક ગાળા દરમિયાન મુથૂટ ફિનકોર્પ લિમિટેડ સાથેની રેફરલ અને સહ-ધિરાણ ભાગીદારી હેઠળ ગોલ્ડ લોનની વિતરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
  • CRISIL એ તેના લાંબા ગાળાના ક્રેડિટ રેટિંગને CRISIL A+/પોઝિટિવથી વધારીને CRISIL AA-/સ્ટેબલ કરવાની સાથે તેના કોમર્શિયલ પેપર પરના CRISIL A1+ રેટિંગને યથાવત રાખ્યું.
  • નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1 FY26)માં 1%ની સરખામણીએ ડિજિટલ કલેક્શન વધીને 40.5% થયું છે, જે દર્શાવે છે કે ગ્રાહકો ડિજિટલ ચુકવણીના માધ્યમો વધુને વધુ અપનાવી રહ્યા છે.
  • સમગ્ર ભારતમાં ફેલાયેલી 1,671 શાખાઓ અને 15,639 કર્મચારીઓના નેટવર્કના સહયોગથી સક્રિય ગ્રાહક આધાર 5 લાખ રહ્યો હતો.

નાણાકીય બાબતોની હાઇલાઇટ્સ – Q1 FY27

  • કુલ આવક વાર્ષિક ધોરણે (YoY) 20.0% અને ત્રિમાસિક ધોરણે (QoQ) 5.0% વધીને રૂ. 6 કરોડ થઈ; નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) 12.0% પર સ્થિર રહ્યું.
  • પ્રી-પ્રોવિઝન ઓપરેટિંગ પ્રોફિટ (PPOP) માં વૃદ્ધિ જોવા મળી, તે વાર્ષિક ધોરણે 3% અને ત્રિમાસિક ધોરણે 2.9% વધીને રૂ. 198.5 કરોડ થયો.
  • કર બાદ નફો (PAT) રૂ. 3 કરોડ રહ્યો, જેમાં વાર્ષિક ધોરણે (YoY) 12 ગણો અને ત્રિમાસિક ધોરણે (QoQ) 14.4% જેટલી વૃદ્ધિ થઇ.
  • એસેટની ગુણવત્તામાં વધુ સુધારો થયો:
    • GNPA વાર્ષિક ધોરણે 115 bps અને ત્રિમાસિક ધોરણે 19 bps સુધરીને 3.70% થયો.
    • NNPA વાર્ષિક ધોરણે 53 bps અને ત્રિમાસિક ધોરણે 10 bps ઘટીને 1.05% થઈ.
    • ધિરાણ ખર્ચ 2.6% રહ્યો, જે 2.7-3% ની નિર્ધારિત શ્રેણી કરતાં ઓછો છે.
  • ભંડોળની સ્થિતિ મજબૂત રહી, જેમાં ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. 2,7333 કરોડનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું. FY26 માં ઉધાર લેવાની સરેરાશ પડતર 27% થી ઘટીને 10.13% થઈ.
  • તરલતાની સ્થિતિ મજબૂત રહી, જેનું સમર્થન નીચેના પરિબળોએ કર્યું:
    • લિક્વિડ ફંડ્સ અને HQLA-GSec રોકાણોમાં રૂ. 1,328 કરોડનું નિવેશ.
    • રૂ. 2,500 કરોડની ડાયરેક્ટ અસાઇનમેન્ટ (DA) / પાસ થ્રુ સર્ટિફિકેટ (PTC) મંજૂરીઓ.
    • રૂ. 1,485 કરોડની વણવપરાયેલી ટર્મ ફંડિંગ મંજૂરીઓ.
  • કેપિટલ એડેક્વસી રેશિયો (CRAR) માર્ચ 2026 ના 23.9% થી સુધરીને જૂન 2026 માં 24.9% થયો.

પ્રદર્શન અંગે ટિપ્પણી કરતા:

મૂથૂટ માઈક્રોફિનના ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી થોમસ મૂથૂટે જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2027 (FY27) એ માઈક્રોફાઈનાન્સ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ વર્ષ સાબિત થશે, કારણ કે તેમાં વસૂલાતના વલણોમાં સુધારો અને વધુ સ્થિર કાર્યકારી વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોસમી કારણોસર પ્રથમ ત્રિમાસિક ગાળો નબળો હોવા છતાં, મુથૂટ માઇક્રોફિને વર્ષની મજબૂત શરૂઆત કરી છે; જેમાં એસેટ્સ અંડર મેનેજમેન્ટ વાર્ષિક ધોરણે 18% વધીને ₹14,457.2 કરોડ થયું છે. અમારી ક્રેડિટ પ્રોફાઇલમાં સતત સુધારો, જે તાજેતરમાં CRISIL દ્વારા કરવામાં આવેલા ક્રેડિટ રેટિંગના અપગ્રેડમાં પ્રતિબિંબિત થાય છે, અમારા વ્યવસાયના પાયાની મજબૂતીને દ્રઢ બનાવે છે અને સ્પર્ધાત્મક ખર્ચે વિવિધ સ્ત્રોતોમાંથી ભંડોળ મેળવવાની અમારી ક્ષમતામાં વધારો કરે છે.

સાથે સાથે, અમે ક્રમશઃ વધુ વૈવિધ્યસભર ધિરાણ વ્યવસાય તરફ પણ આગળ વધી રહ્યા છીએ. અમારા JLG અને Non-JLG પોર્ટફોલિયો મિશ્રણમાં સુધારો, નાના ઉદ્યોગો માટેની લોનના ક્ષેત્રમાં વિસ્તાર અને સહ-ધિરાણ માટે ભાગીદારી દ્વારા ગોલ્ડ લોનની શરૂઆત એ આ સફરની મહત્વપૂર્ણ ઉપલબ્ધી છે. આ તમામ પહેલ મળીને એવું પોર્ટફોલિયો તૈયાર કરવામાં મદદ કરે છે જે બજારના વિવિધ ચક્રો દરમિયાન વધુ સ્થિતિસ્થાપક હોય.

નાણાકીય વર્ષ 2027 (FY27) આ પરિવર્તનમાં એક નિર્ણાયક વર્ષ છે, એક એવી બાબત જે આપણા વ્યાપક વિઝન 30-30 માટે પાયો નાખે છે. નાણાકીય વર્ષ 2030 સુધીમાં ₹30,000 કરોડનું AUM, પોર્ટફોલિયોના વધુ સંતુલિત મિશ્રણ અને 20%થી વધુ રિટર્ન ઓન ઇક્વિટી હાંસલ કરવાના લક્ષ્ય સાથે, અમે એવી સંસ્થાના નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ જે વિશાળ વ્યાપની સાથે મજબૂતી, નવીનતા અને જવાબદાર નાણાકીય સમાવેશને સાથે લઇ આવે છે.”

મુથૂટ માઈક્રોફિનના CEO શ્રી સદાફ સઈદે જણાવ્યું હતું કે “”અમે નાણાકીય વર્ષ 2027ની મજબૂત શરૂઆત કરી છે અને પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 2,645 કરોડની અત્યાર સુધીની સૌથી વધુ રકમની લોનનું વિતરણ નોંધાવ્યું છે, જેના પરિણામે અમારી AUM 18% (YoY) વધીને રૂ. 14,457.2 કરોડ સુધી પહોંચી છે. આ પ્રદર્શન મુખ્યત્વે અમારા નોન-JLG ક્ષેત્રમાં જોવા મળેલી મજબૂત ગતિના કારણે છે, જે હવે કુલ પોર્ટફોલિયોમાં આશરે 24% હિસ્સો ધરાવે છે. આ ત્રિમાસિકગાળા દરમિયાન, અમે મુથૂટ ફિનકોર્પ સાથેની અમારી સહ-ધિરાણ ભાગીદારી હેઠળ ગોલ્ડ લોનનું વિતરણ પણ શરૂ કર્યું, જે અમારા વૈવિધ્યસભર અને સુરક્ષિત ધિરાણ પોર્ટફોલિયોને મજબૂત બનાવવા તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.

જેમ જેમ અમે સતત વિકાસ કરી રહ્યા છીએ, તેમ-તેમ અમારા પોર્ટફોલિયોની ગુણવત્તા જાળવી રાખવા પર અમારું ધ્યાન મક્કમ છે. આ ત્રિમાસિક ગાળા દરમિયાન અમારી વસૂલાત કાર્યક્ષમતા સુધરીને 97.97% થઈ છે, જે વાર્ષિક ધોરણે 497 bps નો વધારો દર્શાવે છે, જ્યારે ‘X-બકેટ’ વસૂલાતની કાર્યક્ષમતા 99.89% ના મજબૂત સ્તરે જળવાઈ રહી છે, જે અમારા પોર્ટફોલિયોની મજબૂતી અને ક્ષેત્ર પર કાર્યરત અમારી ટીમોની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમારા સતત પ્રયાસોને પરિણામે એસેટની ગુણવત્તામાં ઘણો સુધારો જોવા મળ્યો છે; Q1FY27માં GNPA ઘટીને 3.70%, એટલે કે વાર્ષિક ધોરણે 115 bpsનો ઘટાડો થયો છે અને ધિરાણ ખર્ચ ઘટીને 2.6% પર આવ્યો છે, જે સમગ્ર વર્ષ માટે અમારી 2.7%–3.0%ની નિર્ધારિત શ્રેણી કરતાં ઘણો ઓછો છે.

અમારા સંચાલકીય પ્રદર્શનની મજબૂતી અમારા નાણાકીય પરિણામોમાં પણ એટલી જ સ્પષ્ટપણે જોવા મળી હતી. અમારી આવક વાર્ષિક ધોરણે 20.0% જેટલી વધીને રૂ. 670.6 કરોડ થઈ, જ્યારે પ્રી-પ્રોવિઝન ઓપરેટિંગ પ્રોફિટ 43.3% વધીને રૂ. 198.5 કરોડ થયો. કર બાદ નફો રૂ. 81.3 કરોડ રહ્યો, જે વાર્ષિક ધોરણે 12 ગણી વૃદ્ધિ દર્શાવે છે. આ પરિણામો અમારા બિઝનેસ મોડેલની મજબૂતી અને નફાકારકતા તથા પોર્ટફોલિયોની ગુણવત્તા જાળવી રાખીને સંતુલિત વૃદ્ધિ હાંસલ કરવા પરના અમારા સતત ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.

જેમ જેમ અમે આ વર્ષમાં આગળ વધીએ છીએ, તેમ તેમ અમારી પ્રાથમિકતાઓ યથાવત રહે છે. અમે અમારા વર્તમાન બજારોમાં અમારી હાજરી વધુ મજબૂત બનાવવાનું, ગ્રાહકો સાથેના સંબંધો ગાઢ બનાવવાનું, અમારા વિવિધ ઉત્પાદનોની શ્રેણીનો વિસ્તાર કરવાનું અને ગ્રાહક અનુભવ તથા કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું. મજબૂત બેલેન્સ શીટ, સુધરતી જતી એસેટની ગુણવત્તા અને સ્પષ્ટ દીર્ઘકાલીન વ્યૂહરચનાના સમર્થન સાથે, અમે અમારા વિઝન 30-30 તરફ સતત આગળ વધવાની સાથે સાથે નાણાકીય વર્ષ 2027 (FY27) માટેની અમારી પ્રાથમિકતાઓ પૂરી કરવાની આશા રાખીએ છીએ.”

મુખ્ય માપદંડો: Q1FY27 

વિગત

Q1FY27 Q1FY26

YoY

લોનનો કુલ પોર્ટફોલિયો (રૂ. કરોડ) 14,457.2 12,252.8

18.0%

ધિરાણ લેનારાઓ (લાખ)

32.5 34.1 -4.7%
શાખાઓ (સંખ્યા) 1671 1,726

-3.2%

 

વિગત (રૂ. કરોડમાં) Q1FY27 Q1FY26

YoY

કુલ આવક 670.6 559.1 20.0%

પ્રી-પ્રોવિઝન ઓપરેટિંગ પ્રોફિટ (PPOP)

198.5 138.5 43.3%
કર બાદ નફો (PAT) 81.3 6.2

12x

 

મુખ્ય ગુણોત્તરો Q1FY27 Q1FY26

YoY

નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM)

12.0% 11.5% 50 bps
ખર્ચ/આવકનો ગુણોત્તર 53.7% 60.9%

-721 bps

સંચાલન-ખર્ચ/GLP નો ગુણોત્તર

6.3% 6.9% -52 bps
એસેટ પર વળતર (ROA) 2.3% 0.2%

209 bps

ઇક્વિટી પર વળતર (ROE)

11.2% 0.9%

1029 bps

 

== સમાપ્ત ==

Related posts

ફ્લિપકાર્ટ પર ક્લાસિક બાઇક્સની સાથે પ્રથમ ઓનલાઇન આવનારી જાવા યેઝદી મોટરસાઇકલ હવે એમેઝોન પર 40 શહેરોમાં લાઇવ છે

amdavadlive_editor

સેમસંગ ઈન્ડિયા દ્વારા M9, M8, અને M7 સ્માર્ટ મોનિટર સિરીઝ માટે આકર્ષક લોન્ચ ઓફર્સ રજૂ કરાઈ

amdavadlive_editor

ડેલોઇટ ઇન્ડિયાએ પ્રાદેશિક વ્યવસાયોમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરવા એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2024 માટે એન્ટ્રીઓ શરૂ કરી

amdavadlive_editor

Leave a Comment