30.8 C
Gujarat
May 20, 2025
Amdavad Live
આરોગ્યએનજીઓગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી કચ્છી જૈન સેવા સમાજ (ટ્રસ્ટ) દ્વારા નવનીત ફાઊન્ડેશનની સંપૂર્ણ આર્થિક સહાય દ્વારા જશોદા નગરમાં રાહત દરે મેડિકલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

ગુજરાત, અમદાવાદ 07 ઓગસ્ટ 2024: જશોદાનગર ચાર રસ્તા, પૂર્વ મણિનગર વિસ્તારમાં એક જ છત્ર નીચે તમામ મેડિકલ સુવિધાઓ કિફાયતી દરે મળી રહે તેવા ‘નવનીત મેડિકલ સેન્ટર’નું ઉદ્ઘાટન તારીખ ૭મી ઓગષ્ટે – બુધવારના રોજ થયું. જેમાં નવનીત ફાઉન્ડેશનના એમડી રાજુભાઈ ગાલા તથા સંદીપભાઈ ગાલા ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી જૈન સમાજના ટ્રસ્ટી હસમુખભાઈ ગઢેચા અને કચ્છી જૈન સમાજના પ્રમુખ પ્રતાપ દંડ હાજર રહ્યા હતા. રાજુભાઈ ગાલાએ આ પ્રસંગે જણાવ્યું કે આ મેડિકલ સેન્ટર 1, જુલાઈ 2024થી કાર્યરત થયું અને અત્યાર સુધીમાં 1300 જેટલા દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે. સંદીપ ગાલાએ જણાવ્યું હતું કે, નવનીત ફાઉન્ડેશન એ મુખ્યત્વે મેડિકલ અને એજ્યુકેશન ક્ષેત્રમાં અવિરત કાર્ય કરતું રહ્યું છે. અને જ્યાં જ્યાં કચ્છી જૈન સેવા સમાજ કાર્ય કરી રહ્યું છે અને તેને જરૂર પડી છે ત્યારે નવનીત ફાઉન્ડેશન તેની સાથે ઊભું રહ્યું છે. કચ્છી જૈન સમાજના ટ્રસ્ટી હસમુખભાઈ ગઢેચાએ જણાવ્યું હતું કે નવનીત મેડિકલ સેન્ટર એ મહાજન અને શ્રેષ્ઠિવર્યનો સમન્વય છે. જ્યારે અમદાવાદ પૂર્વમાં મેડિકલ સેન્ટર શરૂ કરવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે કચ્છી જૈન સેવા સમાજ સામે આર્થિક રીતે મોટો પડકાર હતો, પરંતુ ગાલા પરિવારના સહયોગથી નવનીત ફાઉન્ડેશનની સહાયથી આ નવનીત મેડિકલ સેન્ટર શરૂ થયું.

શ્રી કચ્છી જૈન સેવા સમાજ (KJSS) ટ્રસ્ટ, નોન પ્રોફિટ ઓર્ગેનાઝેશન છે. તેના દ્વારા જનતાની સેવાના હેતુથી તબીબી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. જેના ભાગરૂપે પાલડી માં ૧૯૯૮માં એક મેડિકલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી, તે પછી તેઓએ ન્યાત જાતના ભેદભાવ વિના આ સેવા અવિરત ચાલુ જ રાખી છે. આ ઊપરાંત ત્રણ ડાયાલિસીસ સેન્ટર, બે સ્કિલ ડેવેલપમેન્ટ સેન્ટર પણ ઊભાં કરેલ છે, જેનો લાભ મોટી સંખ્યા માં લોકો લઈ રહ્યા છે. 

મેડિકલ સેન્ટરમાં ફિઝિશિયન / મેડિસિન વિભાગ ઉપરાંત આંખ, ચામડી, જનરલ સર્જન, કાન – નાક – ગળા, ઓર્થોપેડિક, પીડિયાટ્રીશિયન, સ્ત્રી રોગ તથા સુપર સ્પેશિયાલિટી વિભાગની સુવિધા ઓ રાહત દરે મળશે. તદ્ઉપરાંત લેબોરેટરીની સેવા; ડેન્ટલ અને ફિઝીયોથેરાપી, ડિજિટલ એક્સ-રે, કલર ડોપ્લર, સોનોગ્રાફી, માઇનર તથા મોતિયાના ઓપરેશન પણ રાહત દરે કરવામાં આવશે. અહીં બૉડી ચેક અપના વિવિધ પૅકેજની સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. 

મેડિકલ સેન્ટરની શુભ શરૂઆત નિમિત્તે તેના દાતાશ્રી નવનીત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

મેડિકલ સેન્ટરનું સરનામું 209-219, બીજો માળ, સેફ્રોન બિઝનેસ પાર્ક, ફાયર સ્ટેશનની બાજુમાં, જશોદાનગર ચોકડી, નારોલ – નરોડા રોડ, અમદાવાદ – 382445 છે. 99044 18186 તથા 99044 18187 એ મેડિકલ સેન્ટરના સંપર્ક નંબર છે. ઉપરાંત મેડિકલ સેન્ટર વિશે વધુ વિગતો મેળવવા માટે www.kjss.comની મુલાકાત પણ લઈ શકો છો.

 

Related posts

૪૩૨ શ્રદ્ધાળુઓએ જૈન કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત પવિત્ર તીર્થયાત્રા પૂર્ણ કરી

amdavadlive_editor

LG ઇલેક્ટ્રોનિક્સે લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત કરી

amdavadlive_editor

સમૂહ કીર્તનનીફળશ્રુતિ છે-આંસુ.

amdavadlive_editor

Leave a Comment