43 C
Gujarat
April 27, 2026
Amdavad Live
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

જિયો સ્ટૂડિયોઝ અને રિતેશ વિલાસરાવ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’નું પહેલું પોસ્ટર આજે શિવાજી જયંતિ પર જાહેર થયું.

મુંબઈ | ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ — છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના પાવન અવસરે જિયો સ્ટૂડિયોઝ અને મુંબઈ ફિલ્મ કંપનીએ પોતાની બહુપ્રતીક્ષિત ઐતિહાસિક ફિલ્મ *‘રાજા શિવાજી’*નું પહેલું શક્તિશાળી પોસ્ટર જાહેર કર્યું છે. ફિલ્મના દિગ્દર્શક અને મુખ્ય અભિનેતા રિતેશ વિલાસરાવ દેશમુખે આ પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેમાં તેઓ છત્રપતિ શિવાજી મહારાજના રૂપમાં નજરે પડે છે.

પોસ્ટરમાં મહારાજનું પ્રભાવશાળી સાઇડ પ્રોફાઇલ જોવા મળે છે. હાથમાં તલવાર, મજબૂત ખભા અને અડગ નજર. તેમનો ગંભીર અને દૃઢ ચહેરો એ શાંતિ દર્શાવે છે, જે સ્વરાજ્યની સ્થાપના અને રાષ્ટ્રના ગૌરવની શરૂઆત પહેલા હોય છે.

‘રાજા શિવાજી’ એક ભવ્ય પેન-ઇન્ડિયા સિનેમેટિક પ્રસ્તુતિ છે, જેને વૈશ્વિક મંચ પર ભારતીય સંસ્કૃતિના ગૌરવ રૂપે રજૂ કરવામાં આવી રહી છે. આ એક મહત્વાકાંક્ષી દ્વિભાષી (મરાઠી અને હિન્દી) એક્શન-ડ્રામા ફિલ્મ છે, જેમાં સંગીત આપ્યું છે પ્રસિદ્ધ જોડી અજય–અતુલએ અને સિનેમેટોગ્રાફી સંભાળી છે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચિત સંતોષ સિવાને.

આ ફિલ્મ માત્ર એક રાજાની કહાની નથી, પરંતુ એક એવા પુત્રની યાત્રા છે જેણે સંકલ્પ લીધો અને મોટી શક્તિઓ સામે ઉભા રહી સ્વરાજ્યનો માર્ગ તૈયાર કર્યો. આ એ મહાન યોદ્ધાની કહાની છે જેણે ઝુકવા કરતાં સંઘર્ષ પસંદ કર્યો અને ભારતના સ્વાભિમાનની પાયાં નાખી.

નિર્માતાઓનો હેતુ છે કે આ પ્રેરણાદાયક ભારતીય કહાનીને ભાષાની સીમાઓથી આગળ લઈ જઈ વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવામાં આવે અને તેને એક વૈશ્વિક સિનેમેટિક શ્રદ્ધાંજલિ તરીકે રજૂ કરવામાં આવે.

જિયો સ્ટૂડિયોઝ દ્વારા પ્રસ્તુત અને જ્યોતિ દેશપાંડે તથા જિનેલિયા રિતેશ દેશમુખ દ્વારા નિર્મિત, મુંબઈ ફિલ્મ કંપનીના બેનર હેઠળ બનેલી *‘રાજા શિવાજી’* 1 મે 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

એક વખત ફરી ઇતિહાસ જીવંત થવા જઈ રહ્યો છે… અને એક મહાન ગર્જના સમગ્ર ભારત અને દુનિયાભરમાં ગૂંજવા તૈયાર છે!

Related posts

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ K9 ઉત્સાહીઓ માટે ફાઉન્ડેશન K9 ઓબેડીયન્સ અને પ્રોટેક્શન પર તેનો પ્રથમ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો.

amdavadlive_editor

તલગાજરડા ખાતે રામવાડીમાં નરસિંહ મહેતા એવૉર્ડ સમારંભ યોજાયો

amdavadlive_editor

સ્ટાર એરે રૂપિયા 1499 થી શરૂ થતા ખાસ પ્રમોશનલ ભાડાની સાથે દીવને પોતાનું 25મું ડેસ્ટિનેશન બનાવ્યું

amdavadlive_editor

Leave a Comment