27 C
Gujarat
September 29, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

બાંધકામ વ્યવસાયમાં આધુનિક અને વિકાસલક્ષી આયોજનો થકી ગુજરાતના વિકાસને મહત્તમ ઉંચાઈએ લઈ જવા માટે ક્રેડાઈ ગુજરાત દ્વારા યુથકોન-૨૦૨૬નું અને AGMનું ઉદયપુરમાં આયોજન

ઉદેપુર | ૦૮ ઓગસ્ટ ૨૦૨૬ | ક્રેડાઈ ગુજરાત યુથ વિંગ દ્વારા ઉદેપુર ખાતે હોટલ આઈ.ટી.સી. મોમેન્ટોઝ ઉદયપુર ખાતે તા. ૫-૬ અને ૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ યુથકોન -૨૦૨૬નું તેમજ AGMનું આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર ગુજરાતના આશરે ૨૫૦ કરતા વધુ નવ યુવાન ડેવલપર્સ ઉપસ્થિત રહ્યા હતા. યૂથકોન ૨૦૨૬નું ઉદ્ઘાટન માનનીય શ્રીજી હુઝૂર ડૉ. લક્ષ્યરાજસિંહજી મેવાડ ઓફ ઉદયપુર દ્વારા કરવામાં આવ્યું. તેમજ ક્રેડાઈ નેશનલના, પ્રેસીડેન્ટશ્રી શેખરભાઈ પટેલ, ઉપ પ્રમુખશ્રી આશિષભાઈ પટેલ, ટ્રેઝરર શ્રી અજયભાઈ પટેલ, ક્રેડાઈ ગુજરાતના ચેરમેનશ્રી પરેશભાઈ ગજેરા, પ્રેસિડેન્ટશ્રી તેજસભાઈ જોશી, માનદ્ મંત્રીશ્રી વિરલભાઈ શાહ, ક્રેડાઈ ગુજરાત યુથ વિંગના કન્વીનરશ્રી ભવદત્તભાઈ પટેલ તેમજ વિવિધ વિષયોના સ્પીકર્સ ઉપસ્થિત રહ્યા હતા.

મંચસ્થ મહાનુભાવશ્રીઓ અને સ્પીકર્સઓએ તેમના અનુભવો અને પ્રોત્સાહક વિચારોથી યુથકોનમાં આવેલ નવી પેઢીના ડેવલપર્સ મિત્રોને ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરેલ. દેશના વિકાસમાં ગુજરાત રિયલ એસ્ટેટ ક્ષેત્રનું યોગદાન ટોચ ઉપર રહે તે રીતે સંગઠનને વધુ મજબુત બનાવવા સૌને આહવાન કરવામાં આવેલ.

આ પ્રસંગે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ યુથકોન અને AGMના કાર્યક્રમના આયોજન માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

== સમાપ્ત ==

Related posts

સતત સાતમા વરસે બોરિવલીમાં ખેલૈયાઓ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબે ઝૂમશે

amdavadlive_editor

ટાટા પાવર રિન્યુએબલ એનર્જી અને ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ માટે 200 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

amdavadlive_editor

GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ કંપનીએ બીજા ક્વાર્ટરમાં મજબૂત વૃદ્ધિ હાંસલ કરી, આવકમાં 128% અને નફામાં 138%નો ઉછાળો નોંધાવ્યો

amdavadlive_editor

Leave a Comment