November 4, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

અમદાવાદ ખાતે “ટોપ ચેમ્પિયનશ લીગ” TCL ની 17મી સીઝનમાં જોવા મળ્યું વુમેન ક્રિકેટ ટેલેન્ટ

નોન પ્રોફેશનલ ક્રિકેટ પ્લેયર્સ TCLમાં હાર્ડ ટેનીસ બોલથી ક્રિકેટ રમશે

અમદાવાદ, ગુજરાત | ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ — તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દેશની તમામ દિકરીઓના રોલ મોડેલ બન્યા છે. જેમાં યુવા પેઢીમાં, ખાસ કરીને છોકરીઓ, તેમના સપનાઓને સાકાર કરવા માટે હવે પ્રેરિત થઈ છે. અને હવે છોકરીઓ ક્રિકેટમાં વધુને વધુ રસ લેતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, શહેરોમાં ક્રિકેટ્ની એકેડમીમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલા ખેલાડીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે મહિલાઓને ક્રિકેટ ક્ષેત્રે વધારે પ્રોત્સાહિત કરવા તેમજ એક મનોરંજનના હેતુથી અમદાવાદ ખાતે “ટોપ ચેમ્પિયનશ લીગ” TCL સિઝન 17 વુમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એક દિવસની મેચમાં નોન પ્રોફેશનલ ક્રિકેટ પ્લેયર્સ આવી પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપશે. આ એક ટેનીસ ટુર્નામેન્ટ હશે જેમાં 15 વર્ષની ઉપરની કોઈપણ મહિલા ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે.

અમદાવાદ ખાતે યોજાવા જઈ રહેલી TCL ટોપ ચેમ્પિયન્સ લીગ માં હાઉસ વાઈફ, સ્ટુડન્ટ્સ, વર્કીંગ વુમન, ભાગ લઈ શકશે. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી એમ બે દિવસીય સુધી ચાલનારી આ ટુર્નામેન્ટના પ્રસ્તુતકર્તા છે, જેકપોટ અને સ્પોર્ટેડ બાય હિન્દુસ્તાન પ્રોજેક્ટ છે. આ ટુર્નામેન્ટ અમદાવાદ શહેરના જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડ થલતેજ ખાતે રમાઈ હતી.

આ ટુર્નામેન્ટના ઓર્ગેનાઈઝર સ્પ્રિન્ટએરાના ફાઉન્ડર નિમીષા શાહ અને કો-ફાઉન્ડર અનંગ મિસ્ત્રી છે, જે વુમન ક્રિકેટ ટુર્નામેન્ટ 2011થી કરતા આવ્યા છે, જેનો મુખ્ય હેતુ સ્પોર્ટસ અને મહિલાઓને પ્રોત્સાહન આપવાનું છે.

¤¤¤¤ ¤¤¤¤ ¤¤¤¤ ¤¤¤¤

Related posts

અમદાવાદમાં દર 10માંથી 9 થી વધુ રિક્રુટર્સ તેમના હાયરિંગ બજેટના 70 ટકા સુધીનો હિસ્સો એઆઈ અને ટેકનોલોજીમાં સ્માર્ટ, ઝડપી હાયરિંગ માટે કરી રહ્યા છે: લિંક્ડઇન રિસર્ચ

amdavadlive_editor

વિશ્વાસ સાથે જીવન બદલાવવાનું શાસ્ત્ર: હિતેશ ગજ્જર દ્વારા સફળ ન્યુમરોલોજી વર્કશોપનું આયોજન

amdavadlive_editor

કાઈનેટિક ગ્રીને કૌશલ્ય આધારિત તાલીમ અને સંશોધન આપવા માટે વિશ્વકર્મા ઈન્સ્ટિટ્યૂટ્સ એન્ડ યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર (એમઓય) પર સહીસિક્કા કર્યા

amdavadlive_editor

Leave a Comment